ICC Test Rankings: લોર્ડઝ ટેસ્ટ જીતવા બાદ રોહિત શર્મા, રાહુલ, સિરાજને રેન્કિંગમાં ફાયદો, ઇંગ્લેન્ડનો જો રુટ ટોપ પર

તાજેતરની ICC રેન્કિંગમાં કેએલ રાહુલ અને રોહિત શર્માને પણ ફાયદો થયો છે, પરંતુ જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શામીને નુકસાન થયું છે.

ICC Test Rankings: લોર્ડઝ ટેસ્ટ જીતવા બાદ રોહિત શર્મા, રાહુલ, સિરાજને રેન્કિંગમાં ફાયદો, ઇંગ્લેન્ડનો જો રુટ ટોપ પર
Joe Root
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 8:53 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે હાલમાં 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. આ દરમ્યાન પ્રથમ મેચ વરસાદને લઇને ડ્રો જાહેર થઇ હતી. જ્યારે લોર્ડઝના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. પ્રથમ બંને ટેસ્ટ મેચમાં દેખાવને લઇને બંને ટીમના ખેલાડીઓના ટેસ્ટ રેન્કીંગ (ICC Test Rankings) માં સુધારો થયો છે. જો રુટ (Joe Root) અને મહંમદ સિરાજના ટેસ્ટ રેન્કીંગમાં ફાયદો થયો છે.

સિરીજની પ્રથમ બે ટેસ્ટ મેચમાં શતક લગાવવાને લઇને જો રુટ હવે વિશ્વના બીજા ક્રમાંક ના ટેસ્ટ બેટ્સમેન બની ચુક્યા છે. રુટ હવે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) ની ખૂબ જ નજીક પહોંચી ગયો છે. સાથે જ કેએલ રાહુલના રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. જ્યારે રોહિત શર્મા પોતાના ટેસ્ટ કરિયરની સર્વશ્રેષ્ટ રેટિંગ પર પહોંચી ગયો છે. રોહિત હવે કેપ્ટન વિરાટ કોહલીની ખૂબ જ નજીક છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ઈંગ્લેન્ડને ભારત સામે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં 151 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ઇનિંગ્સમાં ટીમના મોટાભાગના બેટ્સમેનો નિરાશ કર્યા હતા. કેપ્ટન રુટે ટીમ માટે એકલા હાથે સંઘર્ષ કર્યો હતો. તેણે પ્રથમ ઇનિંગમાં અણનમ 180 રન બનાવ્યા હતા, જ્યારે બીજા દાવમાં ઇંગ્લેન્ડ તરફ થી સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. આ શ્રેણી પહેલા રુટ બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં કોહલીથી પાછળ પાંચમા ક્રમે હતો. પરંતુ હવે તે 893 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેની અને વિલિયમસન (901) વચ્ચે માત્ર 8 પોઈન્ટનું અંતર છે. રાહુલને મળી લીડ, રોહિત ની સર્વશ્રેષ્ટ રેટીંગ

તો વળી ત્યાં જ ભારતીય બેટ્સમેનોની વાત કરવામાં આવે તો, લોર્ડઝમાં શાનદાર શતક ફટકારનાર ઓપનર કેએલ રાહુલની રેન્કીંગમાં ઉછાળ આવ્યો છે. 129 રનની ઇનીંગ રમનારા રાહુલને 19 સ્થાનનો સુધારો થયો છે. તે હવે 37 માં સ્થાન પર પહોંચી ગયો છે. પ્રથમ ઇનિંગમાં 83 રન બનાવનાર ઓપનર રોહિત શર્મા છઠ્ઠા ક્રમે છે, પરંતુ તેનું રેટિંગ 773 છે. જે રોહિતની ટેસ્ટ કારકિર્દીમાં સર્વશ્રેષ્ઠ છે. હવે તે પાંચમા ક્રમાંકિત વિરાટ કોહલીથી માત્ર 3 પોઇન્ટ પાછળ છે. ઋષભ પંત સાતમા સ્થાને યથાવત છે.

સિરાજ અને ઇશાંતને ફાયદો

બોલિંગમાં વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જેમ્સ એન્ડરસન એક સ્થાન આગળ વધ્યો છે. પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. તેનો તેને ફાયદો થયો છે અને તે એક સ્થાન ઉપર છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે બીજી ઇનિંગમાં, તે બેટ અને બોલ વડે શાનદાર પ્રદર્શન કરનાર જસપ્રીત બુમરાહ એક સ્થાન પાછળ સરક્યો છે. તે હવે 10માં ક્રમે છે.

લોર્ડ્સમાં 8 વિકેટ લેનાર યંગસ્ટર્સ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજને જબરદસ્ત ફાયદો થયો છે. તે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 38 મી મી રેન્ક પર પહોંચી ગયો છે. તેણે 18 સ્થાનનો કૂદકો લગાવ્યો છે. ઈશાંત શર્મા પણ આગળ વધીને હવે 16 મા સ્થાને પહોંચી ગયો છે, પરંતુ મોહમ્મદ શામી 19 મા સ્થાને પાછળ સરક્યો છે.

આ પણ વાંચોઃ Virat Kohli: ડેબ્યૂ મેચમાં જ કોહલીની બેટીંગ સુપર હિટ રહી હતી કે ફ્લોપ? શું થયુ હતુ પ્રથમ મેચમાં, જાણો

આ પણ વાંચોઃ Agate Stone Benefits : લક્ષ્મીજીના આશિર્વાદ સમાન છે આ પત્થર, ધારણ કરતા જ આર્થિક માલામાલ બની શકો છો

g clip-path="url(#clip0_868_265)">