પહેલા પાકિસ્તાનની કરી ધુલાઈ, હવે ICC Ranking માં છવાઈ ગઈ રિચા ઘોષ

Richa Ghosh એ ICC Women T20 World Cup માં શાનદાર પ્રદર્શન મીડલ ઓર્ડરમાં બેટિંગ કરતા દર્શાવ્યુ છે. વિકેટકીપર બેટર હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે.

પહેલા પાકિસ્તાનની કરી ધુલાઈ, હવે ICC Ranking માં છવાઈ ગઈ રિચા ઘોષ
Richa Ghosh રેકિંગમાં છવાઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 7:59 PM

ભારતીય મહિલા વિકેટકીપર બેટર રિચા ઘોષ છવાઈ ગઈ છે. ICC T20 વિશ્વકપ 2023માં તેનુ બેટ શાનદાર ચાલ્યુ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમનુ અભિયાન ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મેચથી શરુ થયુ હતુ.આ સાથે જ રિચાએ પણ ધમાલ મચાવવાનુ અભિયાન શરુ કરી દીધુ હતુ. પાકિસ્તાન સામે શાનદાર ઈનીંગ રિચાએ રમી હતી. આ ઉપરાંત ઈંગ્લેન્ડ સામે પણ તેની ઈનીંગ લડાયક રહી હતી. હવે તેના પ્રદર્શને તેને ICC રેન્કિંગમાં ફાયદો કરાવ્યો છે. ICC એ મંગળવારે મહિલા ખેલાડીઓના T20 રેન્કિંગને અપડેટ કર્યુ હતુ. જેમાં વિશ્વભરની મહિલા ખેલાડીઓને પોતાના પ્રદર્શનને આધારે સ્થાનમાં ચડાવ ઉતાર જોવા મળ્યો છે.

રિચા ઘોષ હવે ICC ની મહિલા T20 બેટર રેકિંગમાં તે હવે ટોપ 20 માં પહોંચી ગઈ છે. ભારતીય બેટર રિચા સાથે હવે રેણુકા સિંહ પણ ચમકી છે. તે સતત પ્રભાવિત બોલિંગ કરી રહી છે અને જેનો લાભ હવે તેને રેન્કિંગમાં મળ્યો છે. તેનો રેન્કિંગ પણ સુધર્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઘોષે 16 સ્થાન કુદાવ્યા

આઈસીસીએ મંગળવારે મહિલા ટી20 રેન્કિંગ અપડેટ કર્યુ હતુ. જેમાં રિચા ઘોષનુ સ્થાન ટોપ 20માં જોવા મળ્યુ છે. રિચાએ બેટર રેકિંગમાં 16 સ્થાનનો કુદકો લગાવીને રેન્કિંગમાં સુધારો દર્શાવ્યો છે. રિચા પ્રથમવાર ટોપ 20ની યાદીમાં સ્થાન મેળવી શકી છે. આ ફળ મહિલા વિશ્વકપમા તેનુ પ્રદર્શનને લઈ મળ્યુ છે.

રિચાએ ભારતને પાકિસ્તાન સામે 5 ચોગ્ગા ફટકારીને 20 બોલનો સામનો કરીને 31 રનની તોફાની રમત રમી હતી. ભારત માટે તેણે અંતમાં શાનદાર અણનમ રમત દર્શાવીને ટીમને એક ઓવર પહેલા જ જીત અપાવી હતી. આ સિવાય તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 41 અને ઈંગ્લેન્ડ સામે 47 રનની અણનમ ઈનીંગ રમી હતી.

ઠાકુરનો કમાલ

ઉપરાંત ભારતને બોલિંગ વિભાગમાં પણ સારા સમાચાર નવા રેન્કિંગમાં મળ્યા છે. ભારતીય બોલર રેણુકા ઠાકુરે ઈંગ્લેન્ડ સામે 15 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. પ્રભાવિત બોલિંગ કરનારી રેણુકા સિંહ ઠાકુરને રેન્કિંગમાં સુધારો થયો છે. તેણે સાત સ્થાન કુદાવીને હવે પાંચમાં સ્થાન પર પહોંચી છે.

રેણુકા પાંચમાં સ્થાન પર પહોંચી છે. તેની કારર્કિદીમાં તેના સર્વશ્રેષ્ઠ સ્થાન પર પહોંચી છે. રેણુકાએ ટૂર્નામેન્ટમાં ભારત માટે શાનદાર દેખાવ કર્યો છે. તેનુ પ્રદર્શન ખૂબ જ પ્રભાવિત કરનારુ રહ્યુ છે.

g clip-path="url(#clip0_868_265)">