ICC: જો રુટે હાંસલ કર્યુ આ મહત્વનું સન્માન, જસપ્રિત બુમરાહ પણ હતો સન્માનની રેસમાં, ટેસ્ટ સિરીઝમાં રન ખડકતા મળ્યો ફાયદો
જો રુટે ઓગસ્ટમાં ભારત સામે ત્રણ ટેસ્ટ મેચમાં 507 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ શતક સામેલ હતા. જે પ્રદર્શનને લઈને ICC ટેસ્ટ બેટ્સમેનોની રેન્કીંગમાં પણ ટોચ પર પહોંચ્યો હતો.
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે (Joe Root) ઓગસ્ટ મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ (ICC Player Of The Month)નો એવોર્ડ જીત્યો હતો. તેણે તાજેતરમાં ભારત સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં તેની શાનદાર બેટિંગને કારણે આ સફળતા મેળવી હતી. જો રુટે આ પુરસ્કાર માટે સ્ટાર ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન આફ્રિદીને પાછળ છોડી દીધા છે.
વિમેન્સ કેટેગરીમાં આયર્લેન્ડની ઓલરાઉન્ડર આઈમેર રિચાર્ડસન (Eimear Richardson)ને મહિનાની સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવી હતી. એમિયરે તેની સાથી ખેલાડી ગેબી લુઈસ અને થાઈલેન્ડની નતાયા બોશેથમને પાછળ મૂકી દીધી હતી.
રુટે ઓગસ્ટમાં ભારત સામે ત્રણ ટેસ્ટમાં 507 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ સદીનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનને કારણે તે ICC ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં પણ ટોચ પર પહોંચી ગયો. ભારતીય ટીમમાં COVID-19ના કારણે પાંચમી અને અંતિમ ટેસ્ટ રદ કરવી પડી.
જ્યારે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી અધવચ્ચે જ સમાપ્ત થઈ ગઈ. ICCની વોટિંગ એકેડમીનો ભાગ રહેલા દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેપી ડુમિનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું પ્રભાવિત છું કે કેપ્ટન તરીકે અપેક્ષાઓ અને જવાબદારી વચ્ચે તેણે બેટથી આગેવાની લીધી અને વિશ્વનો નંબર વન બેટ્સમેન બન્યો.
📈 Ruling the rankings 🔥 Sizzling with spin
Brilliant performances saw these stars being voted as the Men’s and Women’s #ICCPOTM for August!
Find out who they are 👇
— ICC (@ICC) September 13, 2021
અમીયરનું શાનદાર પ્રદર્શન
એમિયરે ગયા મહિને મહિલા T20 વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના માટે તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવી હતી. તેણે ટુર્નામેન્ટમાં 4.19ની ઈકોનોમી રેટથી રન આપીને સાત વિકેટ લીધી હતી. તેણે જર્મની સામે પ્રથમ મેચમાં છ વિકેટે બે અને ગ્રુપ ટોપર સ્કોટલેન્ડ સામે 24 રનમાં બે વિકેટ લીધી હતી. તેણે ફ્રાન્સ સામે બે રન અને નેધરલેન્ડ સામે 22 રનમાં એક વિકેટ લીધી હતી. આયર્લેન્ડની ટીમ ગ્રુપમાં બીજા સ્થાને રહી હતી.
અમીયર ટુર્નામેન્ટમાં નેધરલેન્ડ સામેની અંતિમ મેચમાં 49 બોલમાં 53 રન સહિત કુલ 76 રન બનાવ્યા હતા. અમીયરે જણાવ્યું હતું કે ઓગસ્ટ માટે આઈસીસી મહિલા ખેલાડી ઓફ ધ મન્થ તરીકે પસંદ થવું ખૂબ જ રોમાંચક હતું અને હવે વિજેતા તરીકે પસંદ થવું અદ્ભુત છે. ઝિમ્બાબ્વેની પોમી મબાંગ્વાએ આઈસીસી વોટિંગ એકેડમીમાં એમિયરના પ્રદર્શનની પણ પ્રશંસા કરી.