AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો, વિરાટ કોહલી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કેટલી કમાણી કરે છે?

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની વિરાટ કોહલી લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. તેમ છતાં કોહલી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સની બાબતમાં ટોપ ક્રિકેટર છે. આવી સ્થિતિમાં ઘણા લોકો એ જાણવા માંગે છે કે વિરાટ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કેટલી કમાણી કરે છે.

જાણો, વિરાટ કોહલી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કેટલી કમાણી કરે છે?
Cristiano Ronaldo and Virat Kohli (PC: TV9)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 11:36 AM
Share

ભારતના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) વર્તમાન સુપરસ્ટારમાંથી એક છે. વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલીની સોશિયલ મીડિયા પર પણ એક અલગ જલવો છે. તે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી વ્યક્તિઓમાંની એક છે. તે ઘણા લોકો માટે પ્રેરણા છે. રમત પ્રત્યેનો જુસ્સો તેને બાકીના ખેલાડીઓથી અલગ બનાવે છે અને મેદાન પર તેની આક્રમક શૈલીને પણ લોકો પસંદ કરે છે. દરમિયાન, ઘણા લોકો એ જાણવા માંગે છે કે તે ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કેટલી કમાણી કરે છે.

33 વર્ષીય વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી તે કોઈપણ ફોર્મેટમાં એક પણ સદી ફટકારી શક્યો નથી. ‘કિંગ કોહલી’ ના નામથી પ્રખ્યાત વિરાટ કોહલીના ફેન બેઝમાં વધારો થયો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર તે સૌથી વધુ ફોલો કરવામાં આવતો ક્રિકેટર છે.

આઉટ ઓફ ફોર્મ હોવા છતાં ફોલોઅર્સ અને કમાણીના મામલે વિરાટ કોહલી (Virat Kohli) ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ટોપ ક્રિકેટર છે. વેબસાઈટ hopperhq.com ના રિપોર્ટ અનુસાર ઈન્સ્ટાગ્રામ પર કમાણી (Earn on Instagram) કરનાર ટોપ સેલિબ્રિટીની યાદીમાં વિરાટ કોહલી 14મા ક્રમે છે. ટોપ 25 માં તે એકમાત્ર એશિયન છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 200 મિલિયન (20 કરોડ) થી વધુ ફોલોઅર્સ છે.

મળતા રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) તેની ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટમાંથી લગભગ 8.69 કરોડ રૂપિયા કમાય છે. તો બીજી તરફ આ ફોટો-શેરિંગ સોશિયલ પ્લેટફોર્મ પર સૌથી વધુ કમાણી કરનારાઓની યાદીમાં ફુટબોલ જગતનો દિગ્ગજ ગણાતો ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) ટોચ પર છે. તમને જણાવી દઇએ કે ઈન્સ્ટાગ્રામ પર તેના 44 લાખથી વધુ ફોલોઅર્સ છે. તો ઇન્સ્ટાગ્રામમાં કમાણીની વાત કરીએ તો તે એક પોસ્ટથી લગભગ 19 કરોડ રૂપિયા કમાય છે.

લિયોનેલ મેસ્સી ઇન્સ્ટાગ્રામથી કમાણીના મામલે ત્રીજા સ્થાને આવે છે

આ યાદીમાં દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી (Lionel Messi) ત્રીજા સ્થાને આવે છે. લિયોનેલ મેસ્સીની ઇન્સ્ટાગ્રામ પર કમાણીની વાત કરીએ તો તે એક પોસ્ટથી લગભગ 14 કરોડ રૂપિયા કમાય છે. આ લિસ્ટમાં બીજા સ્થાને અમેરિકન મોડલ કાઈલી જેનરનું છે. જે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી 14.6 લાખ રૂપિયા કમાય છે.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">