6 6 6 6 6 6… આ ખેલાડીએ 6 બોલમાં 6 સિક્સર ફટકારી યુવરાજ સિંહ જેવો કર્યો કમાલ, જુઓ Video
ક્રિકેટમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારવી એ મોટી સિદ્ધિ છે. કુલ 5 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ કમાલ કરી ચૂક્યા છે, જેમાં ભારતના યુવરાજ સિંહનું નામ પણ સામેલ છે. યુવરાજ સિંહ જેવો જ કમાલ વધુ એક ભારતીય ખેલાડીએ કરીને બતાવ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

ક્રિકેટ મેચની એક ઓવરમાં એક બોલર 6 બોલ ફેંકી શકે છે અને જ્યારે આ 6 બોલમાં તમામ બોલ પર વિકેટ મળે અથવા બાઉન્ડ્રી આવે તો એ મોટો રેકોર્ડ બની જાય છે. 6 બોલમાં 6 વિકેટ લેવાનું તો હજી સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શક્ય બન્યું નથી, પરંતુ 6 બોલમાં 6 બાઉન્ડ્રી બેટ્સમેન ફટકારી ચૂક્યા છે. તેમાં પણ 6 ફોર (ચોગ્ગા) અનેક બેટ્સમેનોએ ફટકાર્યા છે, પરંતુ 6 સિક્સર ખૂબ જ ઓછા ખેલાડીએ ફટકારી છે. આ કમાલ યુવરાજ સિંહે કર્યો હતો, અને હવે ફરી એકવાર વધુ એક ભારતીય ખેલાડીએ આ કમાલ કર્યો છે.
6 બોલમાં 6 સિક્સરનો રેકોર્ડ
6 બોલમાં 6 સિક્સર ફટકારનાર આ ખેલાડીનું નામ છે અભિષેક કુમાર દલહોર. જે કરણ અંબાલાના નામથી પણ ક્રિકેટ જગતમાં પ્રખ્યાત છે. આ ખેલાડીએ 6 બોલમાં 6 સિક્સર ફટકારી કમાલ કર્યો હતો. જો કે તેનો આ રેકોર્ડ કોઈ ક્રિકેટ રેકોર્ડમાં ગણવામાં નહીં આવે.
ટેનિસ બોલ ક્રિકેટમાં કર્યો કમાલ
તમને જણાવી દઈએ કે અભિષેક કુમાર દલહોરે જે ટુર્નામેન્ટમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી તે એક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ હતી. આ ટુર્નામેન્ટનું નામ ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) છે, જેમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમવામાં આવે છે. જ્યારે ઈન્ટરનેશનલ અને લિસ્ટ A ક્રિકેટ સીઝન બોલથી રમવામાં આવે છે અને ટેનિસ બોલ ક્રિકેટનો રેકોર્ડ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ગણવામાં આવતો નથી, જેથી કરણ અંબાલાનો આ 6 બોલમાં 6 સિક્સરનો રેકોર્ડ પણ કોઈ ક્રિકેટ રેકોર્ડમાં ગણાશે નહીં. પરંતુ ટેનિસ બોલ ક્રિકેટમાં કરણ અંબાલાનો આ રેકોર્ડ હંમેશા ટેનિસ બોલ ક્રિકેટ ફેન્સ યાદ રાખશે.
સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં અભિષેક કુમાર દલહોરે 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. જે બાદ કરણ અંબાલા (અભિષેક કુમાર)નો 6 સિક્સર ફટકારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ટેનિસ ક્રિકેટ રમતા અને પસંદ કરતા ફેન્સે અભિષેક કુમારના 6 સિક્સર જોય મજેદાર કોમેન્ટ્સ કરી હતી અને શુભકામના પાઠવી હતી.
સચિન તેંડુલકર પણ લીગ સાથે જોડાયા
ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની બે સિઝન યોજાઈ ચૂકી છે અને ત્રીજી સિઝનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. આ લીગની પહેલી બે સિઝન ખૂબ જ સફળ રહી છે અને ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. આ લીગ સાથે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ જોડાયેલા છે. એવામાં આ ટેનિસ બોલ ક્રિકેટ લીગ ચોક્કસથી વધુ સફળતા હાંસલ કરશે.