IND vs NZ: હર્ષલ પટેલ થી પ્રભાવિત થયો આ ન્યુઝીલેન્ડનો દિગ્ગજ, કહ્યુ બુમરાહ સાથે મળીને ડેથ ઓવરમાં ખતરનાક જોડી બની શકે છે

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ઈજાગ્રસ્ત થયો હતો, જે બાદ ટીમ ઈન્ડિયાએ હર્ષલ પટેલ (Harshal Patel) ને ડેબ્યૂ કરવાની તક આપી છે.

IND vs NZ: હર્ષલ પટેલ થી પ્રભાવિત થયો આ ન્યુઝીલેન્ડનો દિગ્ગજ, કહ્યુ બુમરાહ સાથે મળીને ડેથ ઓવરમાં ખતરનાક જોડી બની શકે છે
Harshal Patel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 1:55 PM

ટીમ ઈન્ડિયા (Team India) હવે ટી-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ (New Zealnd) સામે T20 શ્રેણીમાં મળેલી હારનો બદલો લઈ રહી છે. ટીમ ઈન્ડિયા ત્રણ મેચની T20I શ્રેણીમાં 2-0થી આગળ છે. જયપુરમાં પાંચ વિકેટની જીત બાદ ટીમ ઈન્ડિયાએ શુક્રવારે રાંચીમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. રાંચીમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો બનેલો ફાસ્ટ બોલર હર્ષલ પટેલ (Harshal Patel) પોતાની ડેબ્યૂ મેચમાં જ મેન ઓફ ધ મેચ બન્યો હતો.

IPLના સ્ટાર ફાસ્ટ બોલર હર્ષલ પટેલે શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર ડેબ્યૂ કર્યું હતું. પટેલના બોલ સામે કિવિ બેટ્સમેનોનો પરસેવો છૂટી ગયો હતો. પટેલે તેની ચાર ઓવરના સ્પેલમાં 25 રન આપીને બે વિકેટ લીધી અને મેન ઓફ ધ મેચ બન્યો. હર્ષલ પટેલે ઓપનિંગ બેટ્સમેન ડેરીલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સની મહત્વની વિકેટો લીધી હતી, જેથી કિવી ટીમ માત્ર 152 રન જ બનાવી શકી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હર્ષલ પટેલનો પ્રશંસક વેટોરી બન્યો

ન્યુઝીલેન્ડના દિગ્ગજ ડેનિયલ વેટોરી હર્ષલની બોલિંગથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. વેટ્ટોરીએ કહ્યું કે હર્ષલ પટેલ ડેથ ઓવરમાં ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો છે. મીડિયા અહેવાલમાં વેટ્ટોરીએ કહ્યું, ‘T20 ક્રિકેટમાં છેલ્લી ઓવર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો હર્ષલ પટેલ પાસે જસપ્રીત બુમરાહની ક્ષમતા છે, તો તે T20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે સંપૂર્ણપણે નવી શૈલી લાવશે.

ડેનિયલ વેટોરીએ વધુમાં કહ્યું, ‘તમારી પ્રથમ 6 ઓવર વધુ આક્રમક હોઈ શકે છે, તમે શરૂઆતમાં નિષ્ણાતને રાખી શકો છો. કારણ કે તમે જાણો છો કે બાકીની ઓવરો છેલ્લી ઓવરોમાં શુ કરવુ જોઈએ. દરેક છેલ્લી ઓવરોમાં સારી બોલિંગ કરી શકતા નથી અને જો ભારત પાસે બુમરાહ અને હર્ષલ પટેલ હોય તો આ ટીમ ઘણી ખતરનાક બની જશે.

હર્ષલ પટેલ ડેબ્યૂથી ખુશ

તેણે મેચ બાદ કહ્યું, ‘મને ખબર હતી કે હું ટોપ લેવલ પર રમી શકીશ. હું ટોપ લેવલ પર બેટ અને બોલ બંને સાથે સારો દેખાવ કરી શકું છું. હું મારી ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા સખત મહેનત કરી રહ્યો હતો. મેં એક ક્ષણ માટે પણ વિચાર્યું ન હતું કે હું ભારતીય ટીમમાં પદાર્પણ કરી શકીશ નહીં. તેણે કહ્યું, ‘ફાસ્ટ બોલરને સ્પીડની જરૂર હોય છે પરંતુ મને લાગ્યું કે હું 135 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપથી બોલિંગ કરી શકતો નથી. સખત પ્રયાસ કર્યા પછી, 140 પરંતુ તેનાથી વધુ નહીં. પછી મેં અન્ય વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને મારુ કૌશલ્ય સુધાર્યુ.

આ પણ વાંચોઃ Ban vs Pak: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની T20 સિરીઝમાં પોલંપોલ, પાકિસ્તાની બોલરોની ઝડપ જોઇ ચાહકો લોટપોટ થઇ ગયા

આ પણ વાંચોઃ IND VS NZ: હર્ષલ પટેલે કહ્યુ, હું ટૅલેન્ટેડ નથી, આ સ્ફોટક ખેલાડીએ બદલી નાંખ્યુ પોતાનુ જીવન

g clip-path="url(#clip0_868_265)">