AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harry Brooke: જેને ઈંગ્લેન્ડે વર્લ્ડકપ ટીમમાંથી હટાવ્યો, તેણે ફટકારી સૌથી ઝડપી સદી, જુઓ Video

24 વર્ષીય બેટ્સમેને પ્રથમ 24 બોલમાં સદી ફટકારી હતી. ત્યારબાદ આગામી 17 બોલમાં સદી પૂરી કરી હતી. ટીમના દાવના અંતમાં 10 બોલ બાકી હતા ત્યારે તે 76 રન પર રમી રહ્યો હતો. પરંતુ, તે પછી તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને સૌથી ઝડપી સદી ફરકારી હતી.

Harry Brooke: જેને ઈંગ્લેન્ડે વર્લ્ડકપ ટીમમાંથી હટાવ્યો, તેણે ફટકારી સૌથી ઝડપી સદી, જુઓ Video
Harry Brooke
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 9:11 AM
Share

થોડા દિવસ પહેલા ઈંગ્લેન્ડ દ્વારા જેને વર્લ્ડ કપ (World Cup 2023) માટેની ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો એ હેરી બ્રુકે પોતાની પ્રતિભાનો પરિચય કરાવતા સૌથી ઝડપી સદી ફટકારી હાહાકાર મચાવ્યો હતો, સાથે જ ઈંગ્લેન્ડ (England) ક્રિકેટને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. બેન સ્ટોક્સને નિવૃત્તિ બાદ વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન આપવા માટે હેરી બ્રૂકને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તે સમયે ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ તેને ઈંગ્લેન્ડનો ખોટો નિર્ણય ગણાવ્યો હતો અને હવે તેની ચોંકાવનારી ઈનિંગ્સથી હેરી બ્રુકે (Harry Brooke) ઈંગ્લેન્ડને પણ પોતાની ભૂલનો અહેસાસ કરાવ્યો હશે.

ધ હન્ડ્રેડમાં ફટકારી સૌથી ફાસ્ટેસ્ટ સદી

જો કે, તમને જણાવી દઈએ કે હેરી બ્રુકે માત્ર 41 બોલમાં ‘ધ હન્ડ્રેડ’ની સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ મેચ નોર્ધન સુપરચાર્જર્સ અને વેલ્સ ફાયર વચ્ચે હતી. બ્રુક મેચમાં નોર્ધન સુપરચાર્જર્સનો ભાગ હતો, જેણે પ્રથમ બેટિંગ કરી હતી. નોર્ધન સુપરચાર્જર્સની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ 5મા નંબરે ઉતરીને હેરી બ્રુકે ધમાકેદાર ઇનિંગ રમી હતી.

7 છગ્ગા, 11 ચોગ્ગા, 42 બોલ, 105* રન

બ્રુકે 42 બોલનો સામનો કર્યો અને મેચમાં અણનમ 105 રન બનાવ્યા. તેણે 41 બોલમાં સિક્સર વડે પોતાની સદી પૂરી કરી હતી. તેની ઇનિંગમાં કુલ 7 છગ્ગા અને 11 ચોગ્ગા સામેલ હતા. 55 મિનિટ સુધી ચાલેલી ઇનિંગ્સ દરમિયાન બ્રુકે 24 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. એટલે કે 50 રનમાંથી 100 રન સુધી પહોંચવા માટે તેણે માત્ર 17 વધુ બોલ રમ્યા.

બ્રુકે છેલ્લા 10 બોલમાં હંગામો મચાવ્યો

ખાસ વાત એ છે કે નોર્ધન સુપરચાર્જર્સની ઇનિંગમાં જ્યારે અંતિમ 10 બોલ બાકી હતા ત્યારે હેરી બ્રુક 76 રન બનાવીને રમી રહ્યો હતો. પરંતુ, છેલ્લા 10 બોલમાં, તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા અને તેની સદી પૂરી કરી. બ્રુકની આ તોફાની ઇનિંગનું પરિણામ એ આવ્યું કે એક સમયે માત્ર 28 રનમાં 4 વિકેટ ગુમાવનાર નોર્ધન સુપરચાર્જર્સની ટીમ 7 વિકેટે 158 રન જ બનાવી શકી હતી.

આ પણ વાંચો : Heath Streak Death: ઝિમ્બાબ્વના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું 49 વર્ષની વયે અવસાન, કેન્સર સામેની લડાઈ હારી ગયા

બ્રુકની તોફાની સદી વ્યર્થ ગઈ

જો કે હેરી બ્રુક દ્વારા સર્જાયેલું તોફાન તેની ટીમ માટે કામ ન કરી શક્યું. તે નિરર્થક ગયું કારણ કે વેલ્સ ફાયરના બેટ્સમેનોએ 10 બોલ બાકી રહેતા લક્ષ્યનો પીછો કર્યો અને મેચ 8 વિકેટે જીતી લીધી. બ્રુકની સદી અને વેલ્સ ફાયરની જીત સાથે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાંથી નોર્ધન સુપરચાર્જર્સ ટીમ બહાર થઈ ગઈ. આ મેચના પરિણામની અસર વધુ બે ટીમો પર પડી હતી. વેલ્સ ફાયરની જીત ટ્રેન્ટ રોકેટ્સ અને લંડન સ્પિરિટ માટે પણ ખરાબ સમાચાર લઈને આવી હતી.આ બંને ટીમો પણ નોર્ધન સુપરચાર્જર્સની જેમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">