હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં આવતા પહેલા રણજી ટ્રોફી રમશે, સૌરવ ગાંગુલીએ આપી માહિતી

હાર્દિક પંડ્યા ભારતીય ટીમ માટે ઘણો જરુરી ખેલાડી છે. તે ફિનિશરની ભુમિકાની સાથે ફાસ્ટ બોલર છે. જે વન-ડેમાં પુરી 10 ઓવર કરવાની ક્ષમતા ધરાવે છે.

હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં આવતા પહેલા રણજી ટ્રોફી રમશે, સૌરવ ગાંગુલીએ આપી માહિતી
Sourav Ganguly and Hardik Pandya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 6:46 PM

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઘણા સમયથી બોલિંગ નથી કરી રહ્યો. આ કારણથી તે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માં તેની જગ્યા ખતરામાં છે. તે અંતિમ વાર નવેમ્બર 2021માં ટીમ ઇન્ડિયા તરફથી રમ્યો હતો. હાલમાં શરૂ થનાર ભારત અને વેસ્ટ ઇન્ડિઝની સીરિઝમાં હાર્દિક પંડ્યાની પસંદગી થઇ નથી. લાગે છે કે આઈપીએલ 2022 (IPL 2022) થી જ વાપસી કરશે.

આ વચ્ચે બીસીસીઆઈ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ હાર્દિક પંડ્યાને લઇને પ્રતિક્રિયા આપી હતી. સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) પીટીઆઈને જણાવ્યું હતું કે હાર્દિકને સંપુર્ણ રીતે રિકવર થવા માટે આરામ આપવામાં આવ્યો છે. સૌરવ ગાંગુલીએ આ સાથે સંકેત આપ્યો છે કે હાર્દિક પંડ્યા રણજી ટ્રોફીમાં રમતો જોવા મળી શકે છે.

હાર્દિક પંડ્યા 2019 વર્લ્ડ કપ બાદથી સંપૂર્ણ રીતે ફિટ નથી. તેની પીઠની સર્જરી થઇ હતી. આ સર્જરી બાદ તે બોલિંગથી દુર રહ્યો છે. આઈપીએલ 2021માં પણ તેણે બોલિંગ કરી ન હતી. ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે તે ટી20 વર્લ્ડ કપમાં બોલિંગ કરશે. ત્યાર પણ તે થોડીકજ ઓવર ફેકી શક્યો હતો. ત્યાર બાદ તે ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. હાર્દિક તરફથી પણ કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય સુધી તેને ટીમ ઇન્ડિયા માટે સિલેક્ટ કરવામાં ન આવે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

હાર્કિદની ફિટનેસ માટે શું કહ્યું ગાંગુલીએ

ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સમાચાર એજન્સી પીટીઆઈને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે આશા છે કે હાર્દિક પંડ્યા બોલિંગ કરશે. તેણે કહ્યું કે, “હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત હતો અને તેને સંપુર્ણ રીતે સાજા થવા માટે આરામ આપવામાં આવ્યો હતો. જેથી ટીમ ઇન્ડિયા માટે તે લાંબા સમય સુધી સેવા આપી શકે. મારૂ માનવું છે કે હું તેને રણજી ટ્રોફીમાં રમતો જોવા માંગુ છું. મને આશા છે કે તે જલ્દી બોલિંગ કરશે અને તેનું શરીર મજબુત બનશે.”

IPL 2022 માં અમદાવાદ ટીમનો સુકાની છે હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા આઈપીએલ 2022 માં અમદાવાદ ટીમમાં સુકાની તરીકે જોવા મળશે. આ નવી ટીમે હાર્કિદ પંડ્યાને સુકાની બનાવ્યો છે. ગાંગુલીનું માનવું છે કે આ મારફતે ખેલાડી પોતાનું ફોર્મ અને ફિટનેસ સાબિત કરશે. સૌરવ ગાંગુલીએ કહ્યું, “હવે તો તે આઈપીએલમાં અમદાવાદ ટીમનો સુકાની છે અને આ ટુર્નામેન્ટમાં સિલેક્ટર્સ તેનું ફોર્મ અને ફિટનેસ પણ જોશે. તે પ્રમાણે જ તેને લઇને નિર્ણય લેવામાં આવશે.”

હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં ન હોવાથી પ્લેઇંગ ઇલેવન પર ઘણી અસર પડી હતી. ફિનિશરની ભુમિકા નિભાવે છે. તો સાથે જ પાંચમાં બોલર તરીકે ટીમ ઇન્ડિયાનો મહત્વનો ભાગ હોય છે. 2016માં ડેબ્યુ કર્યા બાદ તે આજ ભુમિકામાં જોવા મળ્યો છે.

આ પણ વાંચો : IPL 2022 Mega Auction: એ ભારતીય ક્રિકેટરો કે જેમણે સૌથી વધારે બેઝ પ્રાઇઝ રાખી છે, જુઓ પુરુ લીસ્ટ

આ પણ વાંચો : સમર અને વિન્ટર ગેમ્સ હોસ્ટ કરનાર બેઇજિંગ વિશ્વનું પહેલું શહેર બન્યું

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">