IPL માં હાર્દિક પંડ્યા નંબર-1! ગુજ્જુ ખેલાડીની આગેવાનીમાં મેદાનમાં ઉતરતા જ ગુજરાતની જીતની સંભાવના વધી જાય છે
IPL Captaincy Record: હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકેની ડેબ્યૂ સિઝનમાં ગુજરાતને ચેમ્પિયન બનાવ્યુ હતુ, વર્તમાન સિઝનમાં પોતાની આગેવાનીમાં 6 મેચ રમતા 5 મેચમાં જીત નોંધાવી છે. ગુજરાત ટાઈટન્સ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

IPL 2023 ની અડધી સફર પુર્ણ થઈ ગઈ છે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટાઈટન્સ ટીમે મંગળવારે શાનદાર જીત મેળવી હતી. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થઈ હતી. ગુજરાતે 55 રનથી મુંબઈ સામે જીત મેળવી હતી. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાતની ટીમે ડેબ્યૂ સિઝનમાં ચેમ્પિયન બની હતી અને વર્તમાન સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. ટીમ 7 મેચ રમીને 5 મેચ જીતી ચુકી છે. પોઈન્ટ્સ ટેબલમાં બીજુ સ્થાન ધરાવે છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની વાહ વાહી થઈ રહી છે અને હવે જીતની ટકાવરી મુજબ હાર્દિક સૌથી ઉપરના સ્થાને છે.
હાર્દિક પંડ્યા ભારતીય ટી20 ટીમની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય મેચમાં સંભાળી રહ્યો છે. જેમાં ભારતને સતત જીત અપાવવામાં સફળ રહેલો હાર્દિક હવે કેપ્ટનશિપને લઈ પ્રભાવિત કરવા લાગ્યો છે. IPL 2023 માં 7માંથી 6 મેચમાં હાર્દિકે કેપ્ટનશિપ નિભાવી છે, જેમાંથી 5 મેચમાં ગુજરાતે જીત મેળવી છે.
નંબર 1 કેપ્ટન હાર્દિક, ધોની બીજા સ્થાને
વિનિંગ પર્સેન્ટની રીતે જોવામાં આવે તો, ગુજરાત ટીમનો કેપ્ટન હાર્દિક સૌથી આગળ છે. તેની જીતની ટકાવારી સૌથી ઉંચી છે. ધોની તેના પછીના સ્થાને છે, જ્યારે આઈપીએલનો સૌથી વધારે વખત ચેમ્પિયન બનનારો કેપ્ટન રોહિત શર્મા આ યાદીમાં 8મા ક્રમે છે. હાર્દિક પંડ્યા આઈપીએલમાં કેપ્ટનશિપ સંભાળતા માત્ર 5 જ મેચમાં હાર સહન કરી છે. આમ હાર્દિક પંડ્યા ટીમ લઈને મેદાને ઉતરે એટલે મોટે ભાગે જીતની સંભાવના વધારે ધરાવે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ વર્તમાન સિઝનમાં સારો દેખાવ કરી રહ્યુ છે. સિઝનમાં ચેન્નાઈ હાલમાં નંબર 1 ના સ્થાને છે. ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈની ટીમ 7માંથી 5 મેચ સિઝનમાં જીતી ચુકી છે. ધોનીનો વિનિંગ પર્સેન્ટ જોવામાં આવે તો આ યાદીમાં બીજા સ્થાને છે.
| IPL માં વિનિંગ પર્સેન્ટ મુજબ સફળ ટોપ-10 કેપ્ટન | |||||
| ક્રમ | કેપ્ટન | મેચ | જીત | હાર | ટકાવારી |
| 1 | હાર્દિક પંડ્યા | 21 | 21 | 16 | 76.19% |
| 2 | એમએસ ધોની | 217 | 217 | 128 | 58.99% |
| 3 | સચિન તેંડુલકર | 51 | 51 | 30 | 58.82% |
| 4 | સ્ટીવ સ્મિથ | 43 | 43 | 25 | 58.14% |
| 5 | અનિલ કુંબલે | 26 | 15 | 11 | 57.69% |
| 6 | રીષભ પંત | 30 | 17 | 13 | 56.67% |
| 7 | શેન વોર્ન | 55 | 31 | 24 | 56.36% |
| 8 | રોહિત શર્મા | 149 | 83 | 65 | 56.08% |
| 9 | ગૌતમ ગંભીર | 129 | 71 | 58 | 55.04% |
| 10 | વિરેન્દ્ર સહેવાગ | 53 | 29 | 24 | 54.72% |
આ પણ વાંચોઃ IPL 2023 Playoff Scenario: 7 મેચ સમાપ્ત, 7 મેચ બાકી, જાણો કેવો છે પ્લેઓફનો માર્ગ, ચેન્નાઈ અને ગુજરાત સૌથી ઉપર
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…