નતાશા સાથે અલગ થયા બાદ હાર્દિક પંડ્યા પહેલીવાર પુત્ર અગસ્ત્યને મળ્યો, વીડિયો સામે આવ્યો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડરે નતાશા સાથે છૂટાછેડા લીધા બાદ પહેલી વખત આ કામ કર્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો પણ હાર્દિકના આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નતાશા સાથે અલગ થયા બાદ હાર્દિક પંડ્યા પહેલીવાર પુત્ર અગસ્ત્યને મળ્યો, વીડિયો સામે આવ્યો
| Updated on: Sep 22, 2024 | 1:46 PM

ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર છે અને રેડ બોલ ક્રિકેટ માટે તૈયારી કરી રહ્યો છે. બાંગ્લાદેશ સાથે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની પહેલી મેચ માટે પંડ્યાની ભારતીય ટીમમાં પસંદગી થઈ ન હતી.નતાશાથી અલગ થયા બાદ હાર્દિક પંડ્યા પહેલી વખત આ કામ કરતા જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો પર ચાહકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અલગ થયા બાદ પહેલી વખત દિકરાને મળ્યો હાર્દિક

હાર્દિક પંડ્યા અને નતાશાએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. 4 વર્ષ બાદ બંન્ને છુટાછેડા લઈ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બંન્ને એક દિકરાના માતા-પિતા પણ છે.અલગ થયા બાદ નતાશા દિકરા અગસ્તયને લઈ પોતાના દેશ સર્બિયા ચાલી ગઈ હતી પરંતુ થોડા દિવસ પહેલા જ નતાશા મુંબઈ પરત ફરી છે. તેની સાથે દિકરો અગસ્તય પણ આવ્યો છે. જેને થોડા દિવસો પહેલા હાર્દિક પંડ્યાના ઘરે જોવા મળ્યો હતો પરંતુ તે વખતે તે દિકરાને મળી શક્યો ન હતો. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક અને નતાશા અલગ થયા બાદ દિકરો અગસત્યની પહેલી મુલાકાત જોવા મળી હતી.

 

 

હાર્દિક હાલમાં ટીમ ઈન્ડિયાથી બહાર

જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા દિકરા અગસ્તયની સાથે ખુબ ખુશ જોવા મળી રહ્યો છે. હાર્દિક દિકરાને લઈ ગાડી તરફ જઈ રહ્યો છે. હાર્દિકના આ વીડિયો પર ચાહકો રિએક્શન પણ આપી રહ્યા છે.હાર્દિક હાલમાં ટીમ ઈન્ડિયાથી બહાર છે. છેલ્લી વખત હાર્દિક પંડ્યા શ્રીલંકાના પ્રવાસ પર રમતો જોવા મળ્યો હતો. આ પ્રવાસ પર પંડ્યા માત્ર ટી20 સીરિઝ રમતો જોવા મળ્યો હતો. હવે પંડ્યા રેડ બોલ ક્રિકેટમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે.

Published On - 1:44 pm, Sun, 22 September 24