જ્યારે સૌરવ ગાંગુલી બેટ લઈ હરભજન સિંહની પાછળ બેટ લઈ દોડ્યા, જાણો એવું તો શું થયું?

ભારતીય ક્રિકેટ ટીમનો એ ગોલ્ડન સમય જ્યારે સચિન, ગાંગુલી, દ્રવિડ, લક્ષ્મણ, કુંબલેની સાથે સેહવાગ, યુવરાજ, કૈફ, હરભજન અને ઝહીર ખાન ટીમ ઈન્ડિયામાં સામેલ હતા. તે સમયે સિનિયર ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓના કેટલાક મજેદાર કિસ્સાઓ વિશે સાંભળ્યું હતું. આવો જ એક મજેદાર કિસ્સો હરભજ સિંહે એક શોમાં શેર કર્યો હતો.

જ્યારે સૌરવ ગાંગુલી બેટ લઈ હરભજન સિંહની પાછળ બેટ લઈ દોડ્યા, જાણો એવું તો શું થયું?
Sourav Ganguly & Harbhajan Singh (1)
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 11:52 PM

એ સમય એવો હતો જ્યારે ટીમમાં મસ્તી, મોજ, જુસ્સા અને જુનુનથી ભરપૂર યુવા સ્ટાર ખેલાડીઓની સાથે અનુભવ અને દમદાર રેકોર્ડ ધરાવતા દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં સાથે હતા. એવામાં ચોક્કસથી જ યુવા અને અનુભવી ખેલાડીઓ વચ્ચે મજેદાર કિસ્સાઓ બનવા સ્વાભાવિક હતા. એવા જ એક કિસ્સાની વાત ભારતના પૂર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહે બધાને જણાવી હતી.

સૌરવ ગાંગુલીએ એવી હરકત કરી કે બધા ચોંકી ગયા

આ કિસ્સો સાંભળતી વખતે જેટલી હસી ત્યાં હાજર ફેન્સના ચેહરા પર હતી તેટલી જ મસ્તી અને હસી આ કિસ્સો જણાવતી વખતે હરભજન સિંહના ચહેરા પર હતી, કારણકે આ કિસ્સો જ એટલો મજેદાર અને ફની હતો. જેમાં હરભજન, ઝહીર અને યુવરાજથી કંટાડીને કેપ્ટન સૌરવ ગાંગુલીએ એવી હરકત કરી હતી જેની કોઈને અપેક્ષા ન હતી.

ગાંગુલી હરભજન-યુવરાજ-ઝહીરની હરકતથી હતા નારાજ!

હરભજન સિંહે જણાવ્યું કે, આ કિસ્સો 2003ની આસપાસનો હતો. ત્યારે હરભજન સિંહ, યુવરાજ સિંહ, ઝહીર ખાન ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યા હતા અને સ્ટાર પ્લેયર બનવા તરફ આગળ વધી રહ્યા હતા. એ સમયે સૌરવ ગાંગુલી ટીમના કેપ્ટન હતા અને આ યુવા ખેલાડીઓની કેટલીક હરકતોથી ગાંગુલી નારાજ હતા. જે અંગે તેમણે એક વાર મીડિયામાં કોઈક સ્ટેટમેન્ટ આપ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

ત્રણેય ખેલાડીઓએ સૌરવ ગાંગુલી સાથે કરી બબાલ

હરભજન સિંહે જણાવ્યું કે, અમને ત્રણેયને એ વાત ખબર પડી કે દાદાએ મીડિયામાં એ સ્ટેટમેન્ટ આપ્યું કે હરભજન, ઝહીર અને યુવરાજનું ગેમ (ક્રિકેટ) પર ફોકસ નથી. ત્રણેય પાર્ટીઓ કરે છે અને અલગ-અલગ છોકરીઓ સાથે ફરે છે. આ વાત સાંભળી હરભજન સિંહે બીજા દિવસે એક પ્લાન બનાવ્યો અને મેદાનમાં પહોંચતા જ બબાલ કરી.

સૌરવ ગાંગુલીને એપ્રિલ ફૂલ બનાવ્યા

હરભજન-યુવરાજ-ઝહીર ત્રણેય ખેલાડીઓએ દાદાને કહ્યું કે આવું તમે કેમ સ્ટેટમેન્ટ આપ્યું. અમે પ્રેક્ટિસ નહીં કરીએ, અમે મેચમાં નહીં રમીએ. જે બાદ સૌરવ ગાંગુલીને ગુસ્સો આવ્યો અને તેમણે કેપ્ટન્સી છોડવાની વાત કહી અને નારાજ થઈ ગયા. જે બાદ હરભજન સિંહે તેમને રોક્યા અને કહ્યું કે આજે પહેલી એપ્રિલ છે અને અમે તમને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા છીએ.

દાદા બેટ લઈ હરભજન પાછળ દોડ્યા

આ વાત સાંભળ્યા બાદ કેપ્ટન સૌરવ ગાંગુલીને ફરી ગુસ્સો આવ્યો અને તેઓ હરભજન સિંહની પાછળ બેટ લઈને મેદાનમાં દોડવા લાગ્યા. આ જોઈ બધા હેરાન થઈ ગયા. કોઈને દાદા પાસેથી આવી હરકતની અપેક્ષા ન હતી. જોકે ત્યારબાદ બધુ રમૂજી અંદાજમાં શાંત થઈ ગયું. કેપ્ટન ગાંગુલી અને યુવા હરભજન વચ્ચેનો આ કિસ્સો ખૂબ જ મજેદાર હતો, જેનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની અમિત શાહ સાથે મુલાકાત, BCCI સેક્રેટરી જય શાહ પણ હાજર રહ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
g clip-path="url(#clip0_868_265)">