આ ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ કપમાં ચીટિંગ કરી ! હરભજને ક્રિકેટનું ‘કાળું’ સત્ય કહ્યું, જુઓ વીડિયો
ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહ તેના નિવેદન માટે જાણીતો છે. એક શો દરમિયાન તેણે યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફની ઉંમર અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેણે સ્માઈલ સાથે ક્રિકેટના કાળા સત્યનો પર્દાફાશ કર્યો હતો.

વિશ્વ ક્રિકેટમાં ચાહકોના મનમાં ખેલાડીઓની ઉંમર અંગે ઘણીવાર પ્રશ્નો હોય છે. ઘણા ખેલાડીઓ પર તેમની ઉંમર સાથે છેડછાડ કરવાનો આરોપ લાગ્યો છે. ચાહકો માને છે કે વધુ ક્રિકેટ રમવાને કારણે ખેલાડીઓ પોતાની ઉંમર ઓછી જાહેર કરે છે. ભારતમાં પણ ખેલાડીઓની ઉંમર અંગે ઘણી ચર્ચાઓ થઈ છે.
હરભજન સિંહે કર્યો ખુલાસો
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે ભારતીય ખેલાડીઓની ઉંમરને લઈ ખુલાસો કર્યો હતો. તેણે સ્માઈલ સાથે ક્રિકેટના કાળા સત્યનો પર્દાફાશ કર્યો હતો. હરભજને સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ, વીરેન્દ્ર સેહવાગ અને મોહમ્મદ કૈફની સામે યુવરાજ સિંહની ઉંમર અંગે મોટો ખુલાસો કર્યો હતો.
દિગ્ગજ ખેલાડીઓની ઉંમર પર કરી ટિપ્પણી
હરભજન સિંહ, વીરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ અને મોહમ્મદ કૈફ એક શો દરમિયાન ક્રિકેટ વિશે ઘણી વાતો કરતા જોવા મળ્યા. પછી ‘ભજ્જી’ હસતા હસતા ખેલાડીઓની ઉંમર વિશે વાત કરી. ત્યારબાદ તેણે યુવરાજ સિંહ અને કૈફની ઉંમર અંગે સવાલ ઉઠાવ્યા હતા. હરભજને દિગ્ગજ ખેલાડીઓ સામે એક મોટો ખુલાસો કર્યો હતો.
View this post on Instagram
હરભજને યુવરાજની ઉંમર પર સવાલ ઉઠાવ્યા
હરભજનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, ‘કૈફ અને યુવી (મોહમ્મદ કૈફ અને હરભજન સિંહ) એ ખૂબ ક્રિકેટ રમ્યું છે. તે સમયે યુવી મારાથી નાનો હતો. મારી ઉંમર અંડર 19 માં વધી ગઈ. અમે હમણાં જ યુવીનો 40મો જન્મદિવસ ઉજવ્યો. અને તે મારા કરતા મોટો થઈ ગયો. હું તેના કરતા નાનો થઈ ગયો. મને એ સમજાયું નહીં. આટલું કહેતા ભજ્જીના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. બધા ખેલાડીઓ પણ જોરથી હસવા લાગ્યા.
હરભજને કૈફને પણ છોડ્યો નહીં
હરભજન સિંહે આગળ કહ્યું, ‘પહેલાં તેણે પોતાની ઉંમર પ્રમાણે બધી રવિવારની રજાઓ કાઢી લીધી હતી. હવે તેણે તે જાહેરાત કરી છે અને મારા કરતા મોટો થઈ ગયો છે. મેં કહ્યું દોસ્ત, હવે તું મારાથી મોટો કેવી રીતે થઈ ગયો? તેની ઉંમર પાછળની તરફ ખસે છે. વીરુ (વીરેન્દ્ર સેહવાગ) અને મારી ઉંમર વધી ગઈ, પણ યુવી અને કૈફે અંડર 19 વર્લ્ડ કપમાં રમવાનું ચાલુ રાખ્યું.
આ પણ વાંચો: IND vs ENG : આ ઈંગ્લિશ સ્પિનર સામે કોહલીએ ફરી શરણાગતિ સ્વીકારી, 11મી વખત થયો આઉટ
