IPL 2023: 31 માર્ચે ગુજરાત ટાઇટન્સ v/s ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે IPLની ટક્કર, જુઓ પ્રોમો Video
આઈપીએલ શરુ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હવે આઈપીએલની શરુઆતની મેચનો પ્રોમો સામે આવ્યો છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.
IPL 2023 શરૂ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. તમને જણાવી દઈએ કે, આ વખતે ભારતમાં આ ટૂર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે. પરંતુ આ બધાની વચ્ચે સ્ટાર સ્પોર્ટ્સે આ મેચનો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા જોવા મળી રહ્યા છે.
ચેન્નાઈનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જોવા મળ્યો
રવિવારે સ્ટાર સ્પોર્ટ્સે તેના ટ્વિટર પર IPL 2023ની પ્રથમ મેચ એટલે કે ગુજરાત vs CSK મેચ માટે પ્રોમો રિલીઝ કર્યો હતો. આ વીડિયોમાં ગુજરાતનો કેપ્ટન હાર્દિક અને ચેન્નાઈનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જોવા મળ્યો હતો. આ દરમિયાન હાર્દિક વીડિયોમાં કહેતો જોવા મળે છે કે અમારી ટીમ પહેલીવાર જીતી છે જ્યારે જાડેજા કહી રહ્યો છે કે ચેન્નાઈ ચાર વખત આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે. હવે આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
☝️taraf hai @hardikpandya7 ke champions, doosri taraf @imjadeja ke 4x winners. Dono ne ki hai taiyyari! Watch #TATAIPL2023 ka opening match – Gujarat Titans vs Chennai Super Kings, 31st March LIVE on the Star Sports Network#IPLonStar #ShorOn #GameOn #BetterTogether pic.twitter.com/DflZnriWYS
— Star Sports (@StarSportsIndia) March 19, 2023
શું કિંગ કોહલી ફિલ્મી દુનિયામાં પગ મુકવા જઈ રહ્યો છે
આ પહેલા સ્ટાર સ્પોર્ટ્સે પોતાના ટ્વિટર પર વિરાટ કોહલીનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ફેન્સની વચ્ચે જોવા મળી રહ્યો છે અને એક્ટિંગ પણ કરી રહ્યો છે. હવે આ પ્રોમો જોયા પછી ચાહકો એ વિચારી રહ્યા છે કે શું કિંગ કોહલી ફિલ્મી દુનિયામાં પગ મુકવા જઈ રહ્યો છે અને તેની ફિલ્મ ક્યારે રિલીઝ થશે. વીડિયોમાં કેમેરામેન પણ કોહલીને શૂટ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કોહલીનો આ પ્રોમો કોઈ ફિલ્મ માટે રિલીઝ થયો છે કે નહીં. તમને જણાવી દઈએ કે આ પ્રોમોની શરૂઆત, “જોર લગા શોર મચા હાથ હિલા કે લે તુ મજા.”
ગુજ્જુ ક્રિકેટર હાર્દિક પંડયા ફરી એકવાર ગુજરાત ટાઈન્ટસના કેપ્ટન રહેશે. તેના નેતૃત્વમાં આ ટીમે પોતાની પ્રથમ સિઝનમાં જ ટાઈટલ જીત્યું હતું. તો પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળશે. તેણે આઈપીએલની લગભગ દરેક સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કર્યું છે.