રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા એ કર્યો ખુલાશો, PM મોદીએ કહ્યુ હતુ-ક્યારેય આવી ફિલ્ડીંગ નહીં કરી હોય

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Avnish Goswami

Updated on: Dec 09, 2022 | 10:02 AM

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજાએ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં મોટા માર્જીનથી જીત હાંસલ કરી છે. આ જીત બાદ તેઓએ ખુલાસો કર્યો હતો કે ચુંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પતિને શુ કહ્યુ હતુ.

રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા એ કર્યો ખુલાશો, PM મોદીએ કહ્યુ હતુ-ક્યારેય આવી ફિલ્ડીંગ નહીં કરી હોય
રિવાબાએ જામનગરથી મોટી લીડથી જીત મેળવી હતી

જામનગરથી ચુંટણીમાં ઝંપલાવનાર રિવાબા જાડેજાએ શાનદાર જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાના પત્નિએ રાજકારણમાં સફળતાપૂર્વક ડેબ્યૂ કર્યુ છે. તેઓએ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં 53 હજારથી વધુ મતોની જંગી લીડથી જીત મેળવી છે. જીત બાદ રિવાબા જાડેજાએ પોતાના નિવેદન દરમિયાન પતિ રવિન્દ્ર જાડેજા માટે ખૂબ આભાર માન્યો હતો અને પ્રેમ પણ દર્શાવ્યો હતો. તેઓએ સમાચાર એજન્સીના એક અહેવાલમાં પતિ જાડેજાના વખાણ કરવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચુંટણી પહેલા તેમની મુલાકાત દરમિયાન શુ કહ્યુ હતુ એ વાત પણ કહી હતી.

જંગી લીડથી જીત બાદ રિવાબાએ પોતાના વિજય માટેનો શ્રેય રવિન્દ્ર જાડેજાને પણ આપ્યો હતો. રિવાબાએ કહ્યુ હતુ કે, ચુંટણી માટેના કેમ્પેઈનમાં તેમના પતિએ સતત સપોર્ટ કર્યો હતો. તેઓ હંમેશા પોતાની સાથે ઉભા રહ્યા અને મને પ્રેરણા આપી એ મારા માટે ખૂબ મોટી વાત હોવાનુ કહ્યુ હતુ.

PM મોદીએ ઉત્સાહ વધાર્યો

રિવાબાએ વધુમાં કહ્યું કે આ તેમના માટે પ્રથમ વખતનો અનુભવ હતો અને જ્યારે પીએમ મોદી આવ્યા ત્યારે તેમણે હળવાશમાં કહ્યું કે રવિન્દ્ર, તમે આ પહેલા ક્યારેય આ રીતે મેદાનમાં ઉતર્યા નથી. તે મારા માટે જે કંઈ કરી શકતો હતો તે તેણે કર્યો.

રવિન્દ્ર જાડેજાએ પણ પ્રચારમાં દમ લગાવ્યો

પત્નિ રિવાબાના ચૂંટણી પ્રચાર માટે રવિન્દ્ર જાડેજા પણ ખૂબ દમ લગાવતો જોવા મળ્યો હતો. રિવાબા જાડેજા વર્ષ 2019માં ભાજપમાં જોડાયા હતા અને ત્યાર બાદથી તેમની ચૂંટણી લડવાની અટકળો ચાલી રહી હતી. આ દરમિયાન તેઓને વિધાનસભાની સામાન્ય ચુંટણી 2022 માં ભાજપે મોકો આપ્યો હતો. જેમાં તેઓ જંગી લીડથી જીત મેળવી હતી. આ માટે વિજય માટે ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજાએ પ્રચાર કાર્યમાં આગળ આવીને દમ લગાવ્યો હતો. તે પ્રચાર રેલીઓમાં અને રોડ શોમાં પણ જોવા મળ્યો હતો. જામનગરમાં ચુંટણી પ્રચાર દરમિયાન તે લોકો અને યુવાનો માટે યુવાનોનુ આકર્ષણ રહ્યો હતો.

એશિયા કપ 2022 દરમિયાન રવિન્દ્ર જાડેજાને ઈજા થવાને લઈ તે ટૂર્નામેન્ટથી બહાર થયો હતો અને ટી20 વિશ્વકપનો હિસ્સો પણ થઈ શક્યો નહોતો. હવે રવિન્દ્ર જાડેજા નવા વર્ષમાં ફરીથી મેદાન પર જોવા મળે એવી આશા છે. આગામી વર્ષની શરુઆતે ભારતીય ટીમ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી રમશે. હાલમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસે છે, જ્યાં 3 વન ડે મેચની શ્રેણી રમી રહ્યુ છે. બાદમાં બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati