GT vs CSK Playing XI IPL 2023: ગુજરાત ટાઈટન્સે જીત્યો ટોસ, ચેન્નાઈ પહેલા બેટિંગ કરશે, જુઓ પ્લેઈંગ 11

Gujarat Titans Vs Chennai Super Kings: ટોસ સાથે જ IPL 2023 ની શરુઆત થઈ ચુકી છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે.

GT vs CSK Playing XI IPL 2023: ગુજરાત ટાઈટન્સે જીત્યો ટોસ, ચેન્નાઈ પહેલા બેટિંગ  કરશે, જુઓ પ્લેઈંગ 11
GT vs CSK Playing XI IPL 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 8:24 PM

IPL 2023 ની શરુઆત થઈ ચુકી છે. વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગનો પ્રારંભ ટોસ સાથે થયો છે. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સના સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ બેટિંગ કરશે. હાર્દિકે પ્રથમ બોલિંગ કરીને રન ચેઝ કરવાની રણનિતી અપનાવી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ રહેલી ઓપનિંગ મેચ દરમિયાન દર્શકોના ગજબના ઉત્સાહ વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટીમના હોમગ્રાઉન્ડ પર ટોસ જીત્યો હતો અને તેણે ધોનીને પ્રથમ બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. ટોસ બાદ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાના નિયમની શરુઆત થઈ છે. જે મુજબ બંને ટીમોએ ટોસ બાદ પોતાની ઈલેવન જાહેર કરી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ચેન્નાઈની ટીમમાં બે ખેલાડીઓનુ ડેબ્યૂ

ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે બે ખેલાડીઓને ડેબ્યૂ કર્યુ છે. ચન્નાઈના ઝડપી બોલર દીપક ચાહર સંપૂર્ણ ફિટ થવા સાથે પરત ફર્યો છે એ રાહતની વાત છેય ઈજાને લઈ તે ગત સિઝનમાં ટૂર્નામેન્ટથી બહાર રહ્યો હતો. બેન સ્ટોક્સે ચેન્નાઈ માટે ડેબ્યૂ કર્યુ છે. આ સાથે જ ગત સિઝનમાં બેંચ પર બેસીને સમય પસાર કરનારા રાજ્યવર્ધન હંગરેકરને અંતિમ ઈલેવનમાં ધોનીએ સ્થાન આપ્યુ છે. હંગરેકર અંડર 19 વિશ્વકર 2022માં ભારતનો ચેમ્પિયન ટીમનો હિસ્સો હતો.

ગુજરાતે જીત્યો ટોસ

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

GT અને CSK  ની Playing Xi

ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ ઈલેવન: રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), શુભમન ગિલ, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા(કેપ્ટન), વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ.

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન-વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મિશેલ સેન્ટનર, દીપક ચહર, રાજવર્ધન હંગરગેકર

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">