GT vs CSK IPL 2023 : શું IPLની પ્રથમ મેચની મજા બગાડશે વરસાદ ! જુઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો Weather Report
Gujarat Titans Vs Chennai Super Kings IPL 2023 Pitch and Weather Report in Gujarati: IPL 2023 ની પ્રથમ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

IPL 2023 ની પ્રથમ મેચ આજે એટલે કે 31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ પહેલા ક્રિકેટ પ્રેમીઓના દિલના ધબકારા વધી ગયા છે કારણ કે તેઓ વરસાદના કારણે તેમના દિલ તૂટવાનો ડર છે. ગુરુવારે રાત્રે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના પછી ચાહકોને ડર લાગવા લાગ્યો છે કે શું આ કાળા વાદળો મેચના દિવસે પણ તેમની મજા બગાડી શકે છે? આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે વેધર રિપોર્ટ લઈને આવ્યા છીએ.
મેચ દરમિયાન વરસાદ કે વાદળ છવાયેલા રહેશે નહીં
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના લેટેસ્ટ વેધર અપડેટ મુજબ આજે વરસાદની કોઈ શક્યતા નથી અને તાપમાન 23 થી 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. ભારતીય સમય અનુસાર, આ મેચ સવારે 7.30 વાગ્યે શરૂ થશે અને આ સમયે તાપમાન 26-27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે, જ્યારે ભેજ લગભગ 36 ટકા રહેશે. મેચ દરમિયાન વરસાદ કે વાદળ છવાયેલા રહેશે નહીં. આવી સ્થિતિમાં બંને ટીમ ફેન્સનું ભરપૂર મનોરંજન કરતી જોવા મળશે.
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી આ મેચ પહેલા 6 વાગે ઓપનિંગ સેરેમની થશે જેમાં ઓછામાં ઓછા 1 લાખ ફેન્સ હાજરી આપશે.
Lights 💡 Camera 📸 Action 🔜⏳@tamannaahspeaks & @iamRashmika are geared up for an exhilarating opening ceremony of #TATAIPL 2023 at the Narendra Modi Stadium 🏟️🎇 pic.twitter.com/wAiTBUqjG0
— IndianPremierLeague (@IPL) March 30, 2023
IPL 2023ની ઓપનિંગ સેરેમની સાંજે 6 વાગ્યે શરૂ થશે
IPL 2023 ની શરૂઆતની મેચમાં, MS ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ ધૂમ મચાવવા માટે તૈયાર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે સાંજે 7.30 કલાકે બંને ટીમો આમને-સામને થશે. ટોસ 7 વાગે થશે, પરંતુ તે પહેલા અભિનેત્રી રશ્મિકા મંદન્ના, ગાયક અરિજિત સિંહ લગભગ 45 મિનિટ સુધી ધમાલ મચાવશે. IPLની ઓપનિંગ સેરેમની સાંજે 6 વાગ્યાની આસપાસ શરૂ થશે.IPLએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તમન્ના ડાન્સ ગ્રુપ સાથે પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…