IPL 2023 : અમદાવાદમાં વરસાદ વચ્ચે Chennai Super Kingsની ટીમે ગરમા ગરમ વણેલા ગાંઠીયા, મરચા જલેબી ખાઈ વરસાદની મજા માણી, જુઓ Video
Gujarat Titans Vs Chennai Super Kings IPL 2023 Pitch and Weather Report:IPL 2023ની ઓપનિંગ મેચ શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે, પરંતુ આ મેચ પહેલા બંને ટીમનો જે વીડિયો સામે આવ્યો છે તેણે દરેકનું ટેન્શન વધારી દીધું છે.

IPL 2023 ની શરૂઆતની મેચ માટે દરેક લોકો તૈયાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમે કમર કસી હોવાથી ચાહકોનો ઉત્સાહ પણ વધી ગયો છે, પરંતુ છેલ્લા દિવસે બંને ટીમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેણે ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા. આ વીડિયો બાદ હવે દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું ઓપનિંગ મેચ ખતરામાં છે.
ગુજરાત અને ચેન્નાઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ખેલાડીઓ પોતાનો બધો સામાન પેક કરીને દોડતા જોવા મળ્યા હતા. કેન વિલિયમસનને પીઠ પર 4 બેટ લટકાવીને દીપક ચહર ઝડપથી ડ્રેસિંગ રૂમ તરફ દોડ્યો.
Choosing the right rain snack ✅#WhenInGujarat #WhistlePodu 🦁💛 pic.twitter.com/FyskXh1URj
— Chennai Super Kings (@ChennaiIPL) March 30, 2023
પ્રેક્ટિસ વિલન બની
ખેલાડીઓ વરસાદથી ભાગી રહ્યા હતા. અમદાવાદમાં ગુરુવારના દિવસે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ખેલાડીઓને મેદાન છોડીને ભાગવાની ફરજ પડી હતી. બંને ટીમોની પ્રેક્ટિસમાં વરસાદ વિલન બન્યો હતો. હવે ઓપનિગ મેચમાં પણ વિલન બનશે કે પછી નહિ તે સૌ કોઈ વિચારી રહ્યા છે.
Who are you when it rains, #TitansFAM? ⚡️🥲☔️⛈️#AavaDe | #TATAIPL2023 pic.twitter.com/X8AXZvaKV0
— Gujarat Titans (@gujarat_titans) March 30, 2023
આકાશ સાફ રહેશે
Accuweather અનુસાર, મેચના સમયે એટલે કે શુક્રવારે સાંજે આકાશ સાફ રહેશે. વાવાઝોડાની પણ કોઈ આગાહી નથી. તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. તમામ ખેલાડીઓ વરસાદથી બચતા જોવા મળ્યા હતા, તો ગુજરાતના કોચ આશિષ નેહરા પણ તેની મજા લેતા જોવા મળ્યા હતા. ચેન્નાઈની ટીમે ડ્રેસિંગ રૂમમાં ગરમાગરમ જલેબી ખાઈને વરસાદની મજા માણી હતી.ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023 ની પ્રથમ મેચ રમાનારી છે
મીડિયા રિપોર્ટસ મુજબ ધોનીને ઘૂંટણની ઈજા પહોંચી છે. જેને લઈ તે પ્રેક્ટિસ મેચમાં પરેશાન જોવા મળી રહ્યો હતો. આમ તે પ્રથમ મેચ માટે સંપૂર્ણ ફિટ હોવુ મુશ્કેલ લાગી રહ્યુ છે. આમ તો 4 વર્ષના મહેન્દ્રસિંહ ધોની ફિટ ખેલાડી તરીકે જોવામાં આવે છે. તેની ફિટનેસને લઈ તે સતત ચર્ચામાં રહે છે. જોકે આ વખતે ફિટનેસને લઈ સિઝનની શરુઆતે પરેશાન નજર આવી રહ્યો છે.