Glenn Maxwell એ વિની રમન સાથે કર્યા લગ્ન, RCB એ નવદંપતિને પાઠવી શુભેચ્છા
મેક્સવેલ (Glenn Maxwell) અને વિની (Vini Raman) બંને લાંબા સમય સુધી સાથે હતા. બંનેએ બે વર્ષ પહેલા 14 માર્ચ 2020ના રોજ સગાઈ કરી હતી.
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) તેની ભારતીય મૂળની ગર્લફ્રેન્ડ વિની રમન (Vini Raman) સાથે લગ્ન કર્યા છે. બંનેએ 18 માર્ચે લગ્ન કર્યા હતા. મેક્સવેલ અને વિન્ની બંને લાંબા સમય સુધી સાથે હતા. બંનેએ બે વર્ષ પહેલા 14 માર્ચ 2020 ના રોજ સગાઈ કરી હતી. પરંતુ, કોરોનાને કારણે, તેઓએ તેમના લગ્ન માટે લાંબો સમય રાહ જોવી પડી. લગ્ન અંગેનો ખુલાસો વિની રમનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી થયો છે. તે જ સમયે, IPL ફ્રેન્ચાઇઝી RCB એ પણ આ નવવિવાહિત દંપતિને અભિનંદન પાઠવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેક્સવેલ અને વિન્ની અગાઉ 27 માર્ચે લગ્ન કરવાના હતા.
વિની રમન દક્ષિણ ભારતના તમિલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. વિની ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ફાર્માસિસ્ટ છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમનો મહત્વનો સભ્ય હોવાની સાથે મેક્સવેલ હવે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો મુખ્ય ખેલાડી પણ છે. તે IPL 2022માં RCB તરફથી રમતા જોવા મળશે.
વિની રામને પહેલી તસવીર શેર કરી છે
વિની રમને પોતે ગ્લેન મેક્સવેલ સાથેના લગ્નની માહિતી પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા શેર કરી હતી. લગ્ન પછીની પોતાની અને મેક્સવેલની પહેલી તસ્વીર શેર કરતાં તેણે લખ્યું- ‘મિસ્ટર એન્ડ મિસિસ મેક્સવેલ.’
View this post on Instagram
RCBએ મેક્સવેલને તેના લગ્ન બદલ અભિનંદન પાઠવ્યા છે
ગ્લેન મેક્સવેલની IPL ફ્રેન્ચાઇઝી RCBએ આ નવા પતિ-પત્નીને જીવનની નવી ઇનિંગ માટે અભિનંદન પાઠવ્યા છે.
The RCB family is incredibly happy for @vini_raman and @Gmaxi_32 on the beginning of this new chapter in their lives. 🥳🤩
Wishing you both all the happiness and peace, Maxi! ❤️🙌🏻 pic.twitter.com/RxUimi3MeX
— Royal Challengers Bangalore (@RCBTweets) March 19, 2022
ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. પરંતુ, ગ્લેન મેક્સવેલ તે ઐતિહાસિક પ્રવાસનો ભાગ નથી. લગ્નના કારણે તેણે તે પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. અહેવાલ છે કે તે IPLના પહેલા સપ્તાહમાં પણ રમતો જોવા નહીં મળે. RCBને IPL 2022માં તેની પ્રથમ મેચ 27 માર્ચે પંજાબ કિંગ્સ સામે રમવાની છે.
મેક્સવેલે થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કેપ્ટનશિપનો બોજ હટ્યા બાદ વિરાટ કોહલી હવે પહેલા કરતા વધુ મુક્ત રીતે રમતા જોવા મળશે. અને આ સમાચાર વિરોધી ટીમો માટે ખતરાની ઘંટડીથી ઓછા નથી.