સચિન અને વિરાટ કોહલી સાથેની તુલના પર Shubman Gill કરી મોટી વાત , જુઓ Video
શુભમન ગીલે આ વર્ષે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. વનડેમાં બેવડી સદી, T20માં સદી ફટકાર્યા બાદ તેણે IPL 2023માં પણ 3 સદી ફટકારી છે. આ પ્રદર્શનથી તેની સરખામણી વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે થવા લાગી છે.
શુભમન ગિલ માટે આ વર્ષ અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ગિલનું બેટ ટેસ્ટ, ODI અને T20 એમ ત્રણેય ફોર્મેટમાં શાનદાર ચાલ્યું છે. IPL 2023માં ગિલે ધૂમ મચાવી હતી. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 3 સદી ફટકારી છે. વિરાટ કોહલી એકમાત્ર એવો ભારતીય બેટ્સમેન છે જેણે IPLની એક સિઝનમાં 4 સદી ફટકારી છે. ગિલ IPL 2023ની ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે વિરાટનો મુકાબલો કરી શકે છે. ઓડીઆઈમાં બેવડી સદી ફટકારવા ઉપરાંત, ગિલે ટી20માં તેની પ્રથમ સદી પણ ફટકારી હતી.
યુવા ખેલાડીઓને પ્રેરણા આપી
આ શાનદાર પ્રદર્શનથી, શુભમન ગિલની સરખામણી વિરાટ કોહલી અને ભૂતપૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકર સાથે કરવામાં આવે છે. તેને ભારતીય ક્રિકેટનો અલગ સ્ટાર માનવામાં આવે છે. પરંતુ, શુભમન ગિલ એવું માનતા નથી. તેમના મતે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓએ જે રીતે યુવા ખેલાડીઓને પ્રેરણા આપી છે તે દરેક બાબતથી પરે છે.
#WATCH | “…The generation that all of these people – Sachin sir (Tendulkar) sir, Virat (Kohli) bhai, Rohit Sharma – have inspired is beyond. Had we not won the ’83 World Cup, had there been a Sachin Tendulkar? No. Had we not won the 2011 World Cup, would I be as inspired?… pic.twitter.com/tY1L8eJxAD
— ANI (@ANI) May 29, 2023
આ પણ વાંચો : IPL Final 2023: ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ, ટ્રોફી માટે તિરુપતિ મંદિરમાં રાખી ખાસ પુજા, જુઓ Video
સચિન-વિરાટનું યોગદાન શાનદાર : ગિલ
શુભમન ગિલે સચિન, વિરાટ સાથેની તુલના સ્પાઈડરમેન ફિલ્મ સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં કરી હતી. આ તમામ લોકો સચિન સર, વિરાટ કોહલી, રોહિત શર્માએ યુવાનોને પ્રેરિત કર્યા છે. તેની વર્ણવી શકાતું નથી. જો આપણે 1983ના વર્લ્ડકપ જીત્યો ન હોત તો દુનિયાને સચિન તેડુલકર ન મળતા તેમજ જો આપણે 2011નો વન ડે વર્લ્ડ કપ જીત્યો ન હતો તો આપણે વધુ પ્રેરિત થઈ શક્યા ન હોત,
સચિન તેડુલકરે પણ આઈપીએલ 2023ના બીજા ક્વોલિફાયરમાં રેકોર્ડબ્રેક સદી ફટકાર્યા બાદ શુભમન ગિલના વખાણ કર્યા હતા. સચિને શુભમન ગિલના વખાણ કરી મોટું ટ્વિટ કર્યું હતુ, તેમણે લખ્યું કે, શુભમન ગિલ આ સીઝનમાં પ્રદર્શન એવું રહ્યું જેને ભુલી શકાતું નથી. ગિલની 2 સદીનો સારો પ્રભાવ પડ્યો છે.