GG vs UPW Live Score, WPL 2023 Highlights: રોમાંચક મેચમાં ગુજરાતનો યુપી વોરિયર્સ સામે પરાજય, હેરિસની જબરદસ્ત રમત
Gujarat Giants vs UP Warriorz Live Score in Gujarati Highlights: ગુજરાત ટીમ ટૂર્નામેન્ટમાં બીજી મેચ રમી રહ્યુ છે. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે શનિવારે હાર મળી હતી.

WPL 2023 માં આજે ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ટક્કર થઈ રહી છે. ટૂર્નામેન્ટની ત્રીજી અને રવિવારે ડબલ હેડર દિવસની મેચ મેચ રમાઈ રહી છે. બેથ મૂની ઈજાને લઈ બહાર થઈ છે અને સ્નેહ રાણાએ ટીમનુ સુકાન સંભાળ્યુ છે. ગુજરાત જાયન્ટ્સ ટીમે શનિવારે પોતાની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી હતી. જે મેચમાં ગુજરાતનો પરાજય થયો થયો હતો.
ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ ની પ્લેઈંગ ઈલેવન
ગુજરાત જાયન્ટ્સઃ સ્નેહ રાણા (કેપ્ટન), સોફી ડંકલે, સુષ્મા વર્મા, એસ.મેઘના, ડી હેમલતા, હરલીન દેઓલ, તનુજા કંવર, કિમ ગાર્થ, એનાબેલ સધરલેન્ડ, માનસી જોશી, એશ્લે ગાર્ડનર.
યુપી વોરિયર્સઃ એલિસા હીલી (કેપ્ટન), શ્વેતા સેહરાવત, તાલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, સિમરન શેખ, કિરણ નવગીરે, દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટન, અંજલિ સરવાણી, રાજેશ્વર ગાયકવાડ
LIVE Cricket Score & Updates
-
GG vs UPW WPL Match: ગુજરાત સામે યુપીને વિજય
ગ્રેસ હેરિસે અંતમાં વિજયી છગ્ગો જમાવ્યો હતો અને આ સાથે જ યુપીએ 3 વિકેટે જીત મેળવી હતી. એક સમયે મેચમાં લક્ષ્યથી ખૂબ દૂર થઈ ગઈ હતી. પરંતુ ગજબની લડાયક રમતે ટીમને જીત અપાવી હતી.
-
GG vs UPW WPL Match: હેરિસે છગ્ગો જમાવ્યો
એક તરફી બનેલી મેચ અંતમાં પાસુ પલટ્યુ હતુ. ગ્રેસ હેરિસની આક્રમક રમતે મેચને દિલધડક રોમાંચક બનાવી દીધી હતી. અંતિમ ઓવરમાં યુપીને જીત માટે 19 રનની જરુર હતી.
-
-
GG vs UPW WPL Match: સોફીએ છગ્ગો જમાવ્યો
19મી ઓવરના ત્રીજા બોલ સોફી એકલેસ્ટેને છગ્ગો જમાવ્યો હતો. આ સાથે જ મેચનો રોમાંચ જબરદસ્ત દિલધડક બન્યો હતો.
-
GG vs UPW WPL Match: હેરિસનો આક્રમક અંદાજ, 4 ચોગ્ગા ફટકાર્યા
18મી ઓવર ગુજરાત માટે ખૂબ જ ખરાબ રહી હતી. ઓવરમાં ચાર ચોગ્ગા કિમ ગાર્થે ગુમાવ્યા હતા. પહેલો ચોગ્ગો એકલેસ્ટેને જમાવ્યા બાદ હેરિસે સળંગ ત્રણ ચોગ્ગો જમાવ્યા હતા. એક સમયે હેરિસના આક્રમક અંદાજથી મેચમાં ફરી યુપી પરત ફર્યાની સ્થિતી સર્જાઈ હતી.
-
GG vs UPW WPL Match: હેરિસે છગ્ગો ફટકાર્યો
17મી ઓવર લઈને આવેલ તનુજા કંવરના બોલ પર ગ્રાસ હેરિસે છગ્ગો જમાવ્યો હતો. ફુલ ટોસ બોલ પર મીડ વિકેટ પર આ સિક્સર ફટકારી હતી.
-
-
GG vs UPW WPL Match: દેવિકા વૈદ્ય આઉટ
16મી ઓવરમાં સધરલેન્ડે વિકેટ ઝડપી હતી. તેમે દેવિકા વૈદ્યને હેમલત્તાના હાથમાં કેચ ઝડપાવી પરત મોકલી હતી. દેવિકાએ 4 રન નોંધાવ્યા હતા.
-
GG vs UPW WPL Match: ગ્રેસે ચોગ્ગો જમાવ્યો
15મી ઓવર લઈને આવેલી એશ્લે ગાર્ડનર પર ગ્રેસ હેરિસે ચોગ્ગો જમાવ્યો હતો. યુપી વોરિયર્સના હાથમાંથી મેચ હવે સરકી ચુકી છે, જોકે આમ છતાં લડત દર્શાવવાનો પ્રયાસ જારી છે.
-
GG vs UPW WPL Match: સિમરન શેખ આઉટ
કિમ ગાર્થે ઈનીંગમાં તેની પાંચમી વિકેટ ઝડપી છે. 13મી ઓવરમાં તેણે બે શિકાર ઝડપ્યો હતા. પહેલા કિરણ બાદ આગળના બોલ પર સિમરન શેખને આઉટ કરી હતી. સિમરનને ક્લીન બોલ્ડ કરીને શૂન્ય રને પરત મોકલી હતી. ઓવરે ગુજરાતને મોટી રાહત કરી દીધી હતી.
-
GG vs UPW WPL Match: કિરણ નવગીરે આઉટ
કિમ ગાર્થે કમાલની બોલિંગ કરી દેખાડી છે. 13મી ઓવર લઈને આવતા કિરણ નવગીરેની વિકેટ ઝડપીને મોટી રાહત અપાવી છે. કિરણે 53 રન નોંધાવી ટીમને મેચમાં બનાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો.
-
GG vs UPW WPL Match: દીપ્તી શર્મા આઉટ
માનસી જોષીએ ગુજરાતની વિકેટની શોધને સંતોષી છે. દીપ્તી શર્મા અને કિરણની પાર્ટનરશિપ સતત આગળ વધી રહી હતી. જે ગુજરાત માટે ચિંતાજનક સ્થિતી હતી. જોકે માનસીએ 12મી ઓવરના અંતિમ ઓવરમાં દીપ્તીને ક્લીન બોલ્ડ કરીને ભાગીદારીને તોડી દીધી હતી. દીપ્તી 11 રન નોંધાવી પરત ફરી હતી.
-
GG vs UPW Live Score: કિરણે અડધી સદી પૂરી કરી
કિરણ નવગીરે લડાયક ઈનીંગ રમી છે. તેણે એકલા હાથે રમત રમી ને ટીમને મેચમાં બનાવી રાખવા માટે પ્રયાસ કર્યો હતો. તેને દીપ્તીએ સારો સાથ પૂરાવ્યો હતો. કિરણની અડધી સદીને ટીમના અન્ય સભ્યો ડગ આઉટમાં ઉભા થઈને સન્માન આપ્યુ હતુ. કિરણે મુશ્કેલ સમયમાં પોતાની ટીમને ઉપયોગી રમત દર્શાવી હતી.
-
GG vs UPW Live Score: કીપરની ભૂલે ચાર રન ગુમાવ્યા
સ્નેહ રાણા 11મી ઓવર લઈને આવી હતી. આ ઓવરના પ્રથમ બોલ પર વિકેટકીપરની ભૂલને લઈ ચાર રન ગુજરાતે ગુમાવ્યા હતા. કીપર બોલને રોકવામાં નિષ્ફળ રહેતા સીધો જ બાઉન્ડરીને પાર પહોંચ્યો હતો. આમ બાયમાં 4 રન ગુમાવ્યા હતા.
-
GG vs UPW Live Score: કિરણે છગ્ગો ફટકાર્યો
ઈનીંગમાં કિરણનો બીજો છગ્ગો 9મી ઓવરમાં જોવા મળ્યો હતો. તેણે આ વખતે લોંગઓન પર છગ્ગો ફટકાર્યો હતો. ગુજરાતની કેપ્ટન સ્નેહ રાણા 9મી ઓવર લઈને આવી હતી જેની પર કિરણે બેટ ખોલતા છગ્ગો જમાવ્યો.
-
GG vs UPW WPL Match: કિરણને બાઉન્ડરી મળી
7મી ઓવરના પાંચમાં બોલ પર કિરણ ને બાઉન્ડરી મળી હતી, બેટની કિનારી લઈને બોલ સિધો જ પાછળની તરફ ગયો હતો. જોકે કિપરે ડાઈવ લગાવવા છતાં તે કેચના રુપમાં ઝડપાઈ શકી નહોતી, પરંતુ 4 રન મળ્યા હતા. ઓવરમાં 9 રન યુપીને મળ્યા હતા.
-
GG vs UPW WPL Match: કિરણે છગ્ગો જમાવ્યો
પાવર પ્લેની અંતિમ ઓવરમાં કિરણ નવગીરે છગ્ગો જમાવ્યો છે. છઠ્ઠી ઓવર લઈને તનુજા કંવર આવી હતી. ઓવરના પાંચમા બોલ પર મીડ વિકેટ પર તેણે આ વિશાળ છગ્ગો ફટકાર્યો હતો.
-
GG vs UPW WPL Match: કીમનો કમાલ, ઓવરમાં 3 શિકાર
કમાલની ઓવર રહી કિમ ગાર્થે ત્રીજી ઓવરમાં 3 વિકેટ ઝડપી છે. ઓવરના પ્રથમ બોલ પર હીલી અને પાંચમાં બોલ પર શ્વેતાની વિકેટ ઝડપ્યા બાદ તાહિલા મેકગ્રાથની વિકેટ ઝડપી છે. મેકગ્રાથ શૂન્ય રને પરત ફરી હતી.
-
GG vs UPW WPL Match: કીમનો ઓવરમાં બીજો શિકાર
ત્રીજી ઓવરમાં ગુજરાતને બીજી સફળતા મળી છે. કીમે ઓવરના પ્રથમ બોલ પર વિકેટ ઝડપ્યા બાદ પાંચમાં બોલ પર વધુ એક શિકાર ઝડપ્યો હતો. આ વખતે શ્વેતા સેહરાવતની વિકેટ ઝડપી હતી. તે 5 રન નોંધાવીને પરત ફરી હતી.
-
GG vs UPW WPL Match: કિરણની બાઉન્ડરી
ત્રીજી ઓવરના ચોથા બોલ પર કિરણ નવગીરે એકસ્ટ્રા કવર પર ચાર રન મેળવ્યા હતા. કીમ ત્રીજી ઓવર લઈને આવી હતી. અને તેણે ઓવરના પ્રથમ બોલ પર વિકેટની સફળતા અપાવી હતી.
-
GG vs UPW WPL Match: ગુજરાતને પ્રથમ સફળતા, એલિસા આઉટ
એલિસા હીલી પરત ફરી છે. ગુજરાતને પ્રથમ સફળતા કીમ ગ્રાથે અપાવી છે. ત્રીજી ઓવર લઈને આવેલી કીમે પ્રથમ બોલ પર જ પોતાના જ હાથમાં કેચ ઝડપ્યો હતો.
-
GG vs UPW WPL Match: શ્વેતાએ બાઉન્ડરી જમાવી
બીજી ઓવર લઈને તનુજા કંવર આવી હતી. આ ઓવરમાં શ્વેતા સેહરાવતે ચોગ્ગો જમાવ્યો હતો. બેકવર્ડ સ્ક્વેર પર બોલને મોકલીને ચાર રન મેળવ્યા હતા.
-
GG vs UPW WPL Match: યુપીની બેટિંગ શરુ
એલિસા સેહરાવત અને એલિસા હીલીએ રમતની શરુઆત કરી છે. કીમ ગ્રાથ પ્રથમ ઓવર ગુજરાત તરફથી લઈને આવી છે. હીલીએ પ્રથમ ઓવરમાં જ ચાર રન મેળવ્યા છે.
-
GG vs UPW WPL Match: ગુજરાતે 170 રનનુ રાખ્યુ લક્ષ્ય
ગુજરાત જાયન્ટ્સની સુકાન સંભાળી રહેલ સ્નેહ રાણાએ ટોસ જીતીને રાણાએ પ્રથમ બેટિંગ પસંગ કરી હતી. ગુજરાતે 6 ગુમાવીને 169 રનનુ લક્ષ્ય નોંધાવ્યુ હતુ.
-
GG vs UPW WPL Match: હરલીન દેઓલે ગુમાવી વિકેટ
હરલીન દેઓલ શાનદાર રમત રમી રહી હતી. તેને અંજલીએ પોતાની જાળમાં ફસાવતા વિકેટ ઝડપી હતી. હરલીન 46 રન નોંધાવીને પરત ફરી હતી.
-
GG vs UPW WPL Match: હરલીને 4 ચોગ્ગા જમાવ્યા
17મી ઓવર લઈને દેવિકા વૈદ્ય આવી હતી. જેના શરુઆતના તમામ ચાર બોલ પર ચાર ચોગ્ગા હરલીન દેઓલે જમાવ્યા હતા. શાનદાર ચાર ચોગ્ગા વડે ગુજરાત માટે સારી ઓવર રહી હતી.
-
GG vs UPW WPL Match: ગાર્ડનરે ગુમાવી વિકેટ
ગુજરાત જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. એશ્લે ગાર્ડનરની વિકેટ ગુમાવી છે. હરલીન દેઓલ અને ગાર્ડનર વચ્ચે સારી ભાગીદારી રમત થઈ રહી હતી, ત્યારે જ ગાર્ડનર સ્ટંપીગ આઉટ થઈને પરત ફરી હતી. તેણે 25 રન નોંધાવ્યા હતા.
-
GG vs UPW WPL Match: હરલીનની બાઉન્ડરી
15 મી ઓવર લઈને અંજલી સરવાની આવી હતી. આ ઓવરના ત્રીજા બોલ પર હરલીન દેઓલે શાનદાર ચોગ્ગો ફ્લીક કરીને ડીપ મીડ વિકેટ પર મેળવ્યો હતો.
-
GG vs UPW Live Score: ગાર્ડનરે જમાવ્યો છગ્ગો
એશ્લે ગાર્ડનરે શાનદાર છગ્ગો લોંગ ઓન પર જમાવ્યો છે. 14 ઓવર લઈને આવેલી એકલસ્ટોનના બોલ પર તેણે સિક્સ મેળવી હતી.
-
GG vs UPW Live Score: સુષ્મા વર્માએ ગુમાવી વિકેટ
મોટો શોટ રમવાના પ્રયાસમાં સુષ્માએ વિકેટ ગુમાવી છે. તેણે તાહિલા મેકગ્રાના બોલ પર વિશાળ શોટનો પ્રયાસ કર્યો હતો. જોકે તેનો બોલ વધારે ઉંચો આકાશમાં ચઢ્યો હતો અને નિચે શ્વેતા સેહરાવતે કેચ ઝડપ્યો હતો.
-
GG vs UPW WPL Match: સુષ્મા વર્માએ ચોગ્ગો ફટકાર્યો
11મી ઓવર લઈને તાહિલા મેકગ્રા આવી હતી. ઓવરના બીજા બોલ પર સુષ્મા વર્માએ ચોગ્ગા ફટકાર્યો હતો. ડીપ મિડ વિકેટ પર બાઉન્ડર જમાવીને તેણે ચાર રન મેળવ્યા હતા.
-
GG vs UPW WPL Match: હરલીનને જમાવી બાઉન્ડરી
10મી ઓવર લઈને રાજેશ્વરી ગાયકવાડ આવી હતી. આ ઓવરના અંતિમ બોલ પર હરલીન દેઓલે ચોગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં ગુજરાતને 9 રન મળ્યા હતા.
-
GG vs UPW WPL Match: હરલીનની બાઉન્ડરી
9મી ઓવર લઈને મેકગ્રા આવી હતી. જેના બોલ પર પર હરલની દેઓલે બાઉન્ડરી જમાવી હતી. ઓવરના પાંચમાં બોલ પર હરલીને ફ્લીક કરતા સ્ક્વેર લેગ તરફ ચાર રન મેળવ્યા હતા.
-
GG vs UPW WPL Match: સધરલેન્ડે ગુમાવી વિકેટ
ત્રીજી વિકેટ ગુજરાત જાયન્ટ્સે ગુમાવી દીધી છે. સોફી એક્લેસ્ટનના બોલ પર મોટો શોટ જમાવવાના ચક્કરમાં તેણે વિકેટ ગુમાવી હતી. બોલ સીધો જ અંજલીના હાથમાં પહોંચ્યો હતો અને તે 8 રન નોંધાવીને પરત ફરી હતી.
-
GG vs UPW WPL Match: સધરલેન્ડે ચોગ્ગો જમાવ્યો
પાવર પ્લેની અંતિમ ઓવરમાં અંજલીના બોલ પર સધરલેન્ડે ચોગ્ગો જમાવ્યો હતો. પગમાં આવેલા બોલને તેણે સ્ક્વેલ લેગ પર ચોગ્ગો જમાવ્યો હતો.
-
GG vs UPW WPL Match: મેઘનાએ ગુમાવી વિકેટ
સોફી એક્લેસ્ટનના બોલ પર મેઘનાએ વિકેટ ગુમાવી છે. તે 24 રન નોંધાવીને પરત ફરી હતી. મેઘનાએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો અને તે સેહરાવતના હાથમાં કેચ આપી બેઠી હતી.
-
GG vs UPW WPL Match: સોફીયાએ ગુમાવી વિકેટ
ગુજરાત ટીમને પ્રથમ ઝટકો ડંકલેના રુપમાં લાગ્યો છે. દીપ્તિએ તેને પોલ્ડ કરીને પરત મોકલી હતી. યોર્કર બોલને સમજવામાં ભૂલ કરતા જ પોતાની વિકેટના દાંડિયા ઉડી ગયા હતા.
સોફીયા – 13 રન, 11 બોલમાં 2×4
-
GG vs UPW WPL Match: ડંકલે અને મેઘનાની બાઉન્ડરી
અંજલી સરવાની બીજી ઓવર લઈને આવી હતી. આ ઓવરમાં પહેલા મેઘના એ એક અને બાદમાં ડંકલેએ 2 બાઉન્ડરી જમાવી હતી. આ ઓવરમાં 17 રન આવ્યા હતા.
-
GG vs UPW WPL Match: સોફી ડંકલે ઓપનર તરીકે મેઘના સાથે
એસ મેઘના અને સોફી ડંકલે ઓપનર તરીકે ક્રિઝ પર પહોંચી હતી. બેથ મૂની ઈજાને લઈ બહાર રહેવા મજબૂર હોઈ ડંકલેને ઓપનર તરીકે ઉતારવામાં આવી છે.
-
GG vs UPW WPL Match: યુપીની પ્લેઈંગ ઈલેવન
યુપી વોરિયર્સઃ એલિસા હીલી (કેપ્ટન), શ્વેતા સેહરાવત, તાલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, સિમરન શેખ, કિરણ નવગીરે, દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટન, અંજલિ સરવાણી, રાજેશ્વર ગાયકવાડ
-
GG vs UPW: ગુજરાતની પ્લેઈંગ ઈલેવન
ગુજરાત જાયન્ટ્સઃ સ્નેહ રાણા (કેપ્ટન), સોફી ડંકલે, સુષ્મા વર્મા, એસ.મેઘના, ડી હેમલતા, હરલીન દેઓલ, તનુજા કંવર, કિમ ગાર્થ, એનાબેલ સધરલેન્ડ, માનસી જોશી, એશ્લે ગાર્ડનર.
-
GG vs UPW Live Score: ગુજરાતની ટીમે ટોસ જીત્યો
ગુજરાત જાયન્ટ્સ ટીમનુ સુકાન બેથ મૂનીની ગેરહાજરીમાં સ્નેહ રાણા સંભાળી રહી છે. યુપી વોરિયર્સ સામે ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ છે.
Published On - Mar 05,2023 7:05 PM