Gautam Gambhir: ગૌતમ ગંભીરના વાયરલ થઇ રહેલા વીડિયોમાં શું છે? WTC Final માં ભારતની હાર બાદ વીડિયો આવ્યો સામે
Team India loss WTC Final: ગૌતમ ગંભીરનો વાયરલ થઇ રહ્યો જૂનો વીડિયો FICCI ના એક કાર્યક્રમ નો છે, જેમાં તે ટીમ ઇન્ડીયાની વાત કરતા દેખાઇ રહ્યા છે. ભારતની ઓસ્ટ્રેલિયા સામે WTC ફાઇનલમાં હાર બાદ આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
New Delhi : ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ માટે રવાના થઇ હતી મોટા સ્વપ્નને સાકાર કરવા પરંતુ ટીમ ખાલી હાથ દેશ પરત ફરશે. ટીમ ઇન્ડિયાને વધુ એક વખત આઇસીસીના ખિતાબથી દુર રહેવુ પડયુ હતુ. WTC ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી માત આપી હતી, જે બાદ ગૌતમ ગંભીરનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ગૌતમ ગંભીરનો વાયરલ થઇ રહેલો જૂનો વીડિયો FICCI ના એક કાર્યક્રમનો છે, જેમાં તે ટીમ ઇન્ડિયાની વાત કરતો દેખાઇ રહ્યો છે. જે કારણથી ટીમ ઇન્ડિયાને WTC Final માં હારનો સામનો કરવો પડયો હતો, તેની વાત ગૌતમએ પહેલા જ કરી દીધી હતી.
ગૌતમ ગંભીરના વાયરલ થઇ રહેલા વીડિયોમાં શું છે ?
ગૌતમ ગંભીર એ જૂના વીડિયોમાં વાત કરતો દેખાઇ રહ્યો છે કે ભારતીય ક્રિકેટ ટીમ કેવી રીતે જીતી શકે છે. ગંભીરએ કહ્યું હતુ કે જો ટીમને જીતવુ હશે તો એક ખેલાડીના ભરોસે રહેવાનું બંદ કરવું પડશે. તમારે સંપૂર્ણ ટીમની હિમ્મત વધારવી પડશે, તેમને સપોર્ટ કરવો પડશે. તે પછી જે જીતની રાહ ટીમ ઇન્ડીયા જોઇ રહી છે તે પૂર્ણ થઇ શકશે.
He already know 💉 pic.twitter.com/f14eaMfiJ9
— farid Khan ki mkc (@ashishayush1177) June 11, 2023
209 રનથી WTC Final માં હારી ટીમ ઇન્ડીયા
જણાવી દઇએ કે WTC Final માં બે-ત્રણ ખેલાડીઓ પર નિર્ભરતા જ ટીમ ઇન્ડિયાના હારનો કારણ બની હતી. ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનમાં એક ટીમ તરીકેનું પરફોર્મન્સ દેખાયુ ન હતુ. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 444 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પણ જવાબમાં ટીમ ઇન્ડીયા 250 રન પણ બનાવી શકી ન હતી. ટીમ 234 રન બનાવીને ઓલઆઉટ થઇ હતી અને મેચ 209 રનથી હારી ગઇ હતી.
આ પણ વાંચો : IND vs AUS: IPLના કારણે WTC Final 2023 હાર્યું ભારત! વાંચો સમગ્ર અહેવાલ
સતત ટીમ ઇન્ડીયા પર બોલતો રહ્યો છે ગૌતમ ગંભીર
ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા ગૌતમ ગંભીરના નિવેદન સતત ચર્ચામાં રહે છે. આ વર્ષની શરૂઆતમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ભારતના સીનિયર ખેલાડીઓ પર સવાલ ઉઠાવ્યા હતા, જેના કારણે વિવાદ સર્જાયો હતો. તેણે કહ્યુ હતુ કે જ્યારે નેશનલ સિલેક્ટર્સ કોઇ ખાસ ખેલાડીથી અલગ જઇ બીજા ખેલાડીને તક આપે છે અથવા પ્રયાસ કરે છે તો વિવાદ સર્જાતો હોય છે. પણ આમાં ખોટુ શું છે. આપણી પાસે ટી20 વિશ્વ કપ 2024 ને લઇને શું ખાસ પ્લાન છે ?