IND vs AUS: IPLના કારણે WTC Final 2023 હાર્યું ભારત! વાંચો સમગ્ર અહેવાલ

India vs Australia, WTC Final 2023: ભારતની હાર બાદ આઈપીએલ પર સવાલો ઉઠી રહ્યા છે. આઈપીએલનો થાક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો.

IND vs AUS: IPLના કારણે WTC Final 2023 હાર્યું ભારત! વાંચો સમગ્ર અહેવાલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 9:59 AM

ઓસ્ટ્રેલિયાએ ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાંખ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હાર આપી છે. ફાઈનલમાં સતત બીજી વખત ભારતને હાર મળી છે. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતને ભારે પડી છે. પછી બેટિંગ હોય બોલિગ હોય કે પછી ફિલ્ડિંગ હોય ભારત ધુંટણીયે બેસી ગયું હતુ. બોલિંગ અને બેટિગ મામલે તો ભારતીય ટીમ પુરી રીતે ધોવાય છે, હાર બાદ ભારતની તૈયારીઓ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આટલું જ નહિ આઈપીએલને લઈને પણ ચર્ચા થઈ રહી છે.

ભારતની હારની સૌથી મોટું કારણ આઈપીએલને ગણવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમના તમામ ખેલાડીઓ ફ્રેશ રીતે મેદાનમાં ઉતર્યા હતા જ્યારે ભારતીય ટીમ 2 મહિના આઈપીએલ રમ્યા બાદ સીધી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમવા ઉતરી હતી. ચેતેશ્વર પુજારાને છોડી ભારતીય સ્ક્વોડના તમામ સભ્ય આઈપીએલ 2023નો ભાગ હતા.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આઈપીએલના કારણે કઈ રીતે ભારત હાર્યું

ભારતની હારનું સૌથી મોટું કારણ ટીમનો થાક છે. પુજારાને છોડી તમામ ખેલાડીઓ 2 મહિના સુધી આઈપીએલમાં વ્યસ્ત રહ્યા હતા. રોહિત શર્મા, વિરાટ કોહલી , શુભમન ગિલ, અજિક્ય રહાણે, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ દરેક આઈપીએલમાં પુરી તાકાત લગાડતા જોવા મળ્યા હતા. આ વચ્ચે કોઈને આરામ કરવાની તક મળી ન હતી અને ટૂર્નામેન્ટ પુર્ણ થતા જ ખેલાડીઓ સીધા લંડન પહોંચ્યા હતા.

જાડેજા, શમી, ગિલ, રહાણે તો આઈપીએલને લઈ લંડન મોડા પહોંચ્યા હતા. જાડેજા અને રહાણે ચેન્નાઈ સુપર કિંગ્સ અને શમી અને ગિલ ગુજરાત ટાઈટન્સ તરફથી આઈપીએલ ફાઈનલ રમી હતી. જે વરસાદના કારણે રિઝર્વ ડે 29 મેના રોજ રમાઈ હતી. ત્યારે ખેલાડીઓ ખુબ થાકેલા જોવા મળ્યા હતા. શમી તો 1 જુનના રોજ ઈંગ્લેન્ડ માટે રવાના થયો હતો અને 7 જુનના રોજ ફાઈનલ રમવા મેદાનમાં ઉતર્યો હતો, જેમાં આઈપીએલનો થાક ખેલાડીઓના મોઢા પર સ્પષ્ટ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : WTC Final Analysis: ભારતીય ટોપ ઓર્ડરનો શર્મસાર રેકોર્ડ, 5 દિવસમાં આ 5 ભૂલ ભારતને ભારે પડી

ફાઈનલ પહેલા ટૂર મેચ ન રમી શકવું એ પણ ભારતને મોંઘુ પડ્યું. ફાઈનલને માંડ બે અઠવાડિયા બાકી હતા ત્યારે ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડ આવવા લાગ્યા હતા. જ્યારે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે ઈંગ્લેન્ડમાં ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયાનો સમય પરફેક્ટ હતો અને 2 ટૂર મેચ તૈયારી માટે યોગ્ય હતી, પરંતુ ટીમને ફાઈનલ પહેલા ટૂર મેચ રમવાની તક મળી ન હતી.

બોલરોને પ્રેક્ટિસની સખત જરૂર

ભારતની હારનું એક કારણ સફેદ માંથી સીધો લાલ બોલ પર આવવું હતુ. આઈપીએલમાં અંદાજે 2 મહિના સુધી બોલરો સફેદ બોલથી બોલિંગ કરી, બોલિગની એક મેચમાં 4 ઓવરનો સ્પેલ નાંખવાનો હોય છે. ત્યારે અચાનક બોલરોના હાથમાં લાલ બોલ આવ્યો હતો.ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ ભારતીય બોલરોના થાકનો ફાયદો ઉઠાવ્યો અને ઘણા રન બનાવ્યા.

આનું પરિણામ એ આવ્યું કે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા અને અહીં ટીમનો પરાજય થયો હતો. સફેદ બોલમાંથી લાલ બોલમાં આવતા પહેલા બોલરોને પ્રેક્ટિસની સખત જરૂર હતી. લાંબા સ્પેલમાં બોલરો તેમની લાઇન અને લેન્થથી પણ ભટકી ગયા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">