AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ ગંભીરે રોહિત શર્માની છુટ્ટી રદ્દ કરી, શ્રીલંકામાં રમવું પડશે! વિરાટ-બુમરાહને આરામ

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા જ રોહિત શર્મા વનડે શ્રેણીમાં રમવાના સમાચાર સામે આવ્યા છે. રોહિત હાલ છુટ્ટી પર છે. પરંતુ, એવું માનવામાં આવે છે કે તેને 2 ઓગસ્ટથી શરૂ થનારી ભારત-શ્રીલંકા વનડે શ્રેણીમાં પુનરાગમન કરવું પડી શકે છે. કોચ ગંભીરે તેની છુટ્ટી રદ્દ કરી દીધી છે.

ગૌતમ ગંભીરે રોહિત શર્માની છુટ્ટી રદ્દ કરી, શ્રીલંકામાં રમવું પડશે! વિરાટ-બુમરાહને આરામ
Rohit Sharma
| Updated on: Jul 17, 2024 | 10:10 PM
Share

શ્રીલંકા સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની રાહ જોવાઈ રહી છે, પરંતુ તે પહેલા T20 ટીમની કપ્તાની અંગે હંગામો વધી ગયો છે. ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલી નવી અપડેટ સતત સામે આવી રહી છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર, રોહિત શર્મા શ્રીલંકા પ્રવાસ પર વનડે શ્રેણી રમતો જોવા મળી શકે છે.

રોહિત શર્મા શ્રીલંકામાં વનડે સિરીઝમાં રમી શકે છે

જો રોહિત શર્મા શ્રીલંકા પ્રવાસે જશે તો તે આ શ્રેણીમાં કેપ્ટનશિપની જવાબદારી પણ સંભાળતો જોવા મળશે. રિપોર્ટ અનુસાર, રોહિતની શ્રીલંકામાં વનડે શ્રેણી રમવાની શક્યતાઓ છે, કારણ કે ભારતે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લાંબો સમય વન-ડે શ્રેણી રમવાની નથી.

રોહિત શર્માએ રમવા અંગે કોઈ પુષ્ટિ કરી નથી

હાલમાં રોહિત શર્મા પરિવાર સાથે રજાઓ ગાળી રહ્યો છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ તે પત્ની અને પુત્રી સાથે UKની મુલાકાતે ગયો હતો. જો કે, રોહિતે હજુ સુધી શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં રમવા અંગે કોઈ પુષ્ટિ કરી નથી. પરંતુ, એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં તે BCCIને તેની ઉપલબ્ધતા વિશે જાણ કરશે.

ગંભીરે ખેલાડીઓની પસંદગી અંગે ચર્ચા કરી

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને અજીત અગરકરની આગેવાની હેઠળની બેઠક યોજાઈ હતી, જેમાં BCCI સચિવ જય શાહ પણ હાજર હતા. નવા મુખ્ય કોચ બનેલા ગૌતમ ગંભીરે પોતાના ઘરેથી ઓનલાઈન મિટિંગમાં ભાગ લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ગંભીરે ખેલાડીઓની પસંદગીને લઈને પસંદગીકારો સાથે ઘણી ચર્ચા કરી છે.

આ પણ વાંચો: રોહિત શર્માને કારણે હાર્દિક પંડ્યા નહીં બને કેપ્ટન? T20માં સૂર્યકુમાર યાદવને મળશે કમાન!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">