Hardik Pandya: આ દિગ્ગજ ક્રિકેટરનું મોટું નિવેદન, કહ્યું હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ ઘણા કેપ્ટન માટે એક પાઠ છે

Cricket : આ સિઝનમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ 131.26ના સ્ટ્રાઈક રેટથી 487 રન બનાવ્યા હતા. તેમજ આઇપીએલ 2022 (IPL 2022) ની ફાઈનલ મેચમાં હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

Hardik Pandya: આ દિગ્ગજ ક્રિકેટરનું મોટું નિવેદન, કહ્યું હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ ઘણા કેપ્ટન માટે એક પાઠ છે
Hardik Pandya and Gujarat Titans (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 8:23 AM

ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)IPL 2022 નો ખિતાબ જીત્યો છે. પહેલીવાર આ લીગમાં રમી રહેલ ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન બને તેવું સિઝનની શરૂઆત કોઇ કહી શકતા ન હતા. પરંતુ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની આગેવાની હેઠળની ટીમ લીગ મેચોમાં શાનદાર પ્રદર્શન બાદ ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને હરાવી ચેમ્પિયન બની હતી. હવે ગુજરાત ટાઇટન્સના બેટિંગ કોચ ગેરી કર્સ્ટને (Gary Kirsten) મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, ગુજરાત ટાઇટન્સના ચેમ્પિયન બનવામાં કેપ્ટન હાર્દિક પંડ્યાનો મહત્વનો ભાગ હતો. તેણે કહ્યું કે, હાર્દિક પંડ્યાએ જે નંબર પર બેટિંગ કરી અને રન બનાવ્યા તે મહત્વપૂર્ણ છે. ગત સિઝન સુધી હાર્દિક પંડ્યા છેલ્લી ઓવરોમાં બેટિંગ કરવા આવતો હતો. પરંતુ આ સિઝનમાં તેણે ચોથા નંબર પર બેટિંગ કરી હતી.

ગુજરાત ટાઇટન્સની જીતમાં હાર્દિક પંડ્યાનું મહત્વનું યોગદાન

ગુજરાત ટાઇટન્સના બેટિંગ કોચ ગેરી કર્સ્ટને કહ્યું કે, સુકાની હાર્દિક પંડ્યાએ મિડલ ઓર્ડરમાં રમવાની જવાબદારી ઉપાડી છે. તેણે ત્રીજા અને ચોથા નંબર પર બેટિંગ કરી શાનદાર પ્રદર્શન કરી રન બનાવ્યા હતા. તેણે કહ્યું કે હાર્દિક પંડ્યા અત્યાર સુધી ફિનિશરની ભૂમિકા ભજવતો હતો. પરંતુ આ વખતે તેણે જે કર્યું તે ઘણું અલગ હતું. આમ કરવું સહેલું ન હતું. તેણે વધુમાં કહ્યું કે, હાર્દિક પંડ્યાએ આખી સિઝનમાં શાનદાર કેપ્ટનશિપ કરી. હાર્દિક પંડ્યાએ જે રીતે સુકાની કરી તે ઘણા કેપ્ટનો માટે બોધપાઠ છે. કેપ્ટન તરીકે તેણે મેદાનની અંદર અને બહાર શાનદાર વાતાવરણ જાળવી રાખ્યું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હાર્દિક પંડ્યાએ ખેલાડીઓનો આત્મવિશ્વાસ બનાવી રાખ્યો

ગેરી કર્સ્ટને કહ્યું કે, સુકાની હાર્દિક પંડ્યા દરેક નિર્ણય શાંત ચિત્તે લેતો રહ્યો. મેદાન પર ખેલાડીઓનો આત્મવિશ્વાસ પણ જાળવી રાખ્યો હતો. એક કેપ્ટન તરીકે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ 131.26 ના સ્ટ્રાઇક રેટથી 487 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ સામેની ફાઈનલ મેચમાં તેણે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે હાર્દિક પંડ્યાએ 34 રનની મહત્વની ઇનિંગ રમી હતી. ફાઇનલ મેચમાં સુકાની હાર્દિક પંડ્યાના શાનદાર પ્રદર્શનને કારણે ગુજરાત ટાઇટન્સ તેની પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">