IPL 2025 ચેમ્પિયન RCB વિશે ટીમના જૂના માલિક ભાગેડૂ વિજય માલ્યાએ કર્યો મોટો ખુલાસો
18 વર્ષની લાંબી રાહ જોયા બાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આખરે પહેલું IPL ટાઈટલ જીત્યું. 3 જૂને રમાયેલી ફાઈનલમાં RCBએ પંજાબ કિંગ્સને 6 રને હરાવ્યું. આ ટીમને 2008માં લીકર કંપનીના માલિક અને ઉદ્યોગપતિ ભાગેડૂ વિજય માલ્યાએ ખરીદી હતી. RCBના ચેમ્પિયન બન્યા બાદ વિજય માલ્યાએ RCB વિશે મોટો ખુલાસો કર્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સને 6 રને હરાવીને ટાઈટલ જીતવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. RCB 2008થી આ ક્ષણની રાહ જોઈ રહ્યું હતું, જે 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સપનું પૂર્ણ થયું. ટીમના ભૂતપૂર્વ માલિક ભાગેડૂ વિજય માલ્યાએ RCBની જીત પર ખુશી વ્યક્ત કરી. તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન RCB વિશે તેણે મોટો ખુલાસો કર્યો છે.
ભાગેડૂ વિજય માલ્યાએ RCB વિશે કર્યો ખુલાસો
એક પોડકાસ્ટ દરમિયાન, RCBના ભૂતપૂર્વ માલિક ભાગેડૂ વિજય માલ્યાએ કહ્યું કે જ્યારે IPLની શરૂઆતમાં ટીમો ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે લલિત મોદી મારી પાસે આવ્યા અને મને ટીમ ખરીદવા કહ્યું. લલિત મોદીના શબ્દોથી પ્રભાવિત થઈને મેં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ખરીદવાનું નક્કી કર્યું. ભાગેડૂ વિજય માલ્યાએ કહ્યું, “મેં RCBને લગભગ $111.6 મિલિયન (લગભગ રૂ. 476 કરોડ)માં ખરીદ્યું. તે સમયે આ બીજી સૌથી મોંઘી બોલી હતી, જે મુંબઈ ઈન્ડિયન્સ (111.9 મિલિયન ડોલર) કરતા થોડી ઓછી હતી.”
ટીમનું નામ લીકર બ્રાન્ડ પરથી રાખવામાં આવ્યું
તે સમયે ભાગેડૂ વિજય માલ્યા યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL)ના માલિક હતા. તેથી, USL હેઠળ ટીમનું નામ લોકપ્રિય લીકર બ્રાન્ડ રોયલ ચેલેન્જ પરથી રાખવામાં આવ્યું હતું. જોકે, 2016માં કાનૂની લડાઈ દરમિયાન વિજય માલ્યાએ USL છોડી દીધા પછી, RCBનું સંપૂર્ણ નિયંત્રણ યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ પાસે ગયું, જે ડિયાજિયોની માલિકીની હતી. 2016થી ભાગેડૂ વિજય માલ્યાનો RCB પર કોઈ અધિકાર નહોતો, પરંતુ જ્યારે ટીમે પહેલું ટાઈટલ જીત્યું, ત્યારે તેણે ચોક્કસપણે પોતાની ખુશી વ્યક્ત કરી.
How Did Vijay Mallya Buy RCB In IPL? | Vijay Mallya | Raj Shamani #shorts https://t.co/lNLF6glCe0 via @YouTube
— Vijay Mallya (@TheVijayMallya) June 5, 2025
RCBને ટ્રોફી જીતવા બદલ અભિનંદન આપ્યા
ભાગેડૂ વિજય માલ્યાએ 18 વર્ષ પછી ટ્રોફી જીતવા બદલ ટીમને અભિનંદન આપ્યા. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, “જ્યારે હું RCBમાં જોડાયો ત્યારે મારું સ્વપ્ન હતું કે IPL ટ્રોફી બેંગલુરુ આવે. મને એક યુવા ખેલાડી તરીકે દિગ્ગજ વિરાટ કોહલીને પસંદ કરવાની તક મળી. તે 18 વર્ષથી RCB સાથે છે. મને યુનિવર્સ બોસ ક્રિસ ગેલ અને મિસ્ટર 360 એબી ડી વિલિયર્સને પસંદ કરવાનું સન્માન પણ મળ્યું, જેઓ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના મહત્વપૂર્ણ ખેલાડીઓ રહ્યા છે.”
RCB ચાહકો બેસ્ટ છે
ભાગેડૂ વિજય માલ્યાએ આગળ લખ્યું કે આખરે, IPL ટ્રોફી બેંગ્લોર પહોંચી ગઈ છે. મારા સ્વપ્નને સાકાર કરનારા બધાને ફરી અભિનંદન અને આભાર. RCB ચાહકો શ્રેષ્ઠ છે અને તેઓ IPL ટ્રોફીના હકદાર છે.
આ પણ વાંચો: Breaking News : બે વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે લીધી નિવૃત્તિ