AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL ઓક્શન પહેલા સ્ટાર ભારતીય ખેલાડીએ અચાનક લીધી નિવૃત્તિ, ફ્રેન્ચાઈઝી દ્વારા રિલીઝ કર્યા બાદ લીધો નિર્ણય

2015 ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ટીમના મુખ્ય બોલર, જેણે ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ ત્યારબાદ તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, તેણે IPL ઓક્શન પહેલા આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ લેવાનો મોટો નિર્ણય લીધો છે.

IPL ઓક્શન પહેલા સ્ટાર ભારતીય ખેલાડીએ અચાનક લીધી નિવૃત્તિ, ફ્રેન્ચાઈઝી દ્વારા રિલીઝ કર્યા બાદ લીધો નિર્ણય
Mohit SharmaImage Credit source: ESPN
| Updated on: Dec 03, 2025 | 8:48 PM
Share

IPL 2026 સિઝન માટે ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. જોકે, આ ઓક્શન પહેલા ઘણા ખેલાડીઓએ IPLમાંથી નિવૃત્તિ લેવાની અથવા છોડવાની જાહેરાત કરી છે. હવે વધુ એક ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે.

ઓક્શન પહેલા નિવૃત્તિનો સિલસિલો

પોતપોતાની ફ્રેન્ચાઇઝીમાંથી મુક્ત થયેલા કેટલાક સ્ટાર ખેલાડીઓએ આ વખતે ઓક્શનમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. જોકે, એક ભૂતપૂર્વ ભારતીય બોલરે IPL સહિત ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ કપ રમનાર અને વિવિધ IPL ફ્રેન્ચાઇઝીનો ભાગ રહેનાર મોહિતે ક્રિકેટના તમામ ફોર્મેટ અને સ્તરોમાંથી નિવૃત્તિ લીધી છે.

મોહિત શર્માએ લીધી નિવૃત્તિ

હરિયાણાના ફરીદાબાદના રહેવાસી મોહિત શર્માએ બુધવાર, 3 ડિસેમ્બરના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં નિવૃત્તિની જાહેરાત કરી. મોહિતે પોતાના નિવેદનમાં કહ્યું, “આજે, ભારે હૃદય સાથે, હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. હરિયાણાનું પ્રતિનિધિત્વ કરવાથી લઈને ભારતીય જર્સી પહેરવા અને IPLમાં રમવા સુધી, આ સફર કોઈ આશીર્વાદથી ઓછી રહી નથી.”

ઈમોશનલ પોસ્ટ શેર કરી

37 વર્ષીય મોહિત ગયા IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો, પરંતુ ફ્રેન્ચાઇઝીએ આ વખતે તેને રિલીઝ કર્યો હતો. ત્યારબાદ તેને ઓક્શનમાં પ્રવેશ કરીને લીગમાં પાછા ફરવાની તક મળી શકી હોટ, પરંતુ તે પહેલા જ મોહિતે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. પોતાના નિર્ણય વિશે જણાવતા મોહિતે હરિયાણા ક્રિકેટ એસોસિએશનનો તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો.

કોચ, ખેલાડીઓ, પત્નીનો આભાર માન્યો

તેણે એમ પણ લખ્યું, “BCCI, મારા કોચ, મારા સાથી ખેલાડીઓ, IPL ફ્રેન્ચાઇઝી, સપોર્ટ સ્ટાફ અને મારા મિત્રોનો તેમના સતત પ્રેમ અને સમર્થન બદલ આભાર.” મોહિતે આ સફરના ઉતાર-ચઢાવમાં સાથ આપવા બદલ તેની પત્નીનો પણ આભાર માન્યો અને ભવિષ્યમાં તે રમતમાં કંઈક યોગદાન આપી શકે તેવી આશા વ્યક્ત કરી.

2015 વર્લ્ડ કપમાં 13 વિકેટ લીધી

મોહિતની કારકિર્દી 2011 માં શરૂ થઈ હતી જ્યારે તેણે હરિયાણા માટે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 2013 માં ODI ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, અને તે MS ધોનીની કેપ્ટનશીપ હેઠળ થોડા સમય માટે ODI ટીમનો મુખ્ય ભાગ હતો. આ સમય દરમિયાન, તે 2015 ના વર્લ્ડ કપમાં ભારતીય બોલિંગ આક્રમણનો આધાર હતો, તેણે ટુર્નામેન્ટમાં 13 વિકેટ લીધી હતી.

મોહિત શર્માની કારકિર્દી

મોહિતે ટીમ ઈન્ડિયા માટે કુલ 34 વનડે અને T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં 37 વિકેટ લીધી હતી. પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં, મોહિતે 44 મેચ રમી હતી અને 127 વિકેટ લીધી હતી. મોહિત IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ માટે 120 મેચ રમ્યો હતો, જેમાં કુલ 134 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: 740 દિવસથી નથી જીતી ટીમ ઈન્ડિયા, સતત હારનો બનાવી દીધો શરમજનક રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">