તેઓ ‘ડરપોક’ છે, તેથી વર્લ્ડ કપ જીતી શકતા નથી… આ પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયા પર ઉઠાવ્યા સવાલ
T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. તેમ છતાં આ દરમિયાન ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર અને અનુભવી કોમેન્ટેટર ઈયાન સ્મિથે ટીમ ઈન્ડિયાને ડરપોક ગણાવી છે.
વિશ્વની નંબર 1 T20 ટીમ ડરી ગઈ છે, તે હંમેશા પોતાની હારથી ચિંતિત રહે છે, આ વિવાદાસ્પદ નિવેદન ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર અને અનુભવી કોમેન્ટેટર ઈયાન સ્મિથે આપ્યું છે. ઈયાન સ્મિથે કહ્યું કે ભારતીય ટીમ મોટી ટુર્નામેન્ટ જીતવામાં સક્ષમ નથી કારણ કે તેની અંદર ક્યાંક નિષ્ફળતાનો ડર છે. ઈયાન સ્મિથે કહ્યું, ‘રમતમાં નિષ્ફળતાનો ડર મોટી વાત છે. દબાણ એ મોટી વાત છે. મોટા પ્રસંગોએ દબાણમાં કેવી રીતે રમવું એ મોટી વાત છે. મને નથી લાગતું કે ભારતીય ક્રિકેટ ટીમથી વધુ દબાણમાં અન્ય કોઈ ટીમ હશે.
2011થી વર્લ્ડ કપ જીત્યો નથી
શક્ય છે કે ઈયાન સ્મિથ આ નિવેદન એટલા માટે આપી રહ્યા છે કારણ કે ટીમ ઈન્ડિયા છેલ્લા 13 વર્ષમાં કોઈ ICC વર્લ્ડ કપ જીતી શકી નથી. ટીમ ઈન્ડિયા 2012, 2014, 2016, 2021, 2022માં T20 વર્લ્ડ કપ જીતવામાં નિષ્ફળ રહી હતી. આ સિવાય તે 2015, 2019 અને 2023 ODI વર્લ્ડ કપમાં પણ ચેમ્પિયન બની શકી નહોતી. ગત વર્ષે પણ ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. જો કે હવે ટીમ ઈન્ડિયા પાસે ઈયાન સ્મિથને ચૂપ કરવાની તક છે. T20 વર્લ્ડ કપ 2024 જીતીને ભારતીય ટીમ તેના વર્લ્ડ કપનો દુષ્કાળ ખતમ કરી શકે છે.
સ્મિથે પંત અંગે મોટી વાત કહી
ઈયાન સ્મિથે પણ રિષભ પંત પર મોટું નિવેદન આપ્યું છે. સ્મિથનું માનવું છે કે રિષભ પંતની એડમ ગિલક્રિસ્ટ સાથે સરખામણી કરવી ખૂબ જ વહેલું છે. સ્મિથે કહ્યું, ‘રિષભ પંતે રોડ એક્સિડન્ટ બાદ જોરદાર વાપસી કરી છે અને તે શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે. પંત કોઈપણ ખેલાડી સાથે સારું રમી શકે છે, પછી તે વિરાટ કોહલી હોય કે રોહિત શર્મા. તેથી તેને ત્રીજા નંબર પર રમાડવાનો નિર્ણય યોગ્ય છે કારણ કે મારું માનવું છે કે મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં તમારા શ્રેષ્ઠ ખેલાડીને વધુ બોલનો સામનો કરવાની તક મળવી જોઈએ.
આ પણ વાંચો: IND vs BAN: પ્રેક્ટિસ સેશનમાં જ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન થઈ નક્કી! આ ખેલાડીઓ બાંગ્લાદેશ સામે રમશે