આજે ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો (Mahendra Singh Dhoni) જન્મદિવસ છે. 41 વર્ષના ધોનીએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું અને હવે તે માત્ર આઈપીએલ ટૂર્નામેન્ટમાં જ હાલ રમતો જોવા મળી રહ્યો છે. પરંતુ ધોનીની કેપ્ટન્સી અને વિકેટકીપિંગ રેકોર્ડની ઘણી વાર ચર્ચા થાય છે, પરંતુ તે બેટિંગમાં પણ ઓછો ન હતો. વનડે ક્રિકેટમાં ધોની 47 વખત રન ચેઝ કરતી વખતે અણનમ રહ્યો હતો. તેથી જ તેને બેસ્ટ ફિનિશર કહેવામાં આવે છે. મહેન્દ્રસિંહ ધોનીને વિશ્વના સફળ કેપ્ટન તરીકે ગણવામાં આવે છે. તે ચાલાક કેપ્ટન તરીકે પણ જાણીતો છે. આ સાથે જ ધોનીને સફળ ફિનીશર અને કૂલ કેપ્ટન તરીકે ગણના કરવામાં આવે છે. 16 વર્ષની કરિયરમાં ધોનીએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
7 જૂલાઈ 1981ના રોજ એમએસ ધોનીનો જન્મ થયો હતો. આજે ધોનીનો 41મો જન્મદિવસ છે. આ દિવસની શરુઆત થતાં જ દુનિયાભરના તમામ ખૂણેથી ધોનીને શુભેચ્છાઓ મળી રહી છે. આ દિવસે ધોનીના એવા કેટલાક રેકોર્ડ પર નજર કરીશુ જે રેકોર્ડને તોડવા મુશ્કેલ છે.
એમએસ ધોની એમ જ સફળ કેપ્ટન નથી કહેવાતો, તેણે આઇસીસીની તમામ ત્રણેય ટ્રોફી જીતી છે. આમ કરનારો તે દુનિયાભરનો એકમાત્ર કેપ્ટન છે. 2007માં ધોનીની કેપ્ટનશીપમાં પહેલો ટી20 વિશ્વકપ ભારતે જીત્યો હતો. ત્યારબાદ 2011માં ધોની કેપ્ટનશીપ દરમિયાન વિશ્વકપ જીત્યો હતો. 1983 બાદ ભારતને લાંબા સમય બાદ બીજી વાર વિશ્વવિજેતા બનવાની તક મળી હતી. 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. આમ ત્રણેય આઈસીસી ટ્રોફી એમએસ ધોનીએ એક કેપ્ટન તરીકે જીતી લીધી હતી.
કેપ્ટનશીપ દરમિયાન પણ ધોની અનેક રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યો છે. પરંતુ ધોની ટીમ ઈન્ડીયાના માટે 60 ટેસ્ટ મેચ અને 200 વન ડે મેચમાં કેપ્ટનશીપ કરી ચુક્યો છે. આ ઉપરાંત 72 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટન રહ્યો હતો. આ દરમિયાન તે ભારત માટે સૌથી વધુ મેચ જીતાડી આપનાર કેપ્ટન રહી ચુક્યો છે. તેણે 27 ટેસ્ટ મેચ, 110 વન ડે અને 41 ટી20 મેચોમાં ભારતીય ટીમને જીત અપાવી હતી. આમ સફળ કેપ્ટન અને કૂલ કેપ્ટન તરીકે તેને ગણવામાં આવે છે.
કેપ્ટન ધોની મેદાનમાં હોય ત્યારે સામેની ટીમે ખૂબ ચેતીને રહેવુ પડે એ વાત સાચી. પરંતુ બેટ્સમેને પણ ક્રિઝમાં આગળ નિકળીને રમવાનું જોખમ લેવા માટે પણ અનેક વાર વિચારવુ પડે. કારણ કે સ્ટમ્પ પાછળ રહેલો ધોની એટલો જ ચપળ રહેતો કે સ્ટમ્પીંગ આઉટ થવાના ચાન્સ બેટ્સમેન માટે સૌથી વધારે રહે. ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 192 સ્ટંમ્પ્સ વિકેટ ઝડપી ચુક્યો છે.
ધોની વિકેટકીપીંગ અને કેપ્ટનશીપ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન તરીકે પણ રકોર્ડ નોંધાવી ચુકયો છે. તેણે જયપુર સ્ટેડિયમમાં વર્ષ 2005માં 183 રનની શાનદાર વન ડે ઈનીંગ રમી હતી. જે અણનમ ઈનીંગ તે શ્રીલંકા સામે રમ્યો હતો. જે દરમિયાન તેણે 10 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલીયન વિકેટકીપર બેટ્સમેન એડમ ગીલક્રિસ્ટ પાસે હતો. તેણે 2004માં ઝિમ્બાબ્વે સામે 172 રનની ઈનીંગ રમી હતી.
પાકિસ્તાન સામેની એક મેચમાં સાતમાં ક્રમે બેટીંગ કરવા માટે આવેલા ધોનીએ સદી ફટકારી હતી. આમ કરનારો તે વિશ્વનો એક માત્ર કેપ્ટન છે કે, જે 7માં ક્રમાંકે બેટીંગ કરીને શતક લગાવી ચુક્યો હોય. જે રેકોર્ડ તેણે વર્ષ 2012માં પાકિસ્તાન સામે કર્યો હતો. ધોની પાકિસ્તાન સામે રમીને વન ડે અને ટેસ્ટ કરિયરના પહેલો શતક નોંધાવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધૂમ મચાવનાર ધોનીએ આઈપીએલમાં પણ પોતાનું રાજ સ્થાપ્યું. તેણે તેની મુખ્ય ટીમ એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સને તેની કેપ્ટન્સીમાં ત્રણ વખત ચેમ્પિયન બનાવ્યું છે.
2008 અને 2009માં ધોનીને ICC પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. ધોનીને 2007માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પછી તેમને 2009માં પદ્મશ્રી અને 2018માં પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. ધોનીને 23 વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો છે. તેમજ સાત નંબરની જર્સી પહેરનાર ધોની સાત વખત મેન ઓફ ધ સિરીઝ પણ બની ચૂક્યો છે.