AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: કેએલ રાહુલનુ જબરદસ્ત કમબેક, પાકિસ્તાની બોલર્સની ધુલાઈ કરી ફટકારી સદી, ગૌતમ ગંભીરની બોલતી બંધ

India vs Pakistan: કેએલ રાહુલને ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માટે લાંબી રાહ તો જોવી પડી હતી, પરંતુ પરત ફરતા જ તેણે શાનદાર કમબેક કર્યુ છે. રાહુલને મોકો શ્રેયસ અય્યરના સ્થાને મળ્યુ હતુ, અય્યરને ઈજા થતા તે બહાર થયો અને રાહુલને ટીમ ઈન્ડિયામાં એશિયા કપ દરમિયાન અંતિમ ઈલેવનમાં એન્ટ્રી મળી હતી. જે મોકાનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો.

IND vs PAK: કેએલ રાહુલનુ જબરદસ્ત કમબેક, પાકિસ્તાની બોલર્સની ધુલાઈ કરી ફટકારી સદી, ગૌતમ ગંભીરની બોલતી બંધ
KL Rahul hits century against Pakistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 7:14 PM
Share

એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમે વિશાળ લક્ષ્ય પાકિસ્તાન સામે સુપર ફોરમાં ખડકી દીધુ છે. રવિવારે ટોસ હાર્યા બાદ સુકાની રોહિત શર્માએ ઓપનર શુભમન ગિલ સાથે મળીને તોફાની શરુઆત કરી હતી. બાદમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે બાજી સંભાળી હતી. બંનેએ તોફાની રમત રમતા અણનમ સદી નોંધાવી હતી. જોકે કેએલ રાહુલની અણનમ સદીએ હવે એવા ક્રિકેટ વિશ્લેશ્કોની બોલતી બંધ કરી છે, કે જે કેએલ રાહુલને સવાલ ઉઠાવી રહ્યા હતા.

આ પણ વાંચોઃ Breaking News, IND vs PAK: વિરાટ કોહલી અને કેએલ રાહુલે પાકિસ્તાનની કરી ધુલાઈ, બંનેની સદી વડે 357 રનનુ લક્ષ્ય ખડક્યુ

કેએલ રાહુલે સદી નોંધાવવા સાથે જ એ પણ સાબિત કરી દીધુ છે કે, તેટલો ફિટ છે અને બેટિંગ કરવામાં પણ કેટલો ઉપયોગી બેટર છે. તેની આ સદી મહત્વની હતી અને એશિયા કપમાં પાકિસ્તાન સામે નોંધાવી છે. આમ ગૌતમ ગંભીરની પણ તેણે બોલતી બંધ કરી દીધી છે. કેએલ રાહુલના બદલે ઈશાન કિશનનો પક્ષ ગંભીર લઈ રહ્યો હતો, ઈશાનને અંતિમ ઈલેવનમાં સ્થાન મળવાના પક્ષમાં રહીને રાહુલની સામે સવાલ કરી દીધા હતા.

શાનદાર અણનમ સદી

કોલંબોના મેદાન પર શાનદાર ઈનીંગની જરુર હતી. કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોની અપેક્ષા કેએલ રાહુલે પુરી કરી દીધી હતી. પૂરા વિશ્વાસ સાથે જ જ તે કોલંબોમાં પાકિસ્તાન સામે બેટિંગ કરી રહ્યો હતો. 131 દિવસ બાદ તે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી મેદાને ઉતર્યો હતો. તેને આ મોકો શ્રયસ અય્યરને ઈજાને લઈ બહાર થવાથી મળ્યો હતો. રાહુલે ધમાકેદાર રમત વડે મોકાનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. રાહુલ આઈપીએલમાં ઈજાને લઈ ક્રિકેટના મેદાનથી દૂર હતો. તે સર્જરી કરવાને લઈ ક્રિકેટથી દૂર રહેવા માટે મજબૂર રહ્યો હતો.

રાહુલે ઉપયોગી સદી નોંધાવતા 111 રન ફટકાર્યા હતા. 106 બોલનો સામનો કરીને 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાતા કેએલ રાહુલે શાનદાર સદી નોંધાવી હતી. રાહુલે શરુઆતથી જ પુરા આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરતા અંત સુધી પિચ પર રહ્યો હતો.

વિરાટ કોહલીની સદી

કોહલી સાથે મહત્વની ભાગીદારી રમત રાહુલે નોંધાવી હતી. 123 રનના સ્કોરથી શરુ કરીને બંને નિર્ધારિત 50 ઓવર સુધી પિચ પર રહીને ટીમનો સ્કોર 356 રન પર પહોંચાડ્યો હતો. વિરાટ કોહલીએ 122 રન 94 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. કોહલીએ 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">