Pakistan : પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમમાંથી 2 મોટા ખેલાડીઓ બહાર, બાબર આઝમનો ચોંકાવનારો નિર્ણય

પાકિસ્તાને 1992માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો પરંતુ ત્યારથી આ ટીમ ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બની શકી નથી અને આ વખતે તે ટાઈટલના દુકાળને ખતમ કરવા ઈચ્છે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શુક્રવારે વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરી હતી જેમાં બે મુખ્ય ખેલાડીઓના નામ ન હોવાથી ટીમને ફટકો પડ્યો છે.

Pakistan : પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમમાંથી 2 મોટા ખેલાડીઓ બહાર, બાબર આઝમનો ચોંકાવનારો નિર્ણય
Pakistan World Cup Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 5:07 PM

પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ બોર્ડે શુક્રવારે ODI વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. એશિયા કપમાં રમી ચૂકેલા બે ખેલાડીઓને આ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. નસીમ શાહ ઈજાના કારણે બહાર છે. ટીમમાં તેના સ્થાને હસન અલી આવ્યો છે. ફાસ્ટ બોલર ફહીમ અશરફની જગ્યાએ લેગ સ્પિનર ​​ઉસામા મીર (Usama Mir) ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હરિસ રઉફ એશિયા કપમાં ભારત સામે ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ તે ફિટ થઈ ગયો છે. આ જ મેચમાં નસીમ શાહ (Naseem Shah) ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ તે ફિટ નથી અને 6-8 મહિના ટીમની બહાર રહેશે.

નસીમ શાહની ગેરહાજરી ટીમ માટે મોટો ફટકો

ભારતની પીચો સ્પિનરો માટે મદદરૂપ છે અને તેને ધ્યાનમાં રાખીને ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે ફહીમ અશરફની જગ્યાએ લેગ સ્પિનર ​​મીરને પસંદ કર્યો છે. નસીમ શાહની ગેરહાજરી ટીમ માટે મોટો ફટકો છે. હસન અલી આની ભરપાઈ કરી શકશે કે નહીં એ મોટો પ્રશ્ન છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

પાકિસ્તાનની બોલિંગ ઘણી મજબૂત

નસીમ શાહની ગેરહાજરી છતાં પાકિસ્તાનની બોલિંગ ઘણી મજબૂત દેખાઈ રહી છે. ટીમમાં શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, હસન અલી જેવા બોલર છે. જો સ્પિનરોની વાત કરીએ તો શાદાબ ખાન ટીમનો મુખ્ય સ્પિનર ​​છે. તેના સિવાય ટીમમાં મોહમ્મદ નવાઝ અને મીર છે. આ ત્રણેય ઓલરાઉન્ડર છે અને ટીમની બેટિંગને પણ મજબૂત બનાવે છે.

બેટિંગ પાકિસ્તાનની નબળી કડી

જોકે બેટિંગ પાકિસ્તાનની નબળી કડી રહી છે. કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ટીમના મુખ્ય બેટ્સમેન છે. જ્યાં સુધી આ બંને વિકેટ પર છે ત્યાં સુધી પાકિસ્તાનની બેટિંગ મજબૂત છે, પરંતુ આ બંને પેવેલિયન પરત ફરતાની સાથે જ ટીમ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ફખર ઝમાન અને ઈમામ ઉલ હક પાકિસ્તાનની ઓપનિંગ જોડી છે. ઇફ્તિખાર અહમ, રિઝવાન અને સલમાન અલી આગા મિડલ ઓર્ડરમાં છે. પરંતુ મજબૂત બોલિંગ સામે તેઓ વિખેરાઈ જતા જોવા મળ્યા છે. મિડલ ઓર્ડર પાકિસ્તાનની મુખ્ય નબળાઈ રહી છે. જે આ ટીમમાં પણ જોવા મળે છે.

આ પણ વાંચો : દેશના નંબર-1 ટેનિસ પ્લેયરની આવી હાલત, બેંક ખાતામાં માત્ર 80 હજાર રૂપિયા જ બચ્યા

પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમ:

બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ઉસામા મીર, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, હસન અલી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">