AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિક પંડ્યાના હાથમાં અચાનક આવ્યું ટી-શર્ટ, બુમરાહ અને અક્ષર પટેલ હસવાનું રોકી શક્યા નહિ જુઓ વીડિયો

આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યાના 4 દિવસ બાદ વતન પરત ફરી છે, પરંતુ જે રીતે ટીમ જશ્ન મનાવી રહી હતી તે જોઈ એવું લાગ્યું હતુ કે, વર્લ્ડકપ ટ્રોફી ભારતે 4 જુલાઈના રોજ જીતી હોય. આ દરમિયાન એક હાર્દિક પંડ્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યાના હાથમાં અચાનક આવ્યું ટી-શર્ટ, બુમરાહ અને અક્ષર પટેલ હસવાનું રોકી શક્યા નહિ જુઓ વીડિયો
| Updated on: Jul 05, 2024 | 2:13 PM
Share

ક્રિકેટ ચાહકો જાણે છે કે, આઈસીસી વર્લ્ડકપ 2011ની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. તે દરમિયાન ટીમ જીતી હતી. આખું સ્ટેડિયમ એક સાથે મળી ગીતના નારા લગાવી રહ્યું હતુ. 4 જુલાઈના રોજ પણ આખું વાનખેડે સ્ટેડિયમ વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું હતુ. આ દરમિયાન હાર્દિક પંડ્યા સાથે એક અનોખી ઘટના જોવા મળી હતી.જ્યારે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ વંદે માતરમ ગીત ગાય ચક્કર લગાવી રહ્યા હતા. ત્યારે એક ચાહકે પોતાનું ટીશર્ટ હાર્દિક પંડ્યા ઉપર ફેક્યું હતુ. જેને જોઈ જસપ્રીત બુમરાહ પોતાનું હસવાનું રોકી શક્યો ન હતો.

આખા દેશમાં જશ્નનો માહૌલ

ટીમ ઈન્ડિયાએ 11 વર્ષ બાદ આઈસીસીનું કોઈ ટાઈટલ જીત્યું છે, રોહિત શર્માની કેપ્ટનશીપમાં બાર્બાડોસમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચી દીધો છે. ભારતે સાઉથ આફ્રિકાને ફાઈનલ મેચમાં 7 રનથી હાર આપી છે. ટીમ ઈન્ડિયા દર વખતે સેમીફાઈનલમાં જઈ હારી જતી હતી. આ કારણે જ્યારે ભારતીય ટીમ ફાઈનલમાં ચેમ્પિયન બની તો આખા દેશમાં જશ્નનો માહૌલ જોવા મળી રહ્યો હતો.

મુંબઈમાં જોવા મળી ટીમ ઈન્ડિયાની વિક્ટ્રી પરેડ

ભારતીય ટીમે સૌથી પહેલા દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તમામ ખેલાડીઓ મુંબઈ જવા રવાના થયા હતા. જ્યાં મરીન ડ્રાઈવ પર ખેલાડીઓનો એક રોડ શો હતો. ત્યારબાદ વાનખેડે સ્ટેડિયમમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમારોહ બાદ તમામ ખેલાડીઓ વંદે માતરમના ગીત ગાતા મેદાનમાં ચક્કર લગાવતા જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સૌથી આગળ હતા.

આ દરમિયાન એક એવી ઘટના જોવા મળી જેનો વીડિયો જોઈ તમે પણ હસીને લોથપોથ થઈ જશે. હાર્દિક પંડ્યા વંદે માતરમ ગીત ગાય રહ્યો હતો. તે દરમિયાન ચાહકનું ટી શર્ટ હાર્દિકના હાથમાં આવ્યું અને હાર્દિકે આ ટીશર્ટ નીચે ફેંકી દીધું હતુ. આ દરમિયાન પાછળ આવી રહેલા જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ હસી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">