ENG vs IND: Virat Kohli 20 રન બનાવીને આઉટ થયો, છતાં તેણે ઈંગ્લેન્ડ સામે એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો

India vs England: ઈંગ્લેન્ડ સામે બર્મિંગહામ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં વિરાટ કોહલી (Virat Kohli) 20 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ફરી એક વિશેષ સિદ્ધિ પોતાના નામે કરી.

ENG vs IND: Virat Kohli 20 રન બનાવીને આઉટ થયો, છતાં તેણે ઈંગ્લેન્ડ સામે એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો
Virat Kohli (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 7:21 AM

ટીમ ઈન્ડિયા (Team India) બર્મિંગહામ ટેસ્ટ મેચ (Test Match) માં બીજી ઈનિંગ રમી રહી છે. આ પહેલા ઈંગ્લેન્ડના ખેલાડીઓ પ્રથમ દાવમાં 284 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયા હતા. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 75 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતની ત્રીજી વિકેટ વિરાટ કોહલી (Virat Kohli) ના રૂપમાં પડી. તે 20 રન બનાવીને આઉટ થયો હતો. જો કે તેમ છતાં તેણે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી હતી. કોહલી ઇંગ્લેન્ડ સામે 100 ઇનિંગ્સમાં બેટિંગ કરનાર એકમાત્ર ભારતીય બન્યો છે.

ઇંગ્લેન્ડ સામે આ રેકોર્ડ નોંધાવનાર વિરાટ કોહલી એક માત્ર ભારતીય ક્રિકેટર

ટીમ ઇન્ડિયાનો પુર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) પ્રથમ ઇનિંગમાં માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બીજી ઇનિંગમાં તેણે 40 બોલનો સામનો કર્યો અને 20 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડ સામે 100 ઇનિંગ્સમાં બેટિંગ કરનાર વિરાટ કોહલી એકમાત્ર ભારતીય છે. વિરાટ કોહલીએ બર્મિંગહામ ટેસ્ટની બીજી ઈનિંગમાં રમતા 100 ઈનિંગ્સ પૂરી કર્યા હતા. આ મામલામાં મહેન્દ્ર સિંહ ધોની બીજા સ્થાને છે. ધોનીએ ઈંગ્લેન્ડ સામે 93 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે. જ્યારે સચિન તેંડુલકર 90 ઇનિંગ્સ સાથે ત્રીજા સ્થાને છે.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

મહત્વની વાત એ છે કે, ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 416 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ માટે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને રિષભ પંત (Rishabh Pant) એ સદી ફટકારી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ (England Cricket Team) પ્રથમ ઇનિંગમાં 284 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી જોની બેયરસ્ટોએ સદી ફટકારી હતી. ભારતીય ટીમ હવે બીજી ઇનિંગ રમી રહી છે. જોકે તેની શરૂઆત સારી રહી ન હતી.

ઇંગ્લેનડ્ સામે સૌથી વધુ ઇનિંગમાં બેટિંગ કરનાર ભારતીય ખેલાડીઓઃ

1) વિરાટ કોહલી*: 100 2) મહેન્દ્ર સિંહ ધોનીઃ 93 3) સચિન તેંડુલકરઃ 90

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">