IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે નહીં થાય ફાઈનલ, ચાહકોને લાગ્યો મોટો ઝટકો

|

Oct 25, 2024 | 7:34 PM

ઈમર્જિંગ એશિયા કપ હવે અંતિમ તબક્કામાં છે. તેની પ્રથમ સેમીફાઈનલ મેચ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ છે. જેમાં શ્રીલંકાની ટીમે જીત મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક ટક્કરની શક્યતા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે નહીં થાય ફાઈનલ, ચાહકોને લાગ્યો મોટો ઝટકો
India vs Pakistan
Image Credit source: X

Follow us on

શ્રીલંકાની ટીમે ઈમર્જિંગ એશિયા કપની સેમીફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ચાહકોને ચોંકાવી દીધા છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 135 રન બનાવ્યા હતા, જેનો પીછો શ્રીલંકાએ માત્ર 16.3 ઓવરમાં કરી લીધો હતો. ફાઈનલમાં પહોંચવાની આ જીતથી જ્યાં શ્રીલંકાના ચાહકો ખુશ છે તો ભારત અને પાકિસ્તાનના ચાહકો ચોંકી ગયા છે.

પાકિસ્તાન ઈમર્જિંગ એશિયા કપમાંથી બહાર ફેંકાયું

વાસ્તવમાં, બંને દેશના ખેલાડીઓ અને ફેન્સને આશા હતી કે ગ્રૂપ સ્ટેજ પછી, ભારત-પાકિસ્તાન ફાઈનલમાં ફરી એક વખત ટકરાશે. પરંતુ શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવી ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે બીજી સેમીફાઈનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે છે. આ મેચની વિજેતા ટીમ હવે 27મી ઓક્ટોબરે યોજાનારી ફાઈનલમાં શ્રીલંકા સામે ટકરાશે.

પાકિસ્તાન 135 રનમાં ઓલઆઉટ

ઓમાનમાં ઈમર્જિંગ એશિયા કપ ચાલી રહ્યો છે. જેમાં 25 ઓક્ટોબરે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ સેમીફાઈનલ મેચ રમાઈ હતી. પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ હરિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેની ટીમે ખૂબ જ ખરાબ બેટિંગ કરી હતી. ઓપનર ઓમૈર યુસુફ સિવાય કોઈ વધુ સમય સુધી બેટિંગ ક્રિઝ પર ટકી શક્યું ન હતું. ઓમૈરે 147ના સ્ટ્રાઈક રેટથી 46 બોલમાં 67 રનની ઈનિંગ રમી હતી. તેના સિવાય હૈદર અલીએ 14 રન, અરાફાત મિન્હાસે 10 રન અને મોહમ્મદ ઈમરાને 13 રન બનાવ્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. આ રીતે આખી ટીમ 9 વિકેટ ગુમાવીને માત્ર 136 રનનો લક્ષ્યાંક મેળવી શકી હતી.

આ પાંચ લોકો પાસે ક્યારેય નથી ટક્તા પૈસા, હંમેશા નારાજ રહે છે લક્ષ્મી
Bigg Boss 18 માંથી બહાર થઈ 25 વર્ષીય આ અભિનેત્રી, જુઓ ફોટો
કયા લોકોએ શિંગોડા ન ખાવા જોઈએ? નિષ્ણાત પાસેથી જાણીએ
દિવાળી પહેલા નારંગીની છાલથી બનાવો આ ખાસ ફેસપેક, ચહેરા પર આવશે નિખાર
આજનું રાશિફળ તારીખ : 25-10-2024
ચણા કે મગ, કઈ ફણગાવેલી દાળ વધુ શક્તિશાળી છે?

શ્રીલંકાએ 136 રનનો ટાર્ગેટ આસાનીથી ચેઝ કર્યો

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાને ચોથી ઓવરમાં જ 24ના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેપ્ટન હરિસ છઠ્ઠી ઓવરમાં 43ના સ્કોર પર આઉટ થયો હતો. પછી વિકેટ પાડવાનો સિલસિલો ચાલુ રહ્યો. પાકિસ્તાની બેટ્સમેનો આઉટ થતા રહ્યા અને મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા. શ્રીલંકાએ 136 રનના લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો હતો. લાહિરુ ઉડાનાએ 20 બોલમાં 43 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે અહાન વિક્રમસિંઘે 46 બોલમાં 52 રન બનાવ્યા હતા. છેલ્લી મેચમાં 5 વિકેટ લેનાર પાકિસ્તાની બોલર શાહનવાઝ દહાની પણ શ્રીલંકાના બેટ્સમેનોને કંઈ કરી શક્યો નહીં. પાકિસ્તાને 6 બોલરોનો ઉપયોગ કર્યો, જેમાંથી માત્ર 2 જ વિકેટ લઈ શક્યા.

દુષણ હેમંત મેચનો હીરો રહ્યો

શ્રીલંકાના લેગ સ્પિનર ​​દુષણ હેમંતા સેમીફાઈનલ મેચનો હીરો રહ્યો હતો. તેણે પોતાની ઘાતક બોલિંગથી પાકિસ્તાનને હરાવ્યું હતું. હેમંતે 4 ઓવરમાં માત્ર 21 રન આપીને 4 વિકેટ લીધી હતી. પરિણામ એ આવ્યું કે શ્રીલંકાની ટીમ પાકિસ્તાનને માત્ર 135 રન સુધી જ સિમિત રાખવામાં સફળ રહી. હેમંતને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: IND vs NZ : ‘સચિનનો યુગ પૂરો’… ન્યુઝીલેન્ડના દિગ્ગજ ખેલાડીએ સ્પિનને લઈને ટીમ ઈન્ડિયાની મજાક ઉડાવી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article