AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ટીમ ઈન્ડિયાની જર્સી પર 65 હજાર કરોડ રૂપિયાની કંપનીનું નામ હશે? BCCI માટે નિર્ણય લેવાનો સમય

ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં આવ્યા પછી, DREAM 11 અને BCCI વચ્ચેનો સોદો એક વર્ષ પહેલા સમાપ્ત થયો હતો. હવે વર્તમાન પરિસ્થિતિમાં, ટીમ ઈન્ડિયા કોઈપણ સ્પોન્સર વિના એશિયા કપમાં રમતી જોઈ શકાય છે. પણ જો BCCI ટૂંક સમયમાં કોઈ ડીલ કરે તો કોઈ અન્ય સ્પોન્સરનું નામ હોય શકે છે.

શું ટીમ ઈન્ડિયાની જર્સી પર 65 હજાર કરોડ રૂપિયાની કંપનીનું નામ હશે? BCCI માટે નિર્ણય લેવાનો સમય
Team IndiaImage Credit source: PTI
| Updated on: Sep 01, 2025 | 6:09 PM
Share

એશિયા કપ 2025 પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને સ્પોન્સરશિપની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકતો કાયદો લાવવાને કારણે ટીમ ઈન્ડિયાના વર્તમાન ટાઈટલ સ્પોન્સર ડ્રીમ-11 એ પણ સ્પષ્ટ કર્યું છે કે બોર્ડ અને ડ્રીમ-11 એ કરાર અધવચ્ચે જ સમાપ્ત કરી દીધો છે અને આવી કંપનીઓ સાથે હવે કોઈ સ્પોન્સરશિપ રહેશે નહીં. પરંતુ હવે એશિયા કપ પહેલા નવા સ્પોન્સર પસંદ કરવાના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આ કિસ્સામાં, 65 હજાર કરોડથી વધુ કમાણી કરતી કંપનીનું નામ સામે આવી રહ્યું છે.

BCCI અને ડ્રીમ-11ની સ્પોન્સરશિપ ડીલ સમાપ્ત

9 સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપના લગભગ 2 અઠવાડિયા પહેલા, BCCI અને ડ્રીમ-11એ સ્પોન્સરશિપ ડીલ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. આ ડીલ 2023માં શરૂ થઈ હતી અને 3 વર્ષ માટે કરવામાં આવી હતી, જે આવતા વર્ષે એટલે કે 2026માં સમાપ્ત થવાની હતી. પરંતુ નવા ઓનલાઈન ગેમિંગ કાયદાને કારણે, ડ્રીમ-11ને મોટો ફટકો પડ્યો છે, કારણ કે તેનો મુખ્ય વ્યવસાય બંધ થઈ ગયો છે. આને ધ્યાનમાં રાખીને, કંપનીએ આ ડીલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે, જ્યારે BCCI એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે પોતે હવે આ કંપની અથવા આવી કોઈપણ કંપની સાથે ડીલ કરી શકશે નહીં.

ટોયોટા મોટર્સે રસ દાખવ્યો

આની અસર એ થશે કે ભારતીય ટીમને કોઈ પણ સ્પોન્સર વિના એશિયા કપમાં પ્રવેશ કરવો પડી શકે છે. પરંતુ આ દરમિયાન, ફેમસ ઓટોમોબાઈલ કંપની ટોયોટાએ ટીમ ઈન્ડિયાને સ્પોન્સર કરવામાં રસ દાખવ્યો છે. એક અહેવાલ મુજબ, જાપાનની પ્રખ્યાત કાર કંપની ટોયોટા ભારતીય ટીમની ટાઈટલ સ્પોન્સર બનવા માંગે છે. આ કંપની ટોયોટા કિર્લોસ્કર સાથે જોઈન્ટ વેન્ચર હેઠળ ભારતમાં કાર્યરત છે અને છેલ્લા નાણાકીય વર્ષમાં તેણે 56500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

BCCIએ ટૂંક સમયમાં નિર્ણય લેવો પડશે

હવે જો આટલી મોટી કંપની સ્પોન્સરમાં રસ બતાવે છે, તો શક્ય છે કે BCCI તેના પર વિચાર કરી શકે. તાજેતરમાં ટોયોટા મોટર્સ પણ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું ટાઈટલ સ્પોન્સર બન્યું છે, જ્યારે તે પહેલા તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સાથે સંકળાયેલું હતું. રિપોર્ટ અનુસાર, ફક્ત ટોયોટા જ નહીં પરંતુ એક ફિન-ટેક કંપની પણ ટીમ ઈન્ડિયામાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે. જોકે, આ કંપનીનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. હવે આગામી સમયમાં ખબર પડશે કે BCCI કોની સાથે આ કરાર કરે છે. પરંતુ જો બોર્ડ સ્પોન્સર વિના એશિયા કપમાં રમવાનું ટાળવા માંગે છે, તો તેમણે ટૂંક સમયમાં નિર્ણય લેવો પડશે.

આ પણ વાંચો: સચિન તેંડુલકરે દીકરા અર્જુનની સગાઈ પર આખરે કરી વાત, ચાહકના પ્રશ્નનો આ રીતે આપ્યો જવાબ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">