AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોનીએ વર્લ્ડકપ જીત્યો, ટ્રોફીઓ જીતી, કરોડો દિલ જીત્યા, પણ આખી જિંદગી આનો અફસોસ રહેશે

એવું કહેવાય છે કે ધોનીને બધી જ સફળતા મળી છે અને તેના ક્રિકેટ કરિયરમાં ધોનીને કોઈ અફસોસ નથી, પરંતુ એવું નથી. કારકિર્દીમાં એક એવી ઘટના છે જેને લઈ ધોનીને એક અફસોસ રહ્યો હતો અને તે ભૂલ ન થઈ હોત તો કદાચ કોઈ પસ્તાવો ન હોત.

ધોનીએ વર્લ્ડકપ જીત્યો, ટ્રોફીઓ જીતી, કરોડો દિલ જીત્યા, પણ આખી જિંદગી આનો અફસોસ રહેશે
MS Dhoni
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 1:51 PM
Share

MS ધોની (MS Dhoni), આ નામ જીભ પર આવતા જ સફળતાની આખી ફિલ્મ આંખો સામે આવવા લાગે છે. ICCનો એવો કોઈ ખિતાબ નથી, જે ધોનીએ જીત્યો ન હોય. ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી, બધું જ જીત્યું છે. ધોનીએ જો ક્રિકેટના મેદાનમાં અને ચાહકોના દિલ પર રાજ કર્યું. પરંતુ, એમ કહેવાય છે કે કંઈપણ સંપૂર્ણ નથી. ધોનીની ક્રિકેટ કહાનીમાં એક એવી જ ઘટના છે, જેનો તેને આખી જિંદગી તેને પસ્તાવો રહેશે.

બે ઇંચનું અંતર ભારે પડ્યું

હવે તમે વિચારતા જ હશો કે એવી કઈ વસ્તુ છે જેના પર ધોની હંમેશા પસ્તાશે. તો જાણી લો કે જો ધોનીને પણ તે મેચમાં સફળતા મળી હોત તો કદાચ તેને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે કોઈ ફરિયાદ ન હોત. પરંતુ, 2 ઇંચના અંતરને કારણે તે અફસોસ કાયમ માટે રહી ગયો. તમામ ટ્રોફી અને દિલ જીતનાર ધોની તેના કારણે આંતરરાષ્ટ્રીય પીચ પર પોતાની કારકિર્દીનો સુખદ અંત ન કરી શક્યો.

ધોનીની છેલ્લી મેચમાં શું થયું હતું?

વાસ્તવમાં ધોનીને જે એક વાતનો અફસોસ રહ્યો તે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સાથે સંબંધિત છે. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ સાંજે 7.29 વાગ્યે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, તેણે તેની છેલ્લી મેચ જુલાઈ 2019માં રમી હતી. તે વર્ષે રમાયેલ ODI વર્લ્ડ કપની આ પ્રથમ સેમિફાઇનલ મેચ હતી, જેમાં ન્યુઝીલેન્ડનો સામનો ભારત સામે હતો.

ભારતની આશાઓ ધોવાઈ ગઈ

ધોનીએ આ મેચમાં 72 બોલનો સામનો કરીને 50 રન બનાવ્યા હતા. જો કે, તે પછી કોઈએ વિચાર્યું ન હોય તે રીતે તે આઉટ થઈ ગયો. ધોની રનઆઉટ થયો, માર્ટિન ગુપ્ટિલનો ઝડપી થ્રો ધોનીને મેદાનમાંથી પરત મોકલવાનો સંદેશ લઈને આવ્યો. તે થ્રો પર, ધોની માત્ર થોડા અંતરથી ક્રીઝની બહાર રહી ગયો હતો, જેની સાથે વિશ્વ કપની ફાઈનલ રમવાની ભારતની આશાઓ પણ ધોવાઈ ગઈ હતી. ધોનીએ પોતાને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. પરંતુ તે અસફળ રહ્યો હતો.

એક રનઆઉટનો હંમેશા રહેશે અફસોસ

વર્લ્ડ કપ સેમીફાઇનલ મેચ બાદ હાર્દિક પંડ્યાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો ધોની તે રનઆઉટથી બચી ગયો હોત તો ટીમ ઈન્ડિયાને ફાઈનલની ટિકિટ મળી શકી હોત. મતલબ કે ટીમને પૂરો વિશ્વાસ હતો કે જ્યાં સુધી ધોની છે ત્યાં સુધી બધુ ઠીક થઈ જશે. પરંતુ, તેની પોતાની કરિયરનો અંત આવો હશે, કદાચ તે રન આઉટ પહેલા ધોનીને પણ ખબર ન હતી.

આ પણ વાંચો : 15 ઓગસ્ટે ધોનીની એક પોસ્ટ અને દેશ આખો શોકમાં થયો ગરકાવ, જુઓ VIDEO

જીત સાથે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની તક હતી

2019નો વર્લ્ડ કપ ધોનીની કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ હતો. આવી સ્થિતિમાં તેને ગૌરવ સાથે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની તક મળી. તેની કેપ્ટનશીપ બાદ વિરાટની કપ્તાનીમાં પણ ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવવાની તક હતી પરંતુ એક રનઆઉટે બધું બરબાદ કરી નાખ્યું. અને તેથી જ એવું કહેવામાં આવે છે કે ધોનીને આ વાતનો હંમેશા પસ્તાવો રહેશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">