DC vs SRH IPL Match Result: દિલ્હીનુ તૂટ્યુ ‘દિલ’, માર્શનો ઓલરાઉન્ડ દેખાવ એળે, હૈદરાબાદનો 9 રને વિજય
Delhi Capitals vs Sunrisers Hyderabad IPL Match Result: સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સ સામે 198 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. મિચેલ માર્શે 4 વિકેટ ઝડપ્યા બાદ અડધી સદી નોંધાવી હતી.

IPL 2023 ની 40 મેચ સમાપ્ત થઈ ચુકી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં શનિવારે ડબલ હેડર દિવસની બીજી મેચ રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરીને 197 રનનો સ્કોર 6 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો. દિલ્હીએ લક્ષ્યનો પિછો કરતા ડેવિડ વોર્નરની વિકેટ પ્રથમ ઓવરમાં જ ગુમાવી દીધી હતી. ઓપનર ફિન સોલ્ટ અને મિચેલ માર્શે અડધી સદી નોંધાવી હતી. દિલ્હીની સફર 100 રન સુધી સારી રહી હતી, બાદમાં મુશ્કેલીઓ સર્જાઈ હતી. દિલ્હી કેપિટલ્સનો ઘર આંગણે હૈદરાબાદ સામે 9 રનથી પરાજય થયો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી ઓપનર અભિષેક શર્મા અને હેનરીક ક્લાસે અડધી સદી નોંધાવી હતી. બંનેની રમતે હૈદરાબાદને મોટા સ્કોર તરફ આગળ વધાર્યુ હતુ. હૈદરાબાદે નિયમીત વિકેટ ગુમાવી હતી, પરંતુ આમ છતાં મોટો સ્કોર ખડકવામાં સફળકા મેળવી હતી. જોકે બાદમાં દિલ્હીના બેટરોએ શાનદાર બેટિંગ કરતા લક્ષ્ય તરફ રમત આગળ વધારી હતી.
The Delhi Capitals came close to the target but it’s @SunRisers who emerge victorious in Delhi 👏🏻👏🏻#SRH register a 9-run victory over #DC 👌🏻👌🏻
Scorecard ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/S5METD41pF
— IndianPremierLeague (@IPL) April 29, 2023
સોલ્ટ અને માર્શની અડધી સદી
વિશાળ લક્ષ્યને ચેઝ કરવા માટે ફિલ સોલ્ટ અને ડેવિડ વોર્નર ઓપનરના રુપમાં મેદાનમાં આવ્યા હતા. જોકે વોર્નર પ્રથમ ઓવરના બીજા બોલ પર ક્લીન બોલ્ડ થઈને પરત ફર્યો હતો. ત્યાર બાદ ફિલ સોલ્ટ અને મિચેલ માર્શે રમતને સંભાળી હતી. બંનેએ 112 રનની વિશાળ ભાગીદારી રમત રમી હતી. સોલ્ટે 35 બોલનો સામનો કરીને 59 રન નોંધાવ્યા હતા. સોલ્ટે 9 ચોગ્ગા ફટકાર્યા હતા. મિચેલ માર્શે 39 બોલમાં 63 રન નોંધાવ્યા હતા. માર્શે વિશાળ 6 છગ્ગા જમાવ્યા હતા. તેણે માત્ર એક જ ચોગ્ગો ફટકાર્યો હતો. માર્શ અને સોલ્ટની રમતે મેચને જબરદસ્ત રોમાંચક રહેવાના અણસાર બનાવ્યા હતા. જોકે બંનેની વિકેટ બાદ દિલ્હીને માટે મુશ્કેલીઓ શરુ થઈ ગઈ હતી.
મનિષ પાંડે માત્ર એક જ રન નોંધાવીને પરત ફર્યો હતો. આગળ જઈને ફ્લીક કરવાના ચક્કરમાં તે સ્ટપિંગ થઈને પરત ફર્યો હતો. પ્રિયમ ગર્ગ 9 બોલનો સામનો કરીને 12 રન નોંધાવી પરત ફર્યો હતો. સરફરાઝ ખાન 10 બોલમાં 9 રન નોંધાવીને પરત ફર્યો હતો. અક્ષર પટેલે અંતમાં સારો પ્રયાસ કર્યો હતો. પરંતુ લક્ષ્ય દૂર રહી ગયુ હતુ.
આ પણ વાંચોઃ Most wickets in IPL 2023: ભારતીય બોલરો વગાડી રહ્યા છે ડંકો, કરોડો રુપિયાના વિદેશી ખેલાડીઓને છોડી દીધા પાછળ
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…