DC vs CSK IPL 2023 Live Score Highlights: દિલ્હી કેપિટલ્સની હાર, ચેન્નાઈ સુપર કિંગ્સ પહોંચ્યુ પ્લેઓફમાં પહોંચ્યુ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 9:00 PM

DC vs CSK IPL 2023 Live Score Updates Highlights: ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચવાથી એક કદમ દુર છે અને એ પૂર્ણ કરવા માટે આજે દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવવી જરુરી છે.

DC vs CSK IPL 2023 Live Score Highlights:  દિલ્હી કેપિટલ્સની હાર, ચેન્નાઈ સુપર કિંગ્સ પહોંચ્યુ પ્લેઓફમાં પહોંચ્યુ
DC vs CSK IPL 2023 Live Score Updates

IPL 2023 નો લીગ તબક્કો રવિવારે ખતમ થઈ જશે.ચાર વાર IPL ચેમ્પિયન ધોની માટે શનિવારનો દિવસ ખૂબ જ મહત્વનો છે.આજે શનિવારે દિલ્હીમાં ધોની સેનાએ પ્લેઓફની ટિકિટ મેળવવા માટે દમ લગાવવાનો છે. દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. ક્વોલીફાયર 1 મેચ ચેપોક સ્ટેડિયમમાં રમાનારી છે અને ચેન્નાઈના ચાહકો ધોની અને CSK ને ફરીથી પોતાના ઘર આંગણે રમતા જોઈ શકશે કે નહીં તે આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

ચેન્નાઈ સુપર કિંગ્સઃ ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, દીપક ચાહર, તુષાર દેશપાંડે અને મહિષ તિક્ષાના

દિલ્હી કેપિટલ્સઃ ડેવિડ વોર્નર, યશ ધૂલ, ફિલ સોલ્ટ, રિલે રુસો, અમન ખાન, અક્ષર પટેલ, લલિત યાદવ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, એનરિચ નોર્કિયા

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 20 May 2023 07:14 PM (IST)

    DC vs CSK Score: થિક્ષણાની સળંગ 2 વિકેટ

    અંતિમ ઓવર મહિષ થિક્ષણા લઈને આવ્યો હતો તેણે ઓવરના ત્રીજા બોલ પર લલિત યાદવનો શિકાર કર્યો હતો. જ્યારે આગળના બોલ પર કુલદીપ યાદવને ગોલ્ડન ડક આઉટ કર્યો હતો.

  • 20 May 2023 07:07 PM (IST)

    IPL 2023 Live Score: ડેવિડ વોર્નર OUT

    ડેવિડ વોર્નરે એકલા હાથે લડત ચેન્નાઈને આપી હતી. ઓપનિંગમાં આવીને તેણે સંઘર્ષમય ઈનીંગ રમીને 86 રન નોંધાવ્યા હતા. પથિરાણાએ તેને ગાયકવાડના હાથમાં કેચ ઝડપાવ્યો હતો.

  • 20 May 2023 06:47 PM (IST)

    IPL 2023 Live Score: અક્ષર પટેલ OUT

    દીપક ચાહરે વધુ એક શિકાર ઝડપ્યો છે. દીપકે આ વખતે અક્ષર પટેલને આઉટ કરીને પરત મોકલ્યો છે. અક્ષર સિઝનમાં સારુ પ્રદર્શન કરી રહ્યો હતો અને તેની વિકેટ ઝડપીને દિલ્હીને મોટો ઝટકો આપ્યો હતો. 15 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 20 May 2023 06:23 PM (IST)

    DC vs CSK Live Score: યશ ઢૂલ OUT

    રવિન્દ્ર જાડેજાએ યશ ઢૂલને પોતાનો શિકાર બનાવ્યો છે. દિલ્હીએ ચોથી વિકેટ ગુમાવી છે અને યશ ઢૂલ પેવેલિયન પરત ફર્યો છે. 13 રન નોંધાવીને ઢૂલ પરત ફર્યો છે. દિલ્હી પર મોટી હારનો ખતરો તોળાયો છે.

  • 20 May 2023 06:00 PM (IST)

    DC vs CSK Score: પાવર પ્લે સમાપ્ત, દિલ્હીની ધીમી શરુઆત

    મહિષ તિક્ષણા પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર ડેવિડ વોર્નરે છગ્ગો ફટકાર્યો હતો. આમ પાવર પ્લેમાં દિલ્હી કેપિટલ્સે 34 રન નોંધાવ્યા હતા અને 3 વિકેટ ગુમાવી હતી.

  • 20 May 2023 05:58 PM (IST)

    DC vs CSK IPL 2023 Live Score: રાઈલી રુસો OUT

    દીપક ચાહરની કમાલની બોલિંગ. સળંગ બીજી વિકેટ ઝડપી છે. ઓવરના પાંચમાં બોલ પર દીપકે રાઈલી રુસોને ગોલ્ડન ડક આઉટ કરીને પરત મોકલ્યો હતો. રુસો બોલ્ડ થયો હતો.

  • 20 May 2023 05:56 PM (IST)

    IPL 2023 Live Score: ફિલ સોલ્ટ OUT

    પાંચમી ઓવરની શરુઆત સિક્સર સાથે થઈ હતી. પરંતુ ઓવરના ચોથા બોલ પર ફિલ સોલ્ટની વિકેટ દીપક ચાહરે ઝડપી હતી. સોલ્ટ 3 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 20 May 2023 05:37 PM (IST)

    DC vs CSK Live Score: પૃથ્વી શો OUT

    પૃથ્વી શો સસ્તામાં પોતાની વિકેટ ગુમાવી બેઠો છે. તુષાર દેશપાંડે એ તેને પોતાનો શિકાર બનાવ્યો છે. માત્ર પાંચ જ રન નોંધાવીને તે અંબાતી રાયડૂના હાથમાં કેચ ઝડપાયો હતો.

  • 20 May 2023 05:34 PM (IST)

    DC vs CSK Score:દિલ્હીની બેટિંગ શરુ

    પૃથ્વી શો અને ડેવિડ વોર્નર ઓપનીંગ જોડીના રુપમાં આવ્યા છે. દિલ્હી સામે વિશાળ લક્ષ્ય છે અને જેને ચેઝ કરવા માટે શરુઆત કરી છે.  દીપક ચાહર પ્રથમ ઓવર ચેન્નાઈ તરફથી લઈને આવ્યો છે.

  • 20 May 2023 05:19 PM (IST)

    DC vs CSK IPL 2023 Live Score: ચેન્નાઈએ 224 રનનુ રાખ્યુ લક્ષ્ય

    અંતિમ ઓવર લઈને ચેતન સાકરીયા આવ્યો હતોય ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ સળંગ બે ચોગ્ગા ફટકાર્યા હતા. ચેન્નાઈએ 3 વિકેટ ગુમાવીને 223 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

  • 20 May 2023 05:04 PM (IST)

    IPL 2023 Live Score: ડેવોન કોનવે OUT

    એનરીક નોરખિયાએ ડેવોન કોનવેને પેવેલિયન પરત મોકલ્યો હતો. કોનવે નકલ બોલનો શિકાર થયો હતો અને તે 87 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેણે 52 બોલની ઈનીંગ રમી હતી.

  • 20 May 2023 05:01 PM (IST)

    DC vs CSK Live Score: શિવમ દુબે OUT

    ખલીલ અહેમદ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે. શિવમ દુબે ડીપ લોંગ ઓન પર શોટ લગાવવાના પ્રયાસમાં લલિતે તેનો કેચ ઝડપ્યો હતો. તેણે 22 રન માત્ર 9 બોલ રમીને નોંધાવ્યા હતા.

  • 20 May 2023 04:40 PM (IST)

    DC vs CSK IPL 2023 Live Score: ગાયકવાડ OUT

    ચેતન સાકરીયાએ શાનાદર બોલિંગ કરી છે. સાકરીયાએ ઋતુરાજ ગાયકવાડની તોફાની ઈનીંગને શાંત કરી દેવામાં સફળતા મેળવી છે. પુલ કરવાના પ્રયાસમાં તે ડીપ મીડ વિકેટ પર કેચ ઝડપાયો હતો.

  • 20 May 2023 04:32 PM (IST)

    DC vs CSK IPL 2023 Live Score: ગાયકવાડની ધમાલ, સળંગ 3 છગ્ગા

    12મી ઓવર લઈને આવ્યો હતો અને ઋતુરાજ ગાયકવાડે તેની ધુલાઈ કરી દીધી હતી. ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બોલ પર સળંગ ત્રણ છગ્ગા જમાવ્યા હતા. ઓવરમાં 20 રન ચેન્નાઈના ખાતામાં આવ્યા હતા.

  • 20 May 2023 04:16 PM (IST)

    DC vs CSK Live Score: ગાયકવાડની અડધી સદી

    ઋતુરાજ ગાયકવાડે અડધી સદી પુરી કરી લીધી છે. તેણે શાનદાર શરુઆત કોનવે સાથે મલીને ચેન્નાઈને કરાવી છે. 37 બોલમાં જ ગાયકવાડે અડધી સદી નોંધાવી હતી. 10મી ઓવરમાં અડધી સદી નોંધાવી હતી. ઓવર અક્ષર પટેલ લઈને આવ્યો હતો. અને બે સળંગ છગ્ગા જમાવ્યા હતા.

  • 20 May 2023 04:04 PM (IST)

    IPL 2023 Live Score:પાવર પ્લે સમાપ્ત

    પાવર પ્લેની અંતિમ ઓવર લઈને ચેતન સાકરીયા આવ્યો હતો. મેચમાં પોતાની પ્રથમ ઓવર કરતા માત્ર 2 જ રન આપ્યા હતા. પાવર પ્લે દરમિયાન 52 રન નોંધાવ્યા હતા.

  • 20 May 2023 03:36 PM (IST)

    DC vs CSK IPL 2023 Live Score: ચેન્નાઈની બેટિંગ શરુ

    ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડે ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ શરુ કરી છે. દિલ્હી કેપિટલ્સ દ્વારા પ્રથમ ઓવર લઈને ખલીલ અહેમદ આવ્યો છે. પ્રથમ ઓવરમાં પાંચમાં બોલ પર ગાયકવાડે શાનદાર ટાઈમીંગ સાથે શોટ જમાવતા બાઉન્ડરી જમાવી હતી.

  • 20 May 2023 03:34 PM (IST)

    DC vs CSK Score: દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન

    દિલ્હી કેપિટલ્સઃ ડેવિડ વોર્નર, યશ ધૂલ, ફિલ સોલ્ટ, રિલે રુસો, અમન ખાન, અક્ષર પટેલ, લલિત યાદવ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, એનરિચ નોર્કિયા

  • 20 May 2023 03:31 PM (IST)

    IPL 2023 Live Score:ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

    ચેન્નાઈ સુપર કિંગ્સઃ ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, દીપક ચાહર, તુષાર દેશપાંડે અને મહિષ તિક્ષાના

  • 20 May 2023 03:26 PM (IST)

    DC vs CSK Live Score: ચેન્નાઈએ ટોસ જીત્યો

    ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. આમ દિલ્હી કેપિટલ્સ પ્રથમ ફિલ્ડીંગ કરશે. ધોનીએ મોટો સ્કોર ખડકીને તેને બચાવવાની યોજના અમલમાં મુકી છે.

Published On - May 20,2023 2:33 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">