Ashes 2023 : લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે ડેવિડ વોર્નરનું શાનદાર પ્રદર્શન, 3 વર્ષના દુષ્કાળનો આવ્યો અંત

ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે ઈંગ્લેન્ડ સામે એશિઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં અર્ધ સદી ફટકારી હતી અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટમાં ચાલી રહેલ દુકાળનો અંત કર્યો હતો.

Ashes 2023 : લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે ડેવિડ વોર્નરનું શાનદાર પ્રદર્શન, 3 વર્ષના દુષ્કાળનો આવ્યો અંત
David Warner
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 9:13 PM

બીજી એશિઝ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી. ઓપનર ડેવિડ વોર્નરે લાંબા સમય બાદ ઈંગ્લેન્ડમાં ટેસ્ટમાં ફિફ્ટી ફટકારી હતી, પરંતુ તે લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો અને 66 રન બનાવી આઉટ થયો હતો.

ડેવિડ વોર્નરની અડધી સદી

લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થયેલ એશિઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એવી અપેક્ષા હતી કે લોર્ડ્સની પિચ પર પ્રથમ સેશનમાં ઇંગ્લેન્ડના બોલરો ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર ભારે પડશે, પરંતુ એવું થયું નહીં અને તેનું એક મોટું કારણ ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર છે, જેણે અડધી સદી ફટકારી 2019થી ચાલતા દુષ્કાળનો અંત આણ્યો હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

2019 બાદ ઈંગ્લેન્ડમાં પ્રથમ ફિફ્ટી

વોર્નર અને ખ્વાજાએ પ્રથમ વિકેટ માટે 73 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ખ્વાજાના આઉટ થયા પહેલા વોર્નરે પોતાની અડધી સદી પૂરી કરી હતી. વોર્નરે સિક્સર ફટકારીને આ ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 22મી ઓવરના ચોથા બોલ પર સિક્સર મારીને ટેસ્ટમાં તેની 35મી અડધી સદી પૂરી કરી. આ સાથે તેણે ઈંગ્લેન્ડમાં ત્રણ વર્ષથી ચાલી રહેલા દુષ્કાળનો અંત લાવ્યો. વોર્નરે 2019થી ઈંગ્લેન્ડમાં ટેસ્ટમાં અડધી સદી કે સદી ફટકારી ન હતી.

88 બોલમાં 66 રન બનાવ્યા

લોર્ડસ ટેસ્ટમાં વોર્નરે ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત અપાવી હતી અને બાદમાં ત્રણ વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં ફિફ્ટી ફટકારવામાં સફળ રહ્યો હતો. આ પહેલા વોર્નરે 22 ઓગસ્ટ 2019ના રોજ લીડ્ઝમાં રમાયેલી મેચમાં 61 રનની ઇનિંગ રમી હતી. ત્યારપછી તેણે ઈંગ્લેન્ડમાં કુલ નવ ઈનિંગ્સ રમી હતી પરંતુ એકમાં પણ તે અડધી સદી ફટકારી શક્યો નહોતો. તેણે 66 બોલમાં એક છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ વર્લ્ડ કપનું યજમાન ભારત કેમ નથી રમી રહ્યું ઓપનિંગ મેચ, જાણો શું છે કારણ?

વોર્નર સદી ચૂક્યો

ડેવિડ વોર્નરની ગણતરી ઓસ્ટ્રેલિયાના જ નહીં પરંતુ વિશ્વના શ્રેષ્ઠ લેફ્ટ આર્મ ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે, તેણે ત્રણેય ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને સદી પણ ફટકારી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું પરફોર્મન્સ ઉતાર ચઢાવ ભર્યું રહ્યું છે અને ઈંગ્લેન્ડમાં તો તેના આંકડા નિરાશાનજક રહ્યા છે. આ ડાબોડી બેટ્સમેન હજુ સુધી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સદી ફટકારી શક્યો નથી. વોર્નરને લોર્ડ્સમાં સદી ફટકારીને અહીં લીડરબોર્ડમાં પોતાનું નામ લખાવવાની તક હતી અને ઈંગ્લેન્ડમાં તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારવાની પણ તક હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">