Ashes : ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 89 રનથી હરાવી એશિઝ ટ્રોફી પર કર્યો કબજો, ગાર્ડનરની 8 વિકેટ
એશ્લે ગાર્ડનરની ધારદાર બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને એકમાત્ર મહિલા એશિઝ ટેસ્ટમાં હરાવી શાનદાર જીત હાંસલ કરી હતી અને એશિઝ ટ્રોફી પર કબજો કર્યો હતો.
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે નોટિંગહામમાં ટ્રેન્ટ બ્રિજના મેદાનમાં રમાયેલ એકમાત્ર ટેસ્ટ એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 89 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ એશિઝ ટ્રોફી પણ જીતી લીધી હતી.
ઈંગ્લેન્ડને જીતવા માટે 268 રનનો ટાર્ગેટ
આ મેચમાં ઈંગ્લેન્ડને જીતવા માટે બીજી ઇનિંગમાં 268 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ગાર્ડનરની ઓફ સ્પિન સામે ઈંગ્લેન્ડની ખેલાડીઓએ એક પછી એક સતત વિકેટો ગુમાવી હતી અને આખી ટીમ માત્ર 178 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ગાર્ડનરે બીજી ઈનિંગમાં 20 ઓવરમાં 66 રન આપીને આઠ વિકેટ લીધી હતી.
Australia triumph in the Women’s #Ashes Test
#ENGvAUS: https://t.co/w2dM92Ku8E pic.twitter.com/sY6OsEMHrw
— ICC (@ICC) June 26, 2023
ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 257 રનમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 473 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 463 રન બનાવ્યા હતા. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 10 રનની લીડ સાથે મેદાનમાં ઉતરી હતી. ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં 257 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને ઈંગ્લેન્ડને 268 રનનો ટાર્ગેટ મળ્યો. 2015 પછી ઓસ્ટ્રેલિયાની આ પહેલી એશિઝ શ્રેણી જીત છે.
અંતિમ દિવસે ઈંગ્લેન્ડની શરણાગતિ
સોફી એક્લેસ્ટનની શાનદાર બોલિંગના આધારે ઇંગ્લેન્ડે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં સસ્તામાં ઢાંકી દીધું હતું. આ પછી ઇંગ્લેન્ડ પાસે મળેલા લક્ષ્યને હાંસલ કરવા માટે લગભગ દોઢ દિવસનો સમય હતો. પરંતુ ગાર્ડનરે ચોથા દિવસે જ ઈંગ્લેન્ડની કમર તોડી નાખી હતી. ઇંગ્લેન્ડે ચોથા દિવસના અંતે પાંચ વિકેટના નુકસાને 116 રન બનાવ્યા હતા. પાંચમા દિવસે ઈંગ્લેન્ડના બેટ્સમેન ગાર્ડનર સામે ઝૂકતા જોવા મળ્યા હતા. અંતિમ દિવસે ગાર્ડનરે ઈંગ્લેન્ડની બાકીની પાંચ વિકેટ લીધી હતી. તેણે પ્રથમ દાવમાં ચાર વિકેટ ઝડપી હતી.
Look at ‘em pic.twitter.com/5GpA3g9rFd
— Australian Women’s Cricket Team (@AusWomenCricket) June 26, 2023
એશ્લે ગાર્ડનરની 8 વિકેટ
ઓસ્ટ્રેલિયાની જીતમાં એશ્લે ગાર્ડનરે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ઈંગ્લેન્ડની બીજી ઇનિંગમાં કુલ આઠ વિકેટ ઝડપી હતી. તેની ધારદાર બોલિંગ સામે કોઈ પણ ઇંગ્લિશ ખેલાડી ટકી શકી ન હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે સતત વિકેટો ગુમાવી હતી. એશ્લે ગાર્ડનરે ટેસ્ટમાં એક ઇનિંગમાં સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડની બરાબરી કરી હતી. ગાર્ડનરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
Outstanding! The best figures by an Australian woman in an innings and in a Test match!
Ashleigh Gardner finishes with 12-165 #Ashes pic.twitter.com/xJOGpTeekf
— cricket.com.au (@cricketcomau) June 26, 2023
આ પણ વાંચોઃ Asian Games 2023 : શિખર ધવનની થશે વાપસી, એશિયન ગેમ્સમાં કરી શકે છે ટીમ ઈન્ડિયાની કપ્તાની!
સધરલેન્ડની સદી, બ્યુમોન્ટની ડબલ સેન્ચુરી
ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં એનાબેલ સધરલેન્ડે 184 બોલમાં 16 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 137 રન બનાવ્યા હતા. જ્યારે એલિસ પેરી માત્ર એક રન માટે સદી ચૂકી ગઈ હતી અને 99 રન બનાવી આઉટ થઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ દાવમાં ટેમી બ્યુમોન્ટે શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેણે 331 બોલમાં 27 ચોગ્ગાની મદદથી 208 રન બનાવ્યા હતા, જ્યારે નેટ શિવરે 78 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા માટે બીજી ઈનિંગમાં બેથ મૂનીએ 85, એલિસા હીલીએ 50 રન બનાવ્યા હતા. તો બીજી તરફ ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં ડેનિયલ વ્યાટે લડાયક 54 રન બનાવ્યા હતા.