AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs PAK: ડેવિડ વોર્નર કારકિર્દીની છેલ્લી ટેસ્ટની પહેલી ઈનિંગમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો

ડેવિડ વોર્નર તેની છેલ્લી ટેસ્ટના પ્રથમ દાવમાં મોટો સ્કોર કરી શક્યો નહોતો. તે જ્યારે 20 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સ્લીપમાં તેનો કેચ છૂટ્યો હતો અને તેને જીવનદાન મળ્યું હતું. જોકે, તે આનો ફાયદો ન ઉઠાવી શક્યો અને વધુ 14 રન જોડી 34ના સ્કોર પર આઉટ થયો હતો.

AUS vs PAK: ડેવિડ વોર્નર કારકિર્દીની છેલ્લી ટેસ્ટની પહેલી ઈનિંગમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો
David Warner
| Updated on: Jan 04, 2024 | 8:45 AM
Share

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ ડેવિડ વોર્નરની છેલ્લી ટેસ્ટ છે. આ મેચ બાદ વોર્નર ટેસ્ટ અને વનડેને અલવિદા કહી દેશે. એવી અપેક્ષા હતી કે વોર્નર ઘરઆંગણે આ છેલ્લી ટેસ્ટ મેચમાં કમાલ કરશે પરંતુ આ ડાબોડી બેટ્સમેન પ્રથમ દાવમાં મોટી ઈનિંગ રમી શક્યો નહોતો.

વોર્નર 34 રન બનાવી થયો આઉટ

આ ઈનિંગમાં વોર્નરને એક વાર જીવનદાન મળ્યું હતું પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે વોર્નર બીજા દાવમાં મોટો સ્કોર કરશે તેવી અપેક્ષા રાખવામાં આવશે. વોર્નરે આ શ્રેણી પહેલા જ કહ્યું હતું કે તે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચ બાદ આ ફોર્મેટને અલવિદા કહી દેશે. આ પછી વોર્નરે કહ્યું હતું કે તે વનડે ક્રિકેટને પણ અલવિદા કહી રહ્યો છે.

ટીમને સારી શરૂઆત અપાવી

વોર્નરે પોતાની ઈનિંગની શરૂઆત સારી કરી હતી, પરંતુ તેને મોટી ઈનિંગમાં બદલી શક્યો નહોતો. જો કે, આ બેટ્સમેને ચોક્કસપણે તે કામ કર્યું જેની ટીમને જરૂર હતી. વોર્નરે તેના ખાસ મિત્ર ઉસ્માન ખ્વાજા સાથે મળીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ સાથે મળીને 70 રન જોડ્યા. જ્યારે વોર્નર સેટ થઈ ગયો હોય તેવું લાગતું હતું ત્યારે આખા સલમાને તેની ઈનિંગનો અંત આણ્યો હતો.

આખા સલમાને વોર્નરને કર્યો આઉટ

પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે ફાસ્ટ બોલરોને નિષ્ફળ થતા જોઈને બોલ સ્પિનર આગા સલમાનને આપ્યો. સલમાનની ઓફ સ્પિન કામ કરી ગઈ અને વોર્નર આઉટ થયો. સલમાનનો બોલ ટર્ન લેતા વોર્નરના બેટની ઉપરની કિનારી પર લાગી ઊંચો ઉછળીને હવામાં ગયો અને સ્લિપમાં ઉભેલા બાબર આઝમે જમણી તરફ ઝૂકીને શાનદાર કેચ લીધો.

20 રન પર મળ્યું હતું જીવનદાન

આ પહેલા વોર્નર 20 રન પર હતો ત્યારે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા સૈમ અયુબે તેનો કેચ છોડ્યો હતો. અમર જમાલ 14મી ઓવર ફેંકી રહ્યો હતો. તેણે પહેલો બોલ વોર્નર તરફ ફેંક્યો. આ બોલ ઓફ સ્ટમ્પની લાઇનમાં હતો, જેને વોર્નરે હળવાશથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ તેના બેટની બહારની કિનારી લઈને સ્લિપમાં ગયો હતો. ત્યાં પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલ ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આ કેચ એકદમ આસાન હતો પરંતુ અયુબના હાથમાંથી બોલ સરકી ગયો અને વોર્નરને જીવનદાન મળ્યું. જોકે, વોર્નર આનો ફાયદો ઉઠાવી શક્યો નહીં.

આ પણ વાંચો : IND vs SA: કેપટાઉન ટેસ્ટમાં બોલરોનો તરખાટ, બેટ્સમેનોની હાલત થઈ ખરાબ, બન્યા અનોખા રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">