IPL : MS ધોનીના સન્યાસને લઈ મોટો ખુલાસો, જાણો CSKના CEOએ શું કહ્યું?
MS ધોનીના રિટાયરમેન્ટને લઈ IPL 2023 શરૂ થવા પહેલાથી જ ચર્ચાઓ ચાલી રહી હતી, જે સિઝન પૂરી થયા બાદ પણ યથાવત છે. હાલ ધોની તેના ઘૂંટણની ઈજાને લઈ પરેશાન છે અને હવે તે સર્જરી કરાવશે એવી અફવાઓ સામે આવી રહી છે, એવામાં તેના સન્યાસ લેવા અંગે CSKના CEOએ ખુલાસો કર્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાસી વિશ્વનાથને MS ધોનીના રિટાયરમેન્ટને લઈ સ્પષ્ટ કર્યું કે CSK ફ્રેન્ચાઈઝી સાથેના તેના ભવિષ્ય અંગે અંતિમ નિર્ણય કેપ્ટન ધોની પોતે લેશે. હાલ ધોનીને પગમાં સામાન્ય ઈજા છે અને હોસ્પિટલમાં ચેકઅપ અને ડૉક્ટરની સલાહ લીધા બાદ જ ધોની આગામી સિઝનમાં તેના રમવા અને સન્યાસ લેવા અંગે નિર્ણય લેશે.
આ પણ વાંચો: Cricket: ખાસ પ્રકારના શૂઝ પહેરીને ક્રિકેટના મેદાનમાં રમે છે ક્રિકેટરો, જાણો શું છે તેની ખાસિયત
ધોનીની વધતી ઉંમર, હાલ જ સમાપ્ત થયેલ સિઝનમાં તેના સામાન્ય પ્રદર્શન અને ડાબા ઘૂંટણની ઈજા બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ધોની જલ્દી તેના સન્યાસ અંગે નિર્ણય લઈ શકે છે. IPL 2023માં ઈજા છતાં ધોની આખી સિઝન રહ્યો હતો, અને હવે આગામી સિઝનમાં રમવા અંગે જલ્દી નિર્ણય લઈ શકે છે.
CSKના CEO કાસી વિશ્વનાથને એમએસ ધોનીના IPLમાં ભવિષ્ય અંગે પોતાનું મૌન તોડ્યું હતું. વિશ્વનાથને એ પણ ખુલાસો કર્યો કે શું એમએસ ધોની IPLની 17મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરશે કે નહીં, સાથે જ ધોનીની ડાબા ઘૂંટણની ઈજા વિશે પણ તેમણે કહ્યું હતું કે તે ડૉક્ટરની સલાહ લીધા પછી જો સર્જરીની સલાહ આપવામાં આવશે તો ધોની ફાઈનલ રિપોર્ટ્સ આવ્યા પછી જ આ અંગે નિર્ણય લેશે.
ઘૂંટણમાં ઈજા છતાં ધોની IPL 2023માં રમ્યો
મહેન્દ્ર સિંહ ધોની IPL 2023માં ડાબા પગમાં ઘૂંટણની ઈજા સાથે જ તમામ મેચો રમ્યો હતો. હવે જ્યારે સિઝન સમાપ્ત થઈ ગઈ છે ત્યારે ધોની ડોકટરની સલાહ લઈને તેની સર્જરી કરાવી શકે છે. ડાબા ઘૂંટણમાં ખેંચાણના કારણે ધોની આખી સિઝન દરમિયાન પરેશાન જોવા મળ્યો હતો, તેમ છતાં ધોની તેના ચાહકો માટે સંપૂર્ણ સિઝન રમ્યો હતો અને ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવી ચેન્નાઈ સૂયાપર કિંગ્સે ધોનીની આગેવાનીમાં રેકોર્ડ પાંચમીવાર IPL ટ્રોફી પણ જીતી હતી.
ધોનીને આખી સિઝન દકમિયાં અનેકવાર તેના સન્યાસ લેવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ત્યારે ધોનીએ તેની આ અંતિમ સિઝન નહીં હોવાનું જણાવ્યું હતું, સાથે જ તેની પાસે આ નાગે વિચારવા માટે હજી આઠથી નવ મહિનાનો સામે હોવાનું પણ જણાવ્યું હતું, એવામાં ધોનીએ આગામી સિઝનમાં તેના રમવા અંગે સસ્પેન્સ યથવાત રાખ્યો હતો.