IPL 2023: ટ્રોફી જીત્યા બાદ MS ધોનીને હોટલમાં મળી ખાસ ભેટ, જૂની યાદો તાજી થઈ
ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચ વખત IPL જીતી ચુકી છે અને આ પાંચ વખત મહેન્દ્ર સિંહ ધોની ટીમનો કેપ્ટન રહ્યો છે. ધોનીની ગણતરી IPLના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. આવું કેમ કહેવાય છે તે ફરી એકવાર તેણે સાબિત કર્યું છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023નું ટાઈટલ જીતી ગત સિઝનની કમીને પૂરી કરી હતી. ધોનીની કેપ્ટન્સીવાળી આ ટીમે સોમવારે રમાયેલી ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ રોમાંચક મેચમાં છેલ્લા બે બોલમાં જરૂરી 10 રન બનાવીને રવિન્દ્ર જાડેજાએ ટીમને જીત અપાવી હતી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી અને જ્યારે ટીમ સ્ટેડિયમથી ટ્રોફી સાથે તેની હોટલ પહોંચી ત્યારે ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જીત બાદ સમગ્ર સ્ટેડિયમ CSK અને ધોનીના નામથી ગુંજી ઉઠ્યું હતું. ગત સિઝનમાં ચેન્નાઈની ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી ન હતી. તે બીજી વખત હતું જ્યારે ચેન્નાઈ IPL પ્લેઓફમાં સ્થાન મેળવી શક્યું ન હતું, પરંતુ આ સિઝનમાં CSKએ સાબિત કરી બતાવ્યું છે કે તેને ચેમ્પિયન ટીમ કેમ કહેવામાં આવે છે.
The Kings Victory March! 🥳🦁#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Dd9uGqPf7P
— Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023
માહીએ પાંચ લેયરની કેક કાપી
ચેન્નાઈની ટીમ સ્ટેડિયમની બહાર આવતાની સાથે જ તેના ચાહકો ટીમની રાહ જોઈને બહાર ઉભા થઈ ગયા હતા. ટીમ બસને જોઈને આ પ્રશંસકોએ નારા લગાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ જ્યારે ટીમ તેની હોટલ પર પહોંચી તો ત્યાં પણ તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં પાંચ લેયરની કેક ટીમની રાહ જોઈ રહી હતી. ટીમના કેપ્ટન ધોનીએ આ કેક કાપી હતી. ચેન્નાઈએ આ વર્ષે તેની પાંચમી IPL ટ્રોફી જીતી હતી એટલા માટે આ કેક પણ પાંચ લેયરની તૈયાર કરવામાં આવી હતી.
આ પણ વાંચો :વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડની આવી બદનામી ! IPL ફાઈનલમાં ખૂલી પોલ
ધોનીની ટીમે 2010માં પહેલું ટાઇટલ જીત્યું હતું. આ પછી ચેન્નાઈએ 2011, 2018, 2021 અને 2023માં ટાઈટલ જીત્યું હતું. આ કેકના દરેક લેયર પર ચેન્નાઈના ટાઈટલ જીતવાનું વર્ષ લખેલું હતું, તેથી આ કેક પાંચ લેયરની હતી. ધોની જ્યારે કેક કાપી રહ્યો હતો ત્યારે ટીમની સાથે હોટલનો સ્ટાફ પણ તેની સાથે હાજર હતો. આ કેક જોઈને ચોક્કસથી ધોનીને જૂની ટાઈટલ જીતની યાદો તાજી થઈ ગઈ હશે.
ચેન્નાઈએ મુંબઈની બરાબરી કરી
આ ટાઈટલ જીત સાથે ચેન્નાઈએ મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. મુંબઈએ પાંચ વખત IPLનો ખિતાબ જીત્યો છે. આ સીઝન પહેલા રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સને IPLની સૌથી મોંઘી સફળ ટીમ કહેવામાં આવતી હતી પરંતુ હવે ચેન્નાઈ સુપર કિંગ્સે તેની બરાબરી કરી લીધી છે. બંને ટીમો પાસે હવે પાંચ-પાંચ IPL ટાઇટલ છે.