Cricket: ખાસ પ્રકારના શૂઝ પહેરીને ક્રિકેટના મેદાનમાં રમે છે ક્રિકેટરો, જાણો શું છે તેની ખાસિયત

આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો મેદાન પર ક્રિકેટ રમતી વખતે ખાસ પ્રકારના જૂતા પહેરીને મેદાનમાં ઉતરતા હોય છે. ખેલાડીઓના શૂઝ સામાન્ય જૂતાથી અલગ હોય છે અને અલગ પ્રકારે તેને બનાવવામાં આવે છે. આ શૂઝની કિંમત પણ ઘણી મોંઘી હોય છે.

Cricket: ખાસ પ્રકારના શૂઝ પહેરીને ક્રિકેટના મેદાનમાં રમે છે ક્રિકેટરો, જાણો શું છે તેની ખાસિયત
Cricketers wearing spiked shoes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 3:45 PM

ક્રિકેટએ ભારતમાં સૌથી લોકપ્રિય રમત છે અને ક્રિકેટરો આપણા દેશમાં સેલિબ્રિટી છે. ક્રિકેટરો શું પહેરે છે, તેમનો ડાયેટ શું છે, દરેક વિશે જાણવા ફેન્સ એક્સાઈટેડ હોય છે. ખાસ કરીને બાળકો અને યુવા ખેલાડીઓને વધુ રસ હોય છે. જેમાં ક્રિકેટરોના શૂઝ કેવા હોય છે, કઈ બ્રાન્ડના શૂઝ પહેરે છે, કેટલા મોંઘા હોય છે અને કેવી રીતે બને છે એ સવાલ બધાના મનમાં હોય છે.

ક્રિકેટરોના શૂઝ કેવા હોય છે?

ક્રિકેટરોના શૂઝમાં નીચેના ભાગમાં સ્પાઇક હોય છે. સ્પાઇક તીક્ષ્ણ ખીલા જેવા હોય છે, જેનાથી મેદાનમાં રમતી વખતે ઘાસ અને માટી પર કોઈ પ્રકારની અડચણ વિના દોડી અને ફિલ્ડિંગ કરી શકાય. મેચ પહેલા પણ ટ્રેનિંગ, પ્રેક્ટિસ અને રનિંગમાં ખેલાડીઓને કોઈ તકલીફ ના થાય એ માટે સ્પાઇકવાળા શૂઝ પહેરે છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
Global Running Day Cricketers wearing special shoes in the cricket field Know what is special

Virat-Rohit Shoes

સ્પાઇક હોવાના કારણે શૂઝનું વજન સામાન્ય સ્પોર્ટ્સ શૂઝ કરતાં થોડો વધુ હોય છે, છતાં ક્રિકટરો મેદાનમાં ફિલ્ડિંગ કરતી વખતે ઝડપી રનિંગ કરી શકે એ માટે પ્રમાણમાં થોડા હલકા જૂતા પહેરવાનું પસંદ કરતાં હોય છે.

આ પણ વાંચો:IPL 2023 Final: રવીન્દ્ર જાડેજાએ કર્યું દિલ જીતી લેનારું કામ, જે બેટથી ટાઇટલ જીતાડ્યું તે બેટ ગિફટમાં આપ્યું

ખેલાડીઓના શૂઝમાં શ્રેષ્ઠ મટિરિયલ યુઝ કરવામાં આવે છે, જેમાં સોફ્ટ સ્પંજ, કમ્ફર્ટ સોલ, મજબૂત સ્પાઇકની સાથે બેસ્ટ કોટન દોરીનો યુઝ કરવામાં આવે છે. સાથે જ શૂઝના વજન અને કમ્ફર્ટ માટે તેના બેલેન્સને પણ ચેક કરવામાં આવે છે.

દરેક પ્રકારના વાતાવરણમાં ખેલાડીઓને રનિંગમાં કોઈ તકલીફ ના પડે તેને ધ્યાનમાં રાખીને શૂઝનો શેપ આપવામાં આવે છે. સાથે જ શૂઝના અંદરના ભાગમાં હવાની અવર-જવર રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ખેલાડીઓને રમતી અને ટ્રેનિંગ કરતી વખતે કોઈ ઈજા ન થાય તે માટે પહેલા જૂતાને ચકાસવામાં આવે છે.

વિરાટ-રોહિત-ધોની પહેરે છે આ કંપનીના શૂઝ

ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પુમા કંપનીના શૂઝ પહેરીને ક્રિકેટ મેદાન પર રમવા આવે છે. કોહલીના શૂઝની અંદાજીત કિંમત  25000 રૂપિયાથી 30000 રૂપિયા સુધીની છે. ટીમ ઈન્ડિયાનો વર્લ્ડકપ વિનિંગ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઓસ્ટ્રેલિયન કંપની CCSના જૂતા પહેરીને રમે છે. આ કંપનીના શૂઝની અંદાજીત કિંમત 20000 થી 25000 રૂપિયા સુધીની હોય છે. જ્યારે ભારતીય ટીમનો હિટમેન અને કપ્તાન રોહિત શર્મા એડિદાસ કંપનીના જૂતા પહેરીને ક્રિકેટના મેદાનમાં રમે છે. તેના શૂઝની અંદાજીત કિંમત 17000થી લઈને 20000 રૂપિયા સુધીની છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">