Cricket Records: ક્રિકેટ જગતમાં એવા કેટલાક રેકોર્ડ જાણે કે અતૂટ રહેવા સર્જાયા, જાણો રસપ્રદ રેકોર્ડ
આમ તો સામાન્ય રીતે રેકોર્ડ બનતા જ તુટવા માટે હોય છે એમ કહેવાતુ આવ્યુ છે. જોકે એવા પણ કેટલાક ક્રિકેટ રેકોર્ડઝ (Cricket Records) છે કે, જે અતૂટ રહ્યા છે. કેટલાક રેકોર્ડ ભલે તુટ્યા હોય પણ તેના તૂટવા એ પણ ખૂબ મુશ્કેલ હોય છે.
આમ તો સામાન્ય રીતે રેકોર્ડ બનતા જ તુટવા માટે હોય છે એમ કહેવાતુ આવ્યુ છે. જોકે એવા પણ કેટલાક ક્રિકેટ રેકોર્ડઝ (Cricket Records) છે કે, જે અતૂટ રહ્યા છે. કેટલાક રેકોર્ડ ભલે તુટ્યા હોય પણ તેના તૂટવા એ પણ ખૂબ મુશ્કેલ હોય છે. જેમ કે સર ડોન બ્રેડ મેન (Sir Don Bradman) ની સરેરાશ અને બ્રાયન લારા (Brian Lara) ના ટેસ્ટમાં 400 રન. વન ડે અને ટેસ્ટ ક્રિકેટ ના એવા રેકોર્ડ કે જે આજે પણ કોઇ તોડી નથી શક્યુ. તેવા 10 ક્રિકેટ જગતના રેકોર્ડ ની જાણકારી બતાવીશુ.
1. વન ડે ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ બોલીંગ
વર્ષ 2001 માં એક વન ડે મેચમાં ઝિમ્બાબ્વેની ટીમ શ્રીલંકા સામે માત્ર 38 રન પર જ સમેટાઇ ગઇ હતી. ટીમ માત્ર 15. 4 ઓવર જ મેદાનમાં ઉભી રહી શકી હતી. તેનુ કારણ પણ એ હતુ કે, શ્રીંલકન ઝડપી બોલર ચામિંડા વાસે તે મેચમાં તરખાટ મચાવ્યો હતો. તેણે 8 વિકેટ ઝડપી હતી. તેણે 15.4 માંથી આઠ ઓવર કરી હતી. જે દરમ્યાન તેણે 3 ઓવર મેઇડન કરી હતી, જ્યારે માત્ર 19 જ રન તેણે ખર્ચ્યા હતા. આ મામલામાં બીજા નંબરે પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી છે, જેણે 12 રન આપીને 7 વિકેટ ઝડપી છે.
2. નાઇટ વોચ મેન સર્વોચ્ચ સ્કોર
ટેસ્ટ ક્રિકેટમાં નાઇચ વોચમેન એટલે કે, જ્યારે દિવસના અંતે થોડીક જ ઓવરો બચી હોય ત્યારે મહત્વના બેટ્સમેનને મેદાને ઉતારવામાં આવે. જોકે હાલમાં આ ટ્રેન્ડ ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે. 2006 ના વર્ષમાં ચટગાંવ ટેસ્ટ મેચમાં નાઇટ વોચમેનના રુપે બેટ્સમેને બેવડી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલીયન ક્રિકેટર જેસન ગેલસ્પી એ આ પરાક્રમ કર્યુ હતુ.
3. સૌથી ઓછા સમયની ટેસ્ટ મેચ
વર્ષ 1932 માં ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મેલબોર્નમાં એક મેચ રમાઇ હતી. જેમાં પાંચ દિવસ નહી પરંતુ, ટેસ્ટ મેચ પુરા છ કલાક પણ ચાલી નહોતી. સાઉથ આફ્રિકા ની ટીમ પ્રથમ ઇનીંગમાં માત્ર 36 રન જ પર જ સમેટાઇ ગઇ હતી. જ્યારે, બીજી ઇનીંગમાં 45 રન કર્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલીયાએ પ્રથમ ઇનીંગ રમતા 153 રન કર્યા હતા. આમ ઓસ્ટ્રેલીયા એ એક ઇનીંગ થી મેચ જીતી હતી.
4. એક ઇનીંગમાં સૌથી વધુ ઓવર નાંખવાનો રેકોર્ડ
સન્ની રામદીનના નામે આ ઐતિહાસિક રેકોર્ડ નોંધાયેલો છે. વેસ્ટઇન્ડીઝના આ બોલરે, ઇંગ્લેંડ સામે 1957 માં એઝબેસ્ટનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં રેકોર્ડ 98 ઓવર એટલે કે 588 બોલ નાંખ્યા હતા. તેણે રેકોર્ડ ઇંગ્લેંડ સામેની બીજી ઇનીંગમાં કર્યો હતો. આ મામલે બીજા નંબર પર ઓસ્ટ્રેલીયન ટીઆર વિવર્સ છે. જેમણે 1964માં ઇંગ્લેંડ સામે 95.1 ઓવર કરી હતી.
5. સૌથી ઓછી ઇકોનોમી રેટ
વેસ્ટઇન્ડીઝના ફિલ સિમન્સ નુ ટેસ્ટ કરિયર વધારે લાંબુ નહોતુ ચાલ્યુ, પરંતુ વન ડેમાં તેનો એક રેકોર્ડ અતૂટ છે. 1992 માં પાકિસ્તાન સામે રમાયેલી એક વન ડે મેચમાં 10 ઓવર બોલીંગ કરી હતી. જેમાં 8 ઓવર મેઇડન કરી હતી. તેમે માત્ર 3 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. વન ડે ઇતિહાસની આ સૌથી ઓછી ઇકોનોમી ધરાવે છે, જે માત્ર 0.30 ની રહી છે.
6. સૌથી વધારે આંતરરાષ્ટ્રીય વિકેટ
આ મામલે શ્રીલંકાનો મહાન બોલર મુથૈયા મુરલીધરન સૌથી આગળ છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 1347 વિકેટ હાંસલ કરી છે. જેમાં ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ ઝડપી છે. જ્યારે વન ડેમાં 547 વિકેટ ઝડપી છે. મુરલી બાદ આ મામલે શેન વોર્ન છે, જોકે તે મુરલી કરતા 346 ઓછી વિકેટ ધરાવે છે.
7. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સર્વશ્રેષ્ટ બોલીંગ
ઇંગ્લેંડ નો સ્પિનર જિમ લેકર બે વખત 10 વિકેટ એક જ ઇનીંગમાં મેળવવાનો રેકોર્ડ ધરાવે છે. એકવાર ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં અને બીજી વાર ટેસ્ટ ક્રિકેટમાં 10 વિકેટ ઝડપી હતી. 1956 માં ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયા સામે પ્રથમ ઇનીંગમાં જીમે એ 37 રન આપીને 9 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઇનીંગમાં 53 રન આપીને 10 વિકેટ ઝડપી હતી. આમ 90 રન ખર્ચીને એક જ મેચમાં 19 વિકેટ ઝડપી હતી.
8. સૌથી વય ધરાવતો ટેસ્ટ ક્રિકેટર
ઇંગ્લેંડના મહાન ઓલરાઉન્ડર વિલફ્રેડ રોડ્ઝ 52 વર્ષ અને 165 દિવસની ઉંમરે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમ્યા હતા. જ્યારે હાલમાં 35 વર્ષની આસપાસ જ ખેલાડીઓ નિવૃત્તી લેવા લાગ્યા છે. વિલફ્રેડ 1110 પ્રથમ શ્રેણી ક્રિકેટ મેચ રમી ચુક્યો છે. જ્યારે તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 4204 વિકેટ છે.
9. કરિયરમાં સૌથી વધુ રન
ઇંગ્લેંડના દિગ્ગજ સર જૈક હોબ્સ ના નામે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં વિશ્વરેકોર્ડ 61,760 રન છે. તેમણે આ રન 834 મેચમાં બનાવ્યા હતા. જેમાં 199 શતક પણ સામેલ છે. જ્યારે 273 અર્ધશતક પણ લગાવી ચુક્યા છે.
10 કરિયર ની સૌથી વધુ બેટીંગ સરેરાશ
ક્રિકેટ જગતના શહેનશાહ એટલે સર ડોન બ્રેડ મેન ગણાય છે. તેઓની ટેસ્ટ ક્રિકેટમાં 99.94 ની બેટીંગ સરેરાશ હતી. જો તેઓએ માત્ર ચાર રન વધારે બનાવ્યા હોત તો તો સરેરાશ 100 હોત. આ રેકોર્ડ તૂટવો અશક્ય લાગી રહ્યો છે. કારણ કે તેમના બાદ બીજા નંબરના બેટ્સમેનનો રેકોર્ડ 61.87 છે.