CSK vs SRH Live Score Highlights, IPL 2022 : સનરાઈઝર્સ હૈદરાબાદને લક્ષ્ય 13 રન દુર રહી ગયુ, ચેન્નાઈ એ મેળવ્યો વિજય
Chennai Super Kings vs Sunrisers Hyderabad Live Score Highlights in Gujarati: CSK એ અત્યાર સુધી 8 મેચોમાં માત્ર 2 જીત મેળવી છે, જ્યારે SRH એ એટલી જ મેચોમાં 5 જીત મેળવી છે.

IPL 2022 માં આજની ડબલ હેડરની બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે છે. આ સિઝનની આ 46મી મેચ છે અને પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આજે આ મેચ પર સૌથી વધુ નજર રહેશે, કારણ કે એમએસ ધોની ફરી એકવાર ચેન્નાઈના કેપ્ટન તરીકે વાપસી કરી રહ્યો છે. ટીમ અને ખુદના ખરાબ પ્રદર્શન બાદ રવિન્દ્ર જાડેજાએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો અને પછી ધોનીને કેપ્ટન બનાવવા વિનંતી કરી હતી. આવી સ્થિતિમાં, શું ધોનીની વાપસી CSKની કિસ્મત પાટા પર લાવશે? CSK ને અત્યાર સુધી 8 માંથી 6 હાર મળી છે અને પ્લેઓફની શક્યતા ઘણી ઓછી છે. બીજી તરફ, સનરાઈઝર્સ હૈદરાબાદ સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે અને ગુજરાત તરફથી હાર બાદ ફરીથી જીતવા ઈચ્છશે.
Hyderabad vs Chennai પ્લેયીંગ ઈલેવન
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: એમએસ ધોની (કેપ્ટન) ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મિશેલ સેન્ટનર, સિમરજીત સિંહ, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, ડેવોન કોનવે, મુકેશ ચૌધરી, મહિષ તિક્ષાના
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન: કેન વિલિયમસન (કેપ્ટન), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, વોશિંગ્ટન સુંદર, શશાંક સિંઘ, માર્કો યાનસન, ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન, ઉમરાન મલિક
LIVE Cricket Score & Updates
-
Hyderabad vs Chennai Live Score: પૂરનને ચોગ્ગો મળ્યો
હૈદરાબાદના હાથમાંથી મેચ લગભગ નીકળી ગઈ છે અને હવે પૂરન માત્ર રનનો તફાવત ઓછો કરી રહ્યો છે. 19મી ઓવરમાં પૂરને પ્રિટોરિયસ સામે બે ચોગ્ગા ફટકાર્યા હતા. પૂરને બીજો બોલ સીધી બાઉન્ડ્રી તરફ રમીને ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારપછી પાંચમો બોલ લપેટવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ ન થયો. તેમ છતાં, બેટની કિનારીથી ફટકાર્યા પછી, તેને વિકેટ પાછળ 4 રન મળ્યા.
-
Hyderabad vs Chennai Live Score: મુકેશ ચૌધરીએ વધુ એક વિકેટ ઝડપી
વોશિંગ્ટ સુંદરને સસ્તામાં આઉટ કરીને મુકેશ ચૌધરીએ વધુ એક સફળતા અપાવી છે. હૈદરાબાદ આમ હવે જીત થી દુર થવા લાગ્યુ છે. મુકેશે હૈદરાબાદ સામે ચોથી વિકેટ ઝડપી છે.
-
-
Hyderabad vs Chennai Live Score: શશાંક સિંહ આઉટ
મુકેશ ચૌધરીએ શશાંક ચૌધરીની વિકેટ ઝડપી છે. આમ હૈદરાબાદે પાંચમી વિકેટ ગુમાવી છે.
-
Hyderabad vs Chennai Live Score: પૂરનનો લાંબો છગ્ગો
SRHને અંતિમ 4 ઓવરમાં 68 રનની જરૂર છે. એટલે કે દરેક ઓવરમાં જોરદાર રીતે રન બનાવવા પડશે અને 17મી ઓવરમાં પુરને પહેલા જ બોલ પર તેની શરૂઆત કરી હતી. પૂરને પ્રિટોરિયસનો આ બોલ હવાની સીધી બાઉન્ડ્રી તરફ ખૂબ જ ઊંચો રમ્યો હતો. બોલ બાઉન્ડ્રીની બહાર જઈને પડ્યો હતો.
-
Hyderabad vs Chennai Live Score: તિક્ષાના તરફથી જબરદસ્ત સ્પેલ
મહિષ તીક્ષાણાનો જબરદસ્ત સ્પેલ પૂર્ણ થયો છે. શ્રીલંકાના આ સ્પિનરે SRHના બેટ્સમેનોને કોઈ તક આપી ન હતી. તેની છેલ્લી ઓવરમાં પણ તિક્ષાનાએ ઝડપી બોલને સ્ટમ્પની લાઇન પર રાખ્યો હતો, જેના કારણે પૂરન અને શશાંક સિંહને એક પણ મોટો શોટ રમવાની તક મળી ન હતી અને માત્ર રન જ ખર્ચાયા હતા. તિક્ષાનાએ પોતાની 4 ઓવરમાં માત્ર 26 રન આપ્યા હતા.
-
-
Hyderabad vs Chennai Live Score: ચોથી વિકેટ પડી
હૈદરાબાદની ચોથી વિકેટ પડી છે અને કેપ્ટન કેન વિલિયમસન આઉટ થયો છે. વિલિયમ્સન રનની ગતિ વધારવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. 15મી ઓવરમાં, વિલિયમસને ડ્વેન પ્રિટોરિયસના બીજા બોલને મિડવિકેટ તરફ ઉડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલની લંબાઈ અને ઝડપ પર તે થાપ ખાઈ ગયો અને LBW આઉટ થયો. ડીઆરએસથી પણ રાહત મળી નહી.
-
Hyderabad vs Chennai Live Score: વિલિયમસને છગ્ગો ફટકાર્યો
કેન વિલિયમસન હજુ પણ તેની ટીમ માટે આગેવાની લઈ રહ્યો છે અને બાઉન્ડ્રી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. લાંબા સમય બાદ તેમને સફળતા મળી. 13મી ઓવરમાં, વિલિયમસને ડ્વેન પ્રિટોરિયસના ત્રીજા બોલ પર સ્ટેપ્સનો ઉપયોગ કર્યો પરંતુ બોલ શોર્ટ બોલ હોવાથી પીચ સુધી સંપૂર્ણ રીતે પહોંચી શક્યો નહીં. વિલિયમસન હજુ પણ બેટ રમ્યો અને કોઈક રીતે જોડાઈ ગયો અને લોંગ ઓન પર સિક્સ ફટકારી. ઓવરમાં 11 રન.
-
Hyderabad vs Chennai Live Score: પૂરને છગ્ગો જમાવ્યો
અગાઉ બે ઓવર કરકસર ભરી કર્યા બાદ રવિન્દ્ર જાડેજાની ત્રીજી ઓવર એવી રહી નહોતી. નિકોલસ પૂરને ઈનીંગની 11મી ઓવર લઈને આવનારા જાડેજાનુ સ્વાગત છગ્ગા સાથે કર્યુ હતુ. શોર્ટ બોલ પર ડિપ સ્કવેર પર 81 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 8 રન આવ્યા હતા.
11 ઓવર, SRH – 97/3
-
Hyderabad vs Chennai Live Score: માર્કરમ આઉટ
સેંટનરે બે છગ્ગા ગુમાવ્યા બાદ માર્કરમને જાડેજાના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. માર્કરમ 10 બોલમાં 17 રન ફટકારીને પરત ફર્યો હતો.
-
Hyderabad vs Chennai Live Score: માર્કરમના બે સળંગ છગ્ગા
સેંટનરની ઓવરમાં એઈડન માર્કરમે શાનદાર બે છગ્ગા જમાવ્યા હતા. તેણે 10મી ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર એક બાદ એક બે સળંગ છગ્ગા ફટર્યા હતા.
-
Hyderabad vs Chennai Live Score: જાડેજાની કરકસર ભરી ઓવર
9મી ઓવરમાં જાડેજાએ માત્ર 3 જ રન આપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ અગાઉ પણ આજ પ્રકારે કરકસર ભરી ઓવર કરી હતી. આ ઓવરમાં ત્રણ સીંગલ રન જ તેણે આપ્યા હતા.
09 ઓવર, SRH – 75/2
-
Hyderabad vs Chennai Live Score: વિલિયમસને બાઉન્ડરી મેળવી
8મી ઓવર સેંટનર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર વિલિયમસને શાનદાર બાઉન્ડરી ફટકારી હતી. થર્ડમેન તરફ આ ચોગ્ગો ફટકાર્યો હતો.
08 ઓવર, SRH – 72/2
-
Hyderabad vs Chennai Live Score: ધોનીએ કેચ ડ્રોપ કર્યો
SRHના કેપ્ટન કેન વિલિયમસનને જીવતદાન મળ્યું છે અને CSK નો કેપ્ટન એમએસ ધોનીએ તેને આઉટ કરવાનો મોકો ગુમાવ્યો છે. 7મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાના બીજા બોલને થર્ડમેન તરફ રમવા માટે હળવા હાથે રમવાનો પ્રયાસ કરતી વખતે વિલિયમસને ધોનીને કેચ પકડવાની તક આપી હતી, પરંતુ અનુભવી વિકેટકીપરે કેચ છોડીને બધાને ચોંકાવી દીધા હતા. ઓવરમાં 4 રન.
7 ઓવર, SRH- 62/2
-
Hyderabad vs Chennai Live Score: રાહુલ ત્રિપાઠી ગોલ્ડન ડક
રાહુલ ત્રિપાઠી શૂન્ય રન પર આઉટ થયો છે. તે અભિષેક શર્મા આઉટ થતા ત્રીજા નંબર પર આવ્યો હતો. જ્યા તેને મુકેશ ચૌધરીએ તેને સિમરજીતસિંહ ના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. આમ હૈદરાબાદને છઠ્ઠી ઓવરના અંત સાથે દબાણની સ્થિતીમાં મુકાવુ પડ્યુ છે.
-
Hyderabad vs Chennai Live Score: મુકેશ ચૌધરીએ અપાવી પ્રથમ સફળતા
અભિષેક શર્મા 39 રન નોંધાવીને પેવેલિયન પરત ફર્યો છે. આ સાથે જ હૈદરાબાદની ઓપનીંગ જોડી તુટી ચુકી છે. જેણે ચેન્નાઈને પાવરપ્લેમાં પરેશાનન કરી દીધુ હતુ. પરંતુ ચૌધરીએ તેને પ્રિટોરીયસના હાથમાં કેચ ઝડપાવી દીધો હતો.
-
Hyderabad vs Chennai Live Score: ધોનીએ 5 ઓવરમાં ચોથો બોલર અજમાવ્યો
5મી ઓવર લઈને મહેશ તિક્ષના લઈને આવ્યો હતો. ચેન્નાઈની ટીમ ઓપનીંગ જોડીને તોડવા માટેના પ્રયાસ કરી રહ્યુ છે. પરંતુ સફળતા મળી રહી નથી. 5 ઓવરમાં ચોથા બોલરને ધોનીએ અજમાવ્યો છે. આ ઓવરમાં હૈદરાબાદને 6 રન મળ્યા હતા.
-
Hyderabad vs Chennai Live Score: અભિષેકની બાઉન્ડરી
ચોથી ઓવર સિમરજીત લઈને આવ્યો હતો અને તેની ઓવરના ત્રીજા બોલ પર બાઉન્ડરી અભિષેકે જમાવી હતી. ઓવરના અંતિમ બોલ પર પણ ફરી એકવાર બાઉન્ડરી ફટકારી હતી, જે થર્ડ મેન તરફ મેળવી હતી. હૈદરાબાદને 10 ની રન રેટ થી રન જરુર છે, જેની સામે ઓપનીંગ જોડીએ 11 થી વધુની રન રેટ થી રન મેળવવા શરુ કર્યા છે. ઓવરમાં 10 રન મળ્યા હતા.
04 ઓવર, SRH – 46/0
-
Hyderabad vs Chennai Live Score: અભિષેક શર્માએ લગાવ્યો છગ્ગો
હૈદરાબાદે પણ મોટા લક્ષ્યને પાર પાડવા માટે શરુઆત આક્રમકતા જરુરી હોવાનુ માનીને એજ અંદાજ થી રમત શરુ કરી છે. ત્રીજી ઓવરમાં અભિષેક શર્માએ બીજા બોલ પર ચોગ્ગો અને ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 12 રન મળ્યા હતા.
03 ઓવર, SRH – 36/0
-
Hyderabad vs Chennai Live Score: વિલિયમસને નો બોલનો ઉઠાવ્યો ફાયદો, ફ્રિ હીટ પર જમાવ્યો છગ્ગો
બીજી ઓવર લઈને સીમરજીત આવ્યો હતો. તેનો પ્રથમ બોલ ખાલી રહ્યો હતો. પરંતુ ઓવરના બીજા બોલ પર કેન વિલિયમસને ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ ત્રીજો બોલ નો બોલ ઘોષિત થતા જ ફ્રિ હીટનો લાભ મળ્યો હતો. જેનો કેને પુરો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે ખૂબ જ ઉંચો છગ્ગો ફટકાર્યો હતો.
02 ઓવર, SRH – 24/0
-
Hyderabad vs Chennai Live Score: હૈદરાબાદની ઈનીંગ શરુ, અભિષેકની બે બાઉન્ડરી
કેન વિલિયમસન અને અભિષેક શર્મા હૈદરાબાદની ટીમનુ ઓપનીંગ કર્યુ હતુ. જ્યારે ચેન્નાઈ તરફ થી પ્રથમ ઓવર મુકેશ ચૌધરી લઈને આવ્યો હતો. પ્રથમ ઓવરના અંતિમ બંને બોલ પર અભિષેક શર્માએ શાનદાર બે સળંગ ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ઓવરમાં 10 રન હૈદરાબાદના ખાતામાં આવ્યા હતા.
01 ઓવર, SRH – 10/0
-
Hyderabad vs Chennai Live Score: ચેન્નાઈએ 2 વિકેટ ગુમાવી 202 રનનો સ્કોર કર્યો
CSK એ આખરે 200નો આંકડો પાર કરી લીધો છે. છેલ્લી ઓવરમાં કોનવેએ નટરાજનના ચોથા અને પાંચમા બોલને લોંગ ઓન અને ફાઈન લેગ તરફ રમ્યા અને સતત બે ચોગ્ગા ફટકારીને ટીમને 202 રન સુધી પહોંચાડી દીધી. કોનવે 85 રને અણનમ પરત ફર્યો હતો. અંતિમ ઓવરમાં 11 રન.
20 ઓવર, CSK – 202/2
-
Hyderabad vs Chennai Live Score: ધોની આઉટ
ચેન્નાઈની બીજી વિકેટ પડી અને એમએસ ધોની આઉટ થયો હતો. ધોનીની ઈનિંગ્સ લાંબો સમય ટકી ન હતી અને છેલ્લી ઓવરના બીજા બોલ પર તેણે નટરાજનના બોલને શોર્ટ ફાઈન લેગના હાથમાં પકડાવી દીધો હતો.
-
Hyderabad vs Chennai Live Score: ઋતુરાજ 1 રનથી શતક ચુક્યો
ચેન્નાઈની પહેલી વિકેટ પડી છે અને ઋતુરાજ ગાયકવાડ સદી ચૂકી ગયો છે. ઋતુરાજ તેની બીજી આઈપીએલ સદી માત્ર 1 રનના અંતરથી ચૂકી ગયો. 18મી ઓવરમાં ઋતુરાજે નટરાજનનો પાંચમો બોલ થર્ડ મેન તરફ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો કટ શોટ બેકવર્ડ પોઈન્ટ ફિલ્ડરના હાથમાં ગયો. એક શાનદાર ઇનિંગ્સનો નિરાશાજનક અંત આવ્યો.
-
Hyderabad vs Chennai Live Score: ગાયકવાડ સદી તરફ
17 ઓવર પુરી થઈ ચુકી છે. ચેન્નાઈ મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યુ છે તો બીજી તરફ ગાયકવાડ પણ શતક થી માત્ર 4 જ રન દુર છે. ઓવરમાં 6 રન આવ્યા હતા.
-
Hyderabad vs Chennai Live Score: ગાયકવાડની બાઉન્ડરી
ઋતુરાજ ગાયકવાડ તેની સદી સુધી પહોંચી ગયો છે. 16મી ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે ટી નટરાજનનો ચોથો બોલ સ્ક્વેર લેગ તરફ રમ્યો અને ચોગ્ગો ફટકાર્યો. આ સાથે ઋતુરાજે 90 રનનો આંકડો પાર કરી લીધો છે.
16 ઓવર, CSK- 166/0
-
Hyderabad vs Chennai Live Score: કોનવેની અડધી સદી
ગાયકવાડ હવે ડેવોન કોનવે એ ધમાલ મચાવી દીધી છે. તેણે તોફાની રમતનો ટોપ ગીયર 15મી ઓવરમાં કરી દીધો હતો. માર્કો યાનસેન આ ઓવર લઈને આવ્યો હતો. તેણે ઓવરના પ્રથમ બોલ પર જ છગ્ગો ફટકારીને અડધી સદી પૂર્ણ કરી લીધી હતી. ઓવરના ત્રીજા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી અને ફરી ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. આમ ઓવરમાં 20 રન મેળવી લીધા હતા.
15 ઓવર, CSK- 153/0
-
Hyderabad vs Chennai Live Score: કોનવેનો વધુ એક ચોગ્ગો
કોનવે ભલે ઋતુરાજની ગતિએ બેટિંગ ન કરી રહ્યો હોય, પરંતુ વચ્ચે વચ્ચે બાઉન્ડ્રી મેળવી રહ્યો છે. 14મી ઓવરમાં, વિકેટની શોધમાં પ્રથમ વખત શશાંક સિંહની સ્પિન લાગુ કરવામાં આવી હતી અને કોનવેએ બીજો બોલ કટ કર્યો હતો અને ડીપ બેકવર્ડ પોઈન્ટ પર 4 રન મેળવ્યા હતા. ઓવરમાંથી 10 રન.
14 ઓવર, CSK- 133/0
-
Hyderabad vs Chennai Live Score: ભુવનેશ્વરની ઇકોનોમીક ઓવર
ભુવનેશ્વર કુમારે છેલ્લી 4-5 ઓવરથી સતત રનના વરસાદ પર લગામ લગાવી હતી. 13મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા અનુભવી પેસરે કોનવે અને ઋતુરાજને કોઈ બાઉન્ડ્રી કરવા દીધી ન હતી. હૈદરાબાદ માટે સારી ઓવર, જેમાં માત્ર 6 રન આવ્યા.
13 ઓવર, CSK- 123/0
-
Hyderabad vs Chennai Live Score: ઉમરાન મલિક પર ગાયકવાડ ભારે
ઉમરાન મલિકના ઝડપી બોલની સહેજ પણ અસર ગાયકવાડ પર જોવા મળી રહી નથી અને તે બીન્દાસ્ત ચોગ્ગા અને છગ્ગા જમાવી રહ્યો છે. 12 મી ઓવર લઈને આવેલા મલિકની ઓવરમાં 17 રન ઝુડી કાઢ્યા હતા. જેમાં શરુઆત કોનવેએ બાઉન્ડરી ફટકારીને શરુ કરી હતી. બાદમાં ચોથા પર ચોગ્ગો અને પાંચમા બોલ પર છગ્ગો ગાયકવાડે ફટકાર્યો હતો. મલિકે તેની 3 ઓવરમાં 40 ગુમાવ્યા છે.
-
Hyderabad vs Chennai Live Score: ગાયકવાડની ધમાલ જારી
11મી ઓવરમાં ગાયકવાડે શાનદાર બે સળંગ છગ્ગા ફટકાર્યા હતા. એઈડન માર્કરમની ઓવરમાં ગાયકવાડે ત્રીજા અને ચોથા બોલ પર બે છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ છગ્ગો 90 મીટર લાંબો લોંગ ઓન પર ફટકાર્યો હતો. ઓવરમાં 15 રન આવ્યા હતા તેમજ આ સાથે જ ટીમે 100 રનનો સ્કોર પણ કરી લીધો હતો.
-
Hyderabad vs Chennai Live Score: સિઝનના સૌથી ઝડપી બોલ પર ગાયકવાડની બાઉન્ડરી
ઋતુરાજ ગાયકવાડે એક્સપ્રેસ ગતિના બોલ ને બાઉન્ડરીની બહાર મોકલવાની સરળતા હાંસલ કરી લીધી છે. ઓવરના બીજા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. ત્યાર બાદ તેણે ઉમરાન મલિકના 154 કીલોમીટરની ગતીના બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. જે બોલ સિઝનનો સૌથી ઝડપી બોલ નાંખવામાં આવ્યો હતો. ઓવરમાં 11 રન આવ્યા હતા
-
Hyderabad vs Chennai Live Score: માર્કરમના બોલ પર કોન્વેએ ચોગ્ગો-છગ્ગો ફટકાર્યો
9મી ઓવર લઈને એઈડન માર્કરમ આવ્યો હતો. તેની આ બીજી ઓવર હતી તેની ઓવરના બીજા બોલ પર કોનવેએ ફાઈન લેગ પર બાઉન્ડરી ફટકારી હતી. ત્યાર બાદ આગળના બોલ પર માર્કરમના માથા પર થઈને ઉંચો છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં ચેન્નાઈના સ્કોર બોર્ડમાં 14 રન ઉમેરાયા હતા.
-
Hyderabad vs Chennai Live Score: ગાયકવાડે છગ્ગો ફટકાર્યો
8મી ઓવર ચેન્નાઈ માટે શાનદાર રહી હતી. કશ્મિર એક્સપ્રેસના બોલ પર પહેલા બાઉન્ડરી ફટકારી ચાર રન મેળવ્યા હતા. તેના આગળના બોલે એટલે કે ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. લોંગ ઓન પર શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં ચેન્નાઈને 13 રન મળ્યા હતા. મલિક માટે તેની આજની પ્રથમ ઓવર ખર્ચાળ સાબિત થઈ હતી.
-
Hyderabad vs Chennai Live Score: કોન્વેની બાઉન્ડરી
7મી ઓવર લઈને આવેલા એઈડન માર્કરમના બોલ પર કોનવેએ શાનદાર બાઉન્ડરી ડીપ બેકવર્ડ સ્કવેર લેગ પર ફટકારી હતી. ઓવરમાં ચેન્નાઈને 7 રન મળ્યા હતા.
-
Hyderabad vs Chennai Live Score: ઋતુરાજે વધુ એક છગ્ગો જમાવ્યો
ઋતુરાજ ગાયકવાડે આજની ઈનિંગની બીજી સિક્સર ફટકારી છે. ફરી એકવાર લેગ-સ્ટમ્પની લાઇન પર યાન્સનને શોર્ટ બોલ પરનો દાવ ખોટો પડ્યો. બીજી ઓવરની જેમ જ છઠ્ઠી ઓવરમાં પણ ગાયકવાડે એવો જ હૂક શોટ રમ્યો અને ફાઈન લેગ પર સિક્સર ફટકારી. ઓવરમાં 9 રન.
-
Hyderabad vs Chennai Live Score: ઋતુરાજનો અદ્ભુત પુલ શોટ
ઋતુરાજ ગાયકવાડે વધુ એક પુલ શોટ જમાવ્યો છે અને આ વખતે તેને બાઉન્ડ્રી મળી છે. પાંચમી ઓવરમાં બોલિંગ કરવા આવેલા ડાબા હાથના ઝડપી બોલર ટી નટરાજનનો પાંચમો બોલ ગાયકવાડે ખેંચ્યો અને ડીપ સ્ક્વેર લેગ પર ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાંથી 8 રન.
5 ઓવર, CSK – 31/0
-
Hyderabad vs Chennai Live Score: સુંદરની અજીબોગરીબ ફિલ્ડિંગ
આજના સમયમાં ખેલાડીઓ ફિલ્ડિંગના મોરચે પ્રભાવશાળી નથી. દિલ્હી સામે લખનૌના ફિલ્ડરોએ અસંખ્ય ભૂલો કરી હતી. હવે હૈદરાબાદનો વોશિંગ્ટન સુંદર પણ કંઈક વિચિત્ર સ્થિતિમાં ફસાઈ ગયો. ચોથી ઓવરમાં ગાયકવાડે યાનસનનો બોલ ડીપ સ્ક્વેર લેગ તરફ ખેંચ્યો હતો. સુંદર, ફાઇન લેગ પર ઊભેલા, ડાઇવ કરીને બાઉન્ડ્રીથી બોલને રોક્યો. બોલ તેના હાથમાંથી છલકાયો અને પછી બાઉન્ડ્રી તરફ જવા લાગ્યો. સુંદરે પછી કૂદીને તેને પકડ્યો અને જેવો તે ઊભો થવા લાગ્યો કે બોલ ફરીથી તેના હાથમાંથી નીકળી ગયો. અંતે ત્રીજા પ્રયાસમાં સફળતાપૂર્વક બોલ કેચ કર્યો. જેમાં CSK ને 3 રન મળ્યા હતા.
4 ઓવર, CSK- 23/0
-
Hyderabad vs Chennai Live Score: કોનવેનો અદ્ભુત શોટ
IPL માં પોતાની ઓળખ બનાવવા માટે ઉત્સુક ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોનવેને આ મેચમાં પ્રથમ બાઉન્ડ્રી મળી છે અને તે જબરદસ્ત પુલ શોટ પર આવ્યો છે. ભુવનેશ્વરનો બોલ ત્રીજી ઓવરમાં થોડો શોર્ટ હતો અને કોનવેએ એક પણ તક ગુમાવ્યા વિના તેને તરત જ પુલ કરી લીધો અને ડીપ સ્ક્વેર લેગ પર ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં 9 રન.
3 ઓવર, CSK – 18/0
-
Hyderabad vs Chennai Live Score: ગાયકવાડે ફટકારી પ્રથમ સિક્સ
CSKની ઇનિંગની પ્રથમ બાઉન્ડ્રી બીજી ઓવરમાં આવી છે. બોલિંગમાં ડાબોડી મધ્યમ ઝડપી બોલર માર્કો યાનસને ત્રીજો બોલ શોર્ટ રાખ્યો, જે લેગ-સ્ટમ્પની લાઇન પર હતો. ઋતુરાજે તેને હૂક કર્યો અને ફાઈન લેગ પર શોર્ટ બાઉન્ડ્રીનો ફાયદો ઉઠાવીને 6 રન પોતાના નામે કર્યા.
-
Hyderabad vs Chennai Live Score: ચેન્નાઈ માટે ગાયકવાડ સાથે કોન્વે ઓપનીંગમાં
ચેન્નાઈ સુપર કિંગ્સે બેટિંગ શરૂ કરી છે અને આ વખતે ડેવોન કોનવે ઋતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ માટે આવ્યો છે. કોનવે એ સિઝનની પ્રથમ મેચમાં ઓપનિંગ કર્યું, પરંતુ તે ચાલી શક્યો નહીં. ત્યારથી તે ટીમની બહાર ચાલી રહ્યો હતો. હૈદરાબાદ માટે ભુવનેશ્વર કુમારે બોલિંગની શરૂઆત કરી હતી. ભુવનેશ્વરની આ પ્રથમ ઓવર અપેક્ષા મુજબ ચુસ્ત રહી હતી અને માત્ર 3 રન જ ખર્ચાયા હતા.
-
Hyderabad vs Chennai Live Score: હૈદરાબાદની પ્લેયીંગ ઈલેવન
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન: કેન વિલિયમસન (કેપ્ટન), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, વોશિંગ્ટન સુંદર, શશાંક સિંઘ, માર્કો યાનસન, ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન, ઉમરાન મલિક
-
Hyderabad vs Chennai Live Score: ચેન્નાઈની પ્લેયીંગ ઈલેવન
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: એમએસ ધોની (કેપ્ટન) ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મિશેલ સેન્ટનર, સિમરજીત સિંહ, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, ડેવોન કોનવે, મુકેશ ચૌધરી, મહિષ તિક્ષાના
-
Hyderabad vs Chennai Live Score: હૈદરાબાદે ટોસ જીત્યો
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ફરી ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગત મેચમાં હાર છતાં હૈદરાબાદે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. સાથે જ ચેન્નાઈને તેના બે મહત્વના ખેલાડીઓ વિના જવું પડશે. ડ્વેન બ્રાવો અને શિવમ દુબે અનફિટ હોવાના કારણે બહાર છે.
-
Hyderabad vs Chennai Live Score: છેલ્લી મેચની ટક્કર
બંને ટીમો આ સિઝનમાં બીજી વખત ટકરાશે. અગાઉ, 9 એપ્રિલે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી, જે SRH દ્વારા 8 વિકેટે સરળતાથી જીતી લેવામાં આવી હતી.
-
Hyderabad vs Chennai Live Score: બંને ટીમોનું પ્રદર્શન
SRH અને CSK આ સિઝનમાં સંપૂર્ણપણે અલગ દિશામાં ગયા છે. પ્રથમ બે મેચમાં બંને ટીમોનો પરાજય થયો હતો. ત્યારબાદ ત્રીજી મેચમાં બંને ટકરાયા અને અહીં હૈદરાબાદનો વિજય થયો. આ પછી હૈદરાબાદે સતત 4 મેચ જીતી છે. અત્યાર સુધી આ ટીમે 8માંથી 5 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તે જ સમયે, CSKને સતત 4 મેચમાં હાર્યા બાદ પ્રથમ વિજય મળ્યો હતો. પરંતુ ટીમ તેની શરૂઆતની 8માંથી માત્ર 2 મેચ જીતી શકી હતી.
-
Hyderabad vs Chennai Live Score: ચેન્નાઈ ધોનીની વાપસી માટે તૈયાર
માત્ર 8 મેચો માટે CSK ની કેપ્ટનશીપથી દૂર રહ્યા બાદ ધોની ફરી એકવાર આ ભૂમિકામાં પાછો ફર્યો છે. ગઈકાલે જ, CSK એ જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા કે રવિન્દ્ર જાડેજાએ સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો છે. જાડેજા આ સિઝનમાં કેપ્ટન બન્યો હતો અને પ્રથમ 8 મેચમાં માત્ર 2 જ જીત મેળવી શક્યો હતો. આ સાથે જ તેનું પોતાનું પ્રદર્શન પણ ખરાબ રીતે પડી ગયું હતું. આવી સ્થિતિમાં ટીમના પ્રદર્શન અને તેના પ્રદર્શનમાં સુધારો લાવવા માટે જાડેજાએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો.
Jadeja to handover CSK captaincy back to MS Dhoni:Ravindra Jadeja has decided to relinquish captaincy to focus and concentrate more on his game & has requested MS Dhoni to lead CSK. MS Dhoni has accepted to lead CSK in the larger interest & to allow Jadeja to focus on his game.
— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2022
Published On - May 01,2022 6:55 PM