IND vs SA: દક્ષિણ આફ્રિકાના ગઢમાં પ્રથમ દિવસ ટીમ ઇન્ડિયાના નામે રહ્યો, દિવસના અંતે સ્કોર 272/3, રાહુલનુ શાનદાર શતક, અગ્રવાલની ફીફટી

દક્ષિણ આફ્રિકાના ગઢમાં પ્રથમ દિવસ ભારતીય ટીમના નામે રહ્યો હતો. ઓપનીંગ જોડીએ જબરદસ્ત રમત રમી હતી. કેએલ રાહુલે શાનદાર શતક નોંધાવ્યુ હતુ.

IND vs SA: દક્ષિણ આફ્રિકાના ગઢમાં પ્રથમ દિવસ ટીમ ઇન્ડિયાના નામે રહ્યો, દિવસના અંતે સ્કોર 272/3, રાહુલનુ શાનદાર શતક, અગ્રવાલની ફીફટી
KL Rahul-Mayank Agarwal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 9:08 PM

સેન્ચુરિયન (Centurion Test) માં ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત સમાપ્ત થઇ હતી. પ્રથમ દિવસ ભારતીય ટીમ (Team India) ના નામે રહ્યો હતો. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ (KL Rahul) અને મયંક અગ્રવાલે (Mayank Agarwal) જબરદસ્ત શરુઆત કરાવી હતી.

ભારતીય ટીમના ઓપનરો શરુઆત થી જ બોલરો પર હાવી રહ્યા હતા. જેને લઇને કેએલ રાહુલ પોતાનુ શાનદાર શતક નોંધાવવામાં સફળ રહ્યો હતો. રાહુલ અને અગ્રવાલે 117 રનની ભાગીદારી રમત દર્શાવી હતી. અગ્રવાલે (60) અર્ધશતક જમાવ્યુ હતુ. બીજા સેશનમાં ભારતે બે બોલમાં સતત બે વિકેટ ગુમાવી દીધી હતી. લુંગી એનગિડીએ મયંક અગ્રવાલને આઉટ કરીને ભારતની સદીની શરૂઆતની ભાગીદારી તોડી હતી.જોકે ત્યાર બાદ પિચ પર આવેલ ચેતેશ્વર પુજારા (0) ઝડપથી પેવેલિયન પરત ફર્યો હતો. તે ગોલ્ડન ડક વિકેટ એનગિડીના બોલ પર સ્લીપમાં કેચ આપીને ગુમાવી બેઠો હતો.

વિરાટ કોહલી (35) લાંબા સમયથી શતકની રાહ જોઇ રહ્યો છે. આજે ફરી એકવાર સેટ થયા બાદ વિકેટ ગુમાવી બેઠો હતો અને તે અર્ધશતક સુધી પહોંચી શક્યો નહોતો. તેણે રાહુલ સાથે મળીને સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુય પરંતુ તે એનગિડીના બહારના બોલને છેડતા વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે ત્યાર બાદ અજિંક્ય રહાણેએ શાનદાર રમત દર્શાવીને રાહુલને સાત પુરાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

એનગિડી સિવાયના હથિયાર નિષ્ફળ

દક્ષિણ આફ્રિકા તરફ થી લુંગી એનગિડી સિવાય અન્ય બોલરોનો ખાસ પ્રભાવ જોવા મળ્યો નહોતો. તેણે ભારતની 3 વિકેટ ને ઝડપી હતી. જેમાં વિરાટ કોહલી અને પુજારાની ગોલ્ડન ડક વિકેટ સામેલ હતી. એનગિડીએ પિચ પર જામેલી ઓપનીંગ જોડીને પણ તોડી હતી. તેણે મયંકને આઉટ કરીને આફ્રિકાને પ્રથમ સફળતા અપાવી હતી. કાગીસો રબાડા પ્રથમ દિવસે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો, તેણે 7 નો બોલ 20 ઓવર દરમિયાન આપ્યા હતા.

આ પણ વાંચોઃ VHT 2021: દિનેશ કાર્તિકે વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં ફટકાર્યુ શાનદાર શતક, IPL મેગા ઓક્શન પહેલા ધમાકેદાર પ્રદર્શન

આ પણ વાંચોઃ IND vs SA: ચેતેશ્વર પુજારાએ ‘શૂન્ય’ પર આઉટ થવાનો બનાવ્યો નવો રેકોર્ડ, ‘ગોલ્ડન ડક’ ગુમાવી વિકેટ

g clip-path="url(#clip0_868_265)">