Byju’s પર બીસીસીઆઈના આટલા કરોડનું દેવું, પેટીએમ ટાઈટલ સ્પોન્સરશીપ છોડવા માંગે છે
ભારતીય ક્રિકેટ ટીમની જર્સીના સ્પોન્સર (Byju's) પર કથિત રીતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અટેલે કે (BCCI)ને રૂ. 86.21 કરોડનું દેવું છે, જ્યારે 'ટાઈટલ' સ્પોન્સર Paytmએ બોર્ડને તેના અધિકારો તૃતીય પક્ષોને આપવા વિનંતી કરી છે.
Byju’s : ભારતીય ક્રિકેટ ટીમની જર્સીના સ્પોન્સર Byju’s પર કથિત રીતે BCCIને રૂ. 86.21 કરોડનું દેવું છે, જ્યારે ‘ટાઈટલ’ સ્પોન્સર Paytmએ બોર્ડને તેના અધિકારો ત્રીજા પક્ષોને આપવા વિનંતી કરી છે. ભારતીય ક્રિકેટ ટીમની જર્સીના સ્પોન્સર (Byju’s) પર કથિત રીતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અટેલે કે (BCCI)ને રૂ. 86.21 કરોડનું દેવું છે, જ્યારે ‘ટાઈટલ’ સ્પોન્સર Paytmએ બોર્ડને તેના અધિકારો તૃતીય પક્ષોને આપવા વિનંતી કરી છે. એપેક્સ કાઉન્સિલની બેઠકમાં બીસીસીઆઈએ અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા.
વર્લ્ડ કપના અંત સુધી તેમની ભાગીદારીને લંબાવવા સંમતિ દર્શાવી હતી
એપ્રિલમાં મહિનામાં કંપની Byju’s અને BCCIએ 10 ટકાના વધારા સાથે ભારતમાં યોજાનાર 2023 ODI વર્લ્ડ કપના અંત સુધી તેમની ભાગીદારીને લંબાવવા સંમતિ દર્શાવી હતી. ગુરુવારે બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. બીસીસીઆઈના એક સૂત્રએ મીટિંગ પછી પીટીઆઈને જણાવ્યું હતું કે, “અત્યાર સુધી Byju’s બોર્ડને 86.21 કરોડ રૂપિયા આપવાના છે.
Paytmએ ડોમેસ્ટિક ક્રિકેટના અધિકારો અન્ય કંપનીને આપવા અપીલ કરી હતી
Paytm અને BCCI વચ્ચેનો વર્તમાન કરાર સપ્ટેમ્બર 2019થી માર્ચ 31, 2023 સુધીનો છે. “Paytmએ બીસીસીઆઈને સ્પોન્સરશિપ અન્ય કંપનીને સોંપવા વિનંતી કરી છે અને બોર્ડ તેના પર વિચાર કરી રહ્યું છે, ઓગસ્ટ 2019માં Paytmએ ભારતમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ મેચોના ‘ટાઈટલ’ સ્પોન્સર તરીકે તેના જોડાણને ચાર વર્ષ માટે લંબાવ્યું હતુ.
બીસીસીઆઈએ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ માટે પણ સંપૂર્ણ યોજના બનાવી છે
બીસીસીઆઈએ ઘરેલુ ટૂર્નામેન્ટ દિલીપ ટ્રોફી અને ઈરાની કપના આયોજનને લઈને પણ મોટો નિર્ણય લીધો છે. નવી સ્થાનિક સિઝનમાં રણજી ટ્રોફીની સમગ્ર સિઝનનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કારણે છેલ્લી ત્રણ સિઝનમાં દિલીપ ટ્રોફી અને ઈરાની કપનું આયોજન કરવામાં આવ્યું નથી. બીસીસીઆઈએ કોરોનાને કારણે 2020માં પહેલીવાર રણજી સિઝન રદ કરવી પડી હતી.
શિખર ધવન ત્રણ મેચની વનડે સિરીઝ માટે ભારતીય ટીમનો સુકાની
ભારતીય ટીમ (Team India) શુક્રવારથી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસની શરૂઆત કરશે. આ પ્રવાસની શરૂઆત ત્રણ મેચની ODI સિરીઝ અને ત્યારબાદ પાંચ મેચની T20i સિરીઝથી રમાશે. ભારતીય ટીમ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી શકે છે. ટીમના સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં શિખર ધવન (Shikhar Dhawan)ને ત્રણ મેચની વનડે સિરીઝ માટે ભારતીય ટીમના સુકાની તરીકે પસંદ કરવામાં આવ્યો છે.