AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૂર્યકુમાર યાદવ થયો ઘાયલ, બેટિંગ પણ કરી શક્યો નહીં, મુંબઈની કારમી હાર

બુચી બાબુ ટૂર્નામેન્ટમાં TNCA 11 સામે મુંબઈનો પરાજય થયો હતો. મુંબઈની ટીમ પાસે સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન જેવા બેટ્સમેન હતા, છતાં તેઓ પોતાની હાર ટાળી શક્યા નહીં. મુંબઈને 286 રનથી કારમી હારનો સામનો કરવા પડ્યો હતો. આ મેચમાં સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઘાયલ થયો હતો અને મેચમાં બેટિંગ પણ ન કરી શક્યો.

સૂર્યકુમાર યાદવ થયો ઘાયલ, બેટિંગ પણ કરી શક્યો નહીં, મુંબઈની કારમી હાર
Suryakumar Yadav
| Updated on: Aug 30, 2024 | 10:01 PM
Share

બુચી બાબુ ટૂર્નામેન્ટમાં મુંબઈની ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. TNCA-11એ મુંબઈને 286 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. મુંબઈ સામેની આ મોટી જીત સાથે, TNCA-11એ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે મુંબઈની ટીમમાં એકથી વધુ બેટ્સમેન હાજર હતા, પરંતુ તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ન તો શ્રેયસ અય્યર કે ન તો સરફરાઝ ખાનનું બેટ ચાલ્યું. સૂર્યકુમાર યાદવ પણ ઈજાગ્રસ્ત થયો હતો અને પ્રથમ દાવમાં નિષ્ફળ રહ્યા બાદ તેણે બીજી ઈનિંગમાં પણ બેટિંગ કરી નહોતી. મુંબઈને 510 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને બીજી ઈનિંગમાં આખી ટીમ 223 રનમાં સમેટાઈ ગઈ હતી.

મુંબઈની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ

બીજી ઈનિંગમાં પણ મુંબઈની ટીમ ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતી પરંતુ શમ્સ મુલાનીએ કોઈક રીતે 68 રન બનાવીને ટીમનું સન્માન બચાવ્યું હતું. તેની પહેલા મુશીર ખાન 40 રન બનાવી શક્યો હતો. શ્રેયસ અય્યરે માત્ર 22 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાનનું 0 પર આઉટ થયો હતો. લેફ્ટ આર્મ સ્પિનર ​​સાઈ કિશોરે બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં પણ પાંચ વિકેટ ઝડપી હતી. TNCA સામે ખરાબ પ્રદર્શન બાદ મુંબઈની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

શ્રેયસ, સૂર્યા, સરફરાઝને લાગ્યો આંચકો

જો આ મેચમાં શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ અને સરફરાઝ ખાને સારૂ પ્રદર્શન કર્યું હોત તો તેમની ટેસ્ટ ટીમમાં વાપસીની શક્યતાઓ પ્રબળ બની શકી હોત. ટીમ ઈન્ડિયાને આવતા મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. જો કે હવે આ ત્રણેય ખેલાડીઓ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. જો સરફરાઝની વાત કરીએ તો તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, હવે જોવાનું એ છે કે પસંદગીકારો તેને તક આપે છે કે નહીં.

આ પણ વાંચો: DPL 2024 : 4 બેટ્સમેનોએ ફટકારી સદી, સિક્સર અને ફોરનો થયો વરસાદ, બોલરો મુશ્કેલીમાં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">