AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આ 3 ખેલાડીઓના નામે IPLમાં છે ખાસ રેકોર્ડ , ડેબ્યૂ પહેલા જ ઇતિહાસ રચી દીધો

આઈપીએલના ઈતિહાસમાં અનેક એવા રેકોર્ડ છે. જે વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ કે એમએસ ધોની જેવા દિગ્ગજોના નામે છે પરંતુ કેટલાક એવા રેકોર્ડ પણ છે. જેમાં આ ખેલાડીઓનું નામ નથી. તો ચાલો જોઈએ ક્યા છે આ રેકોર્ડ

Breaking News : આ 3 ખેલાડીઓના નામે IPLમાં છે ખાસ રેકોર્ડ , ડેબ્યૂ પહેલા જ ઇતિહાસ રચી દીધો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2026 | 10:01 AM
Share

આઈપીએલની દરેક સીઝનમાં ઉત્સુકતા અને ઉત્સાહ લઈને આવે છે. દરેક સીઝનમાં કેટલાક ખેલાડીઓ પોતાની નવી ઓળખ બનાવે છે. તો જૂના ખેલાડીઓ પણ ફરી ચમકે છે. આ સાથે દરેક સીઝનમાં કેટલાક અનોખા રેકોર્ડ પણ બને છે.આઈપીએલ 2026 સીઝન આનાથી પણ અલગ હશે કારણ કે, અનેક રેકોર્ડ બનવાની આશા છે.પરંતુ એક એવી સિદ્ધિ છે જે IPLના ઇતિહાસમાં ફક્ત ત્રણ ખેલાડીઓએ હાંસલ કરી છે. શું આ વખતે ચોથો ખેલાડી રેન્કમાં જોડાશે?

IPLમાં ખાસ રેકોર્ડ ક્યા છે?

આઈપીએલનો આ રેકોર્ડ શું છે? શું આમાં વિરાટ કોહલી, રોહિત શર્મા કે એમએસ ધોની જેવા દિગ્ગજોના નામ છે. શું ક્રિસ ગેલ,જસપ્રીત બુમરાહ કે એબી ડિવિલયર્સે આ સફળતા મેળવી છે. તમારા મનમાં પણ આ સવાલ હશે, તો આનો જવાબ છે નહી. આમાંથી કોઈ પણ દિગ્ગજએ આવું શાનદાર કામ કર્યું નથી કારણ કે, આ માટે તે ફિટ નથી.

હવે વાત કરીએ રેકોર્ડની તો આ રેકોર્ડ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરતા પહેલા આઈપીએલની ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવાનો. આઈપીએલની 18મી સીઝનના ઈતિહાસમાં અત્યારસુધી માત્ર 3 ખેલાડીઓ આ કામ કરી શક્યા છે. તેમાંથી સૌથી પહેલા જે ખેલાડીનું નામ આવે છે તે શાનદાર છે. તે ક્યારે પણ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી શક્યો નથી.

આ 3 ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ

આ ખેલાડી મનવિંદર બિસલા છે. જે 2012ની ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે રમતા તેમણે 89 રન બનાવ્યા હતા. તેમજ ટીમને જીતાડી હતી. પરંતુ ક્યારે ટીમ ઈન્ડિયા માટે રમ્યો નથી. ત્યારબાદ 2014માં શાનદાર કામ મનીષ પાંડે કર્યું એક વખત ફરી કેકેઆર ટીમ હતી. આ ફાઈનલમાં તેમણે 94 રનની ઈનિગ્સ રમી હતી અને ટીમને ચેમ્પિયન બનાવી હતી. તેના એક વર્ષ બાદ જુલાઈ 2015માં તેમણે ટીમ ઈન્ડિયા માટે વનડે અને ટી20 ડેબ્યુ કર્યું હતુ.

આ લિસ્ટમાં ત્રીજું નામ આવે છે. ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાનું. આઈપીએલ 2025ની ફાઈનલના પ્લેયર ઓફ ધ મેચ રહી ચૂકેલા ક્રુણાલ પંડ્યા પહેલા પણ આ એવોર્ડ જીતી ચૂક્યો છે. તે સમયે તેનું ઈન્ટરનેશનલ ડેબ્યુ થયું ન હતુ. ક્રુણાલે અત્યારસુધી 2017માં મુંબઈ ઈન્ડ઼િયન્સ દ્વાર ફાઈનલમાં 47 રનની ઈનિગ્સ રમી ટીમને ખિતાબ જીતાડ્યો હતો. તેમજ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. દોઢ વર્ષ પછી નવેમ્બર 2018માં તેના ટી20 ઈન્ટરનેશલ ડેબ્યુ થયું હતુ.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">