PAK vs SL Breaking News : વર્લ્ડ કપનો સૌથી મોટો સફળ રન ચેઝ, પાકિસ્તાનની 6 વિકેટથી જીત
Pakistan vs Sri Lanka : આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં શ્રીલંકા અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે વર્લ્ડ કપની મેચ શરુ થઈ હતી. શરુઆતમાં પાકિસ્તાનના બોલર્સ ધોવાયા હતા પણ બીજી ઈનિંગમાં પાકિસ્તાની બેટ્સમેનોએ શ્રીલંકાના બોલર્સને રડાવ્યા હતા. પાકિસ્તાનની ટીમે આજે વર્લ્ડ કપનો સૌથી મોટો સફળ રન ચેઝ કર્યો છે.

Hyderabad : પાકિસ્તાન સામે શ્રીલંકાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. લંકાની ટીમે 50 ઓવરમાં નવ વિકેટે 344 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને (Pakistan) જીતવા માટે 345 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના માટે કુસલ મેન્ડિન્સે સૌથી વધુ 122 રન બનાવ્યા હતા. વનડેમાં આ તેની ત્રીજી સદી છે. સાદિરા સમરવિક્રમાએ 108 રનની ઇનિંગ રમી હતી. તેણે ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.
આ બે સિવાય પથુમ નિસાન્કાએ 51 રનનું યોગદાન આપ્યું હતું. ધનંજય ડી સિલ્વાએ 25 રન, કેપ્ટન દાસુન શનાકાએ 12 રન અને દુનિથા વેલાલાગે 10 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હસન અલીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. હરિસ રઉફને બે સફળતા મળી. શાહીન આફ્રિદી, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝે એક-એક વિકેટ લીધી હતી.
વર્લ્ડ કપમાં પાકિસ્તાનના વિકેટકીપર માટે સેન્ચુરી
- 101* – સરફરાઝ અહેમદ વિ IRE, એડિલેડ, 2015
- 100* – મોહમ્મદ રિઝવાન વિ એસએલ, હૈદરાબાદ, 2023*
ODI માં પાકિસ્તાની WK દ્વારા સૌથી વધુ સેન્ચુરી
- 5 – કામરાન અકમલ
- 3 – મોહમ્મદ રિઝવાન*
- 2 – સરફરાઝ અહેમદ
- 1 – ઉમર અકમલ
પાકિસ્તાન માટે વર્લ્ડ કપ ડેબ્યૂ પર સૌથી વધુ સ્કોર
- 113 – અબ્દુલ્લા શફીક વિ એસએલ, હૈદરાબાદ, 2023*
- 82 – મોહસીન ખાન વિ એસએલ, સ્વાનસી, 1983
- 78* – અસદ શફીક વિ ZIM, પલ્લેકેલે, 2011
- 76 – રમીઝ રાજા vs SL, હૈદરાબાદ (PAK), 1987
- 71 – ઉમર અકમલ વિ કેન, હંબનટોટા, 2011
પાકિસ્તાને વર્લ્ડ કપમાં સૌથી મોટો ટાર્ગેટ હાંસલ કર્યો
પાકિસ્તાને શ્રીલંકા સામે 345 રનનો ટાર્ગેટ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો હતો. તેણે વર્લ્ડ કપના ઈતિહાસનો સૌથી મોટો ગોલ કર્યો. આ મામલે પાકિસ્તાને આયર્લેન્ડનો રેકોર્ડ તોડ્યો હતો. આયર્લેન્ડે 2011માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં સાત વિકેટે 329 રન બનાવીને જીત મેળવી હતી.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે 50 ઓવરમાં નવ વિકેટે 344 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 48.2 ઓવરમાં ચાર વિકેટે 348 રન બનાવીને મેચ જીતી લીધી હતી. પ્રથમ ઈનિંગમાં 50 ઓવર વિકેટકીપિંગ કરનાર રિઝવાને બીજી ઈનિંગમાં 50 ઓવર સુધી બેટિંગ કરીને સેન્ચુરી ફટકારી. આ દરમિયાન તે ઘણી પીડામાં જોવા મળ્યો હતો.